Proud of Gujarat
FeaturedGujaratINDIA

એસએમઈ માટે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની ગ્રુપ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રોડક્ટ રજૂ કર્યું.

Share

સામાન્ય વીમા કેટેગરીમાં ભારતના અગ્રણી અને સૌથી વિશ્વસનીય ખાનગી ક્ષેત્રોમાંની એક આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સે નાના અને મધ્યમ ઉદ્યોગો (એસએમઈ) માટે ડિસેમ્બર 2020માં ઓનલાઈન બિઝનેસ ઈન્સ્યોરન્સ પ્લેટફોર્મ www.sme.icicilombard.com રજૂ કર્યું હતું. અત્યંત નાના સાહસિકો માટે વીમો મેળવવાનું ઉદ્યોગમાં વણસ્પર્શ્યુ હતું, આનાથી તે જૂથ માટે વીમા ઉકેલો તૈયાર કરવામાં વૃદ્ધિ થઈ. આનો મુખ્ય ઉદ્દેશ્ય આ એસએમઈને જવાબદારી અને મિલકતના જોખમોથી સ્વના બચાવવા માટે વીમા પોલિસી પ્રદાન કરીને તેમને સશક્ત કરવાનો છે. આ હેતુને અનુરૂપ, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે ગ્રુપ હેલ્થ ઈન્સ્યોરન્સ (જીએચઆઈ) માં પ્રવેશ કર્યો છે જે તેના કર્મચારીઓને સર્વિસ આપતી પ્રોડક્ટ છે.

કર્મચારીઓએ સંસ્થાની કરોડરજ્જુ અને સૌથી મૂલ્યવાન સંપત્તિ છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનું ગ્રુપ હેલ્થ ઈન્સ્યોરન્સ (જીએચઆઈ) ઉત્પાદન નાના અને મધ્યમ સાહસો (એસએમઈ) થી લઈને મોટી સંસ્થાઓ સુધીના તમામ પ્રકારના વ્યવસાયના કર્મચારીઓને અનુકૂળ સ્વાસ્થ્ય કવચ આપવા માટે રચાયેલ છે. એન્ટરપ્રાઇઝ ઇચ્છિત યોજનાઓ પસંદ કરી શકે છે જે સામાન્ય રીતે તેમના કર્મચારીઓ માટે 1 લાખ થી 10 લાખ સુધીની હોય છે. નીચેના કારણોસર સ્વાસ્થ્ય વીમાની જરૂરિયાત પહેલા કરતા વધુ છે.

Advertisement

• તબીબી ખર્ચમાં તોતિંગ વધારો

• નિયમિત આરોગ્ય તપાસ અને સંભાળની જરૂરિયાત

• નિષ્ણાત ડોકટરોની મોંઘી ફી

• હોસ્પિટલમાં દાખલ થવાની અને સારવારની શક્યતા

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની જીએચઆઈ યોજનાઓ સામાન્ય રીતે કર્મચારીઓ, પત્નીઓ અને બાળકો માટે લેવામાં આવે છે, જે એકંદર વીમા ખરીદીના ત્રણ ચતુર્થાંશ ભાગની છે. એક ચતુર્થાંશ કિસ્સાઓમાં, માતાપિતાને આવરી લેવામાં આવે છે જ્યારે એક તૃતીયાંશ ગ્રાહકોએ પણ મેટરનિટી કવચ પસંદ કર્યું છે.

મહામારીએ ઘણા લોકોને સાવચેત કર્યા છે અને તેમને સ્વાસ્થ્ય વીમો રાખવાના મહત્વનો અહેસાસ કરાવ્યો છે. મુખ્યત્વે એસએમઈ જેમની આવક ઘણી ઘટી છે તેઓ માત્ર તેમની કંપની માટે જ નહીં પરંતુ તેમના કર્મચારીઓ માટે પણ વીમા લેવાના ફાયદાઓને સમજ્યા છે. મહામારી પછી આરોગ્ય વીમા કવચની માંગમાં અનેક ગણો વધારો થયો છે. આના પરિણામ સ્વરૂપે, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે વિવિધ ઉદ્યોગોની નાની કંપનીઓને તેમના કર્મચારીઓને આવરી લેવા માટે કર્મચારી સ્વાસ્થ્ય વીમા યોજનાઓ લેતી જોઈ છે. કર્મચારીઓને જાળવી રાખવા અને નવા કર્મચારીને આકર્ષવાનું એક માધ્યમ પણ બની ગયું છે. www.sme.icicilombard.com માં તેમના જીએચઆઈ પ્લાન રજૂ કર્યા પછી કંપનીને એસએમઈ તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે, જેમાં દર મહિને સરેરાશ 10 ટકા જેટલી વૃદ્ધિ થઈ છે.

સુચિત્રા આયરે


Share

Related posts

કચ્છના ખાવડા નજીક મોટી દુર્ઘટના બની,શીલા ઘસી પડતાં લોકો ફસાયા

ProudOfGujarat

૧૯૮૬ માં ચોરી કરી ૨૦૨૨ માં જેલ ભેગા થયા, ભરૂચ પેરોલ ફ્લો ટીમે ૩૬ વર્ષથી ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયો.

ProudOfGujarat

ગોધરા : ટીમ્બા રોડ ખાતે કોરોના વોરિયર્સને રાશનકીટ આપવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!