Proud of Gujarat
FeaturedGujaratINDIA

મીરે એસેટ મ્યુચ્યુઅલ ફંડની નવી ફંડ ઓફર : મીરે એસેટ નિફ્ટી ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ ઇટીએફ રજૂ કરાયું.

Share

મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડ, ભારતમાં સૌથી ઝડપથી વિકસતા ફંડ હાઉસમાંનું એક છે. આજે તેઓએ ‘મિરે એસેટ નિફ્ટી ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ ઈટીએફ’ રજૂ કરવાની જાહેરાત કરી, જે એક ઓપન-એન્ડેડ સ્કીમ છે જે નિફ્ટી ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ ટોટલ રિટર્ન ઈન્ડેક્સને અનુસરે /ટ્રેક કરે છે અને ‘મિરે એસેટ નિફ્ટી ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ ઈટીએફ એફઓએફ’, જે ઓપન-એન્ડેડ ફંડ ઓફ ફંડ સ્કીમ છે અને મુખ્યત્વે મિરે એસેટ નિફ્ટી ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ ઇટીએફમાં રોકાણ કરે છે.

બંને ફંડ્સ માટેની એનએફઓ 10 જાન્યુઆરી, 2022ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે. મીરે એસેટ નિફ્ટી ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ ઇટીએફ 20 જાન્યુઆરી, 2022ના રોજ બંધ થશે, અને મિરે એસેટ નિફ્ટી ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ ઈટીએફ એફઓએફ 24 જાન્યુઆરી, 2022ના રોજ બંધ થશે. બંને યોજનાઓનું સંચાલન સુશ્રી એકતા ગાલા દ્વારા થશે.

Advertisement

બંને યોજનાઓમાં લઘુત્તમ પ્રારંભિક રોકાણ રૂ. 5,000 અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં કરી શકાશે.

મુખ્ય મુદ્દાઓ:

• રોકાણકારોને ઇલેક્ટ્રિક વાહનો, ઈલેક્ટ્રોનિક્સ, બેટરી ટેક, ડિફેન્સ વગેરે જેવા સંભવિત વિકરતાં સેગમેન્ટમાં ભાગ લેવાની તક આપે છે.

• નિફ્ટી ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ ઈન્ડેક્સનો હેતુ ભારતમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરતા શૅર્સના પ્રદર્શનનું પગેરૂ દાબવાનો છે

• નિફ્ટી ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ ઈન્ડેક્સે આર્થિક સુધારા અને મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન અપાયું તે સમયગાળા દરમિયાન નિફ્ટી 500 ઈન્ડેક્સ કરતાં વધુ સારો દેખાવ કર્યો છે ^

• નિફ્ટી ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ ઈન્ડેક્સે 8 કેલેન્ડર વર્ષમાંથી (2021 વાયટીડી (યર ટુ ડેટ) સહિત) 6 વર્ષમાં નિફ્ટી 50 ઈન્ડેક્સ કરતાં વધુ પ્રદર્શન કર્યું છે.

• પોર્ટફોલિયો મોટા ભાગના એવા ક્ષેત્રોને આવરી લે છે જેમાં સરકાર ક્ષમતા વિસ્તરણ માટે આશરે રૂ. 2 ટ્રિલીયનના પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય રાખે છે જે નોંધપાત્ર વૃદ્ધિમાં યોગદાન આપી શકે છે.

“જ્યારે સેવાઓ અને ખરીદી રોકાણકારો માટે કેન્દ્રિત ક્ષેત્રો છે, ત્યારે છેલ્લાં કેટલાંક વર્ષોમાં મજબૂત કામગીરી છતાં મેન્યુફેક્ચરિંગને નીચું આંકવામાં આવ્યું છે. વધુમાં , મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટમાં પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ્સ અને મેક ઇન ઇન્ડિયા દ્વારા પ્રોત્સાહન જેવી મજબૂત સરકારી પહેલ દ્વારા સમર્થિત, ભારત માટે આગામી વિકાસના વાહક બનવાની ક્ષમતા છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં, ભારત સ્થિત મેન્યુફેક્ચરિંગ કંપનીઓ ગુણવત્તામાં પણ સુધારા સાથે વધુ કાર્યક્ષમ, ઉત્પાદક અને સ્પર્ધાત્મક બનવાની તેમની પ્રક્રિયાઓમાં ડિજિટલ અને ઇન્ડસ્ટ્રી 4.0નો વધુને વધુ સમાવેશ કરી રહી છે. આ સંભવિતપણે તેમના માટે મોટું સ્થાનિક બજાર ખોલી શકે છે તેમજ નિકાસની તકો વધારી શકે છે, જે આ ક્ષેત્ર માટે સારી વાત છે,” એમ મિરે એસેટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર અને સીઇઓ શ્રી સ્વરૂપ મોહંતીએ જણાવ્યું હતું.

મિરે એસેટ નિફ્ટી ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ ઈટીએફના એકમોના વેચાણ માટેની ઑફર ન્યૂ ફંડ ઑફર (“એનએફઓ”) સમયગાળા દરમિયાન મળેલી અરજીઓ માટે ફાળવણીની તારીખે અને આશરે એએમસી પર સીધી પ્રાપ્ત થયેલી અરજીઓ માટે ચાલુ ઓફર દરમિયાન સૂચક એનએવી આધારિત કિંમતો (લાગુ પડતા શુલ્ક અને અમલીકરણની વિવિધતાઓ સાથે) નિફ્ટી ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ ક્લોઝિંગ ઈન્ડેક્સના 1/100માં મૂલ્ય પર હશે.

મિરે એસેટ નિફ્ટી ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ ઈટીએફ એફઓએફના એકમો માટે ઓફર ન્યુ ફંડ ઓફર દરમિયાન પ્રત્યેક રૂ. 10/- અને એનએવી આધારિત કિંમતો પર યુનિટ્સની ઓફર જળવાઈ રહેશે.

સુચિત્રા આયરે


Share

Related posts

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ધુમ્મસમય વાતાવરણમાં અનોખો નજારો.

ProudOfGujarat

અંકલેશ્વર GIDCના રહીશનું સ્વાઇન ફ્લુના કારણે મોત.મૃત્યુ બાદ આવ્યો સ્વાઇન ફ્લુનો રીપોર્ટ…

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં રિક્ષા ચાલકો દ્વારા આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને યોગ્ય અને રાહતવાળું પેકેજ આપવાની માંગણી કરી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!