· આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ પોલિસી ધારકોને હવે મેડપેના સંગઠિત સ્પેશિયલાઝ્ડ ડોક્ટર, ફાર્માસીસ, ડાયગ્નોસ્ટિક્સ અને અન્ય ઓપિડી સેન્ટર્સ જેવા હાયપર લોકલ નેટવર્કનું એક્સેસ તેમના આંગળીઓથી કરી શકશે.
· આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડના પોલિસી ધઆરકો મેડપે કનેક્ટેડ કેર નેટવર્ક (મેડપેસીસીએન) દ્વારા કેશલેસ ઓપીડી સર્વિસ મેળવી શકશે, જેમાં તેઓ 50,000થી વધુ કેશલેસ નેટવર્ક પૂરું પાડનારાઓને એક્સેસ કરી શકશે.
જરૂરી ટેકનોલોજીના સપોર્ટની સાથે ગ્રાહકોના સર્વિસના અનુભવમાં વધારો કરવા માટે આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ- ભારતની અગ્રણી ખાનગી જનરલ ઇન્સ્યુરન્સ કંપનીએ મેડવે ટેકનોલોજીસની મેડપે- જે એક નવીનતમ ટેકનોલોજી સ્ટાર્ટઅપ છે, તેની સાથે મળીને ગ્રાહકોને એક કેશલેસ અને સરળ ક્લેમ અનુભવ પુરો પાડશે. આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડના પોલિસી ધારકો હવે, તેમની નજીકના ક્લિનિક, ફાર્મસી કે ડાયગ્નોસ્ટિક સેન્ટર પર મેડપેના કનેક્ટેડ કેર નેટવર્ક (મેડપે સીસીએન) દ્વારા કેશલેસ ઓપીડી મેળવી શકશે. આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડએ તેના ગ્રાહક કેન્દ્રિત અને નવીનતમ અભિગમ માટે જાણિતી છે, જે હવે તેના દરેક પોલિસી હોલ્ડર્સને કેશલેસ ઓપીડી સર્વિસ ઓફર કરતી પ્રથમ ભારતીય વિમા કંપની બની છે.
આરોગ્યલક્ષી ફૂગાવોએ ડિસેમ્બર 2019માં 3.8 ટકાની તુલનામાં વધીને 8.4 ટકાએ પહોંચ્યો છે, કેમકે લોકો ઓપીડી સેન્ટર્સમાં મુલાકાત લેવાનું ટાળી રહ્યા છે. ભારતમાં, કુલ હેલ્થકેર ખર્ચામાંથી અંદાજિત 62 ટકા ખર્ચા તો, આઉટ-ઓફ-પોકેટ મેડીકલ ખર્ચ જેવા છે. ઘણી વખત હેલ્થ ઇન્સ્યુરન્સ પોલિસી લેતી વખતે ગ્રાહકો ઓછી વીમાની રકમ પસંદ કરે છે, કેમકે તેઓ હોસ્પિટલમાં ભરતી થવાના ખર્ચની ચિંતા કરતા નથી અને તેઓ એકાઉન્ટમાં કન્સ્લ્ટેશન ફીસ તથા પરિક્ષણ, એક્સ-રે, વગેરે જેવા ખર્ચની ગણતરી પણ નથી કરતા. મેડિકલ મોંઘવારી વધી રહી છે, ત્યારે, આ ખર્ચએ પોલિસીધારકના નિયમિત નોંધપાત્ર બચતને અસર કરી શકે છે.
છેલ્લા નાણાકીય વર્ષમાં, આઇઆરડીએઆઇના વાર્ષિક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, કુલ ક્લેમમાંથી 40 ટકા જેટલાની પ્રક્રિયા રિએમ્બર્સમેન્ટ્સ તરીકે થાય છે, જે પ્રક્રિયા ખૂબ જ ખર્ચાળની સાથે સમય પણ વધુ લે છે. આ સંયુક્ત ઉકેલનો લાભ ઓપીડી ક્લેમમાં મળી શકે છે, કેમકે તે ગ્રાહકોને રિઅમ્બર્સમેન્ટ્સની બોજારૂપ પ્રક્રિયામાંથી મુક્તી આપે છે અને કેશલેસ વિકલ્પ તેની બચત માટે રક્ષણ બની રહેશે. આ એક્ટએ એક સરળ વન-સ્ટેપ સોલ્યુશન્સ છે, જે ટેકનોલોજીના ઉપયોગ દ્વારા લો ટિકિટ ક્લેમની પ્રક્રિયા કરવાના ખર્ચને શ્રેષ્ઠ બતાવે છે. આ એક વ્યક્તિગત જરૂરિયાતના લાભને સંપૂર્ણ 360 ડિગ્રી સપોર્ટ આપે છે, જે તેમના ખર્ચને ઘટાડે અને સ્વાસ્થ્યને સુધારે છે. વધુમાં, આ ભાગીદારી દ્વારા, એકલી ફાર્મસીસને પણ પ્રથમ વખત આ કેશલેસ વીમા નેટવર્કનો હિસ્સો બનાવવામાં આવી છે. તેનાથી તે મેડપેની સંગઠિત હાયપર લોકલ નેટવર્ક જેમાં સ્પેશ્યિલાઇઝ્ડ ડોક્ટર્સ, ફાર્મસીસ, નિદાન તથા અન્ય ઓપીડી સેન્ટર્સનું એક્સેસ મેળવી શકશે અને ફક્ત 60 મિનિટમાં જ તમારા ઘરે દવાઓની ડિલિવરી સરળતાથી થઈ જાય છે.
નવા સોલ્યુશન્સની રજૂઆત કરતાં, સંજય દત્તા, ચીફ-અંડરરાઈટીંગ, ક્લેમ્સ એન્ડ રીઈન્સ્યોરન્સ, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જણાવે છે કે વધતી મેડીકલને લગતી મોંધવારીને ધ્યાનમાં રાખતા, ગ્રાહકો આઉટ ઓફ પોકેટ ખર્ચા ચુકવીને અને વળતરની રાહ જોઈને ખુબ જ નાણાકીય બોજાનો સામનો કરે છે. આજે ગ્રાહકો જાગૃત થઈ ગયા છે અને માટે તેમની શોર્ટ ટર્મ અને લોન્ગ ટર્મ જરૂરીયાતો માટે ઓલ-રાઉન્ડ અને વન-સ્ટોપ સોલ્યુશન શોધે છે. આ નવીનત્તમ ઓપીડી સોલ્યુશન્સને જે ગ્રાહકો વધુ નાણાકીય રીતે જાગૃત છે અને તેમની હેલ્થ ઈન્સ્યોરન્સ પોલીસીને સર્વગ્રાહી ઉપયોગ થઈ શકે તેમની વધુને વધુ જરૂરીયાતને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. જે સહેલાઈથી આ ઓપીડી પ્રોડ્ક્ટ ગ્રાહકો દ્વારા એક્સેસ કરી શકાય છે તે અજોડ છે અને તે ગ્રાહકોના અનુભવના સફરમાં રહેલુ મહત્વનું અંતર દુર કરે છે.
શ્રી રવિ ચંદ્રા, કો-ફાઉન્ડર એન્ડ સીઈઓ – મેડપે જણાવે છે કે ભારતમાં ઓપીડી ઈન્સ્યોરન્સની તાતી જરૂરીયાત છે. આઈઆરડીએઆઈ નિયમનકારી સંસ્થા ઈન્સ્યોરર્સ ને ઓપીડીને કવર કરવા માટે પ્રોત્સાહીત કરે છે અને મોટાભાગના ઈન્સ્યોરર્સ જુદા જુદા પ્રકારના ઓપીડી ઈન્સ્યોરન્સ પ્રોડક્ટ્સનો પ્રયોગ કરી રહ્યાં છે. અમે એક આ ક્ષેત્રના અગ્રણી તરીકે ઈન્સ્યોરર્સને કેશલેસ ક્લેઈમ ફેસીલીટી સાથેના મોટા હાયપરલોકલ ઓપીડી નેટવર્કનો એક્સેસ આપીને સશક્ત કરી રહ્યાં છીએ. માટે, અમે કોઈપણ જાતની મુંઝવણ વગર સ્ટેન્ડ-અલોન ક્લીનીક્સ, ફાર્મસીસ અને લેબ્સને ઈન્સ્યોરન્સ પેમેન્ટ સ્વિકારવા માટે સક્ષમ બનાવી રહ્યાં છીએ.
ગ્રાહકોને એક સરળતા પૂરી પાડવા માટે આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડએ સતત નવી ટેકનલોજીની ઉમેરવાની આગેવાની કરે છે અને ડિઝીટલથી સમર્થ ટૂલ્સની સાથે ગ્રાહકોની જરૂરિયાતને પૂરી કરવા માટે નવીનતમ ટેકનોલોજી લાવે છે, જેથી તેઓ તેમના વિશ્વાસુ ગ્રાહકોને એક સરળ અને આસાન સેવાઓ ફક્ત એક સ્પર્શ પર જ પુરી પાડી શકે. કંપની તેના ગ્રાહકોને ઘણા સેવાના વિકલ્પ અને ફિચર પૂરા પાડે છે, જે તેમને તેમના ઘરની બહાર નિકળ્યા વગર જ તુરંત જ સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરે છે. આઇએલ ટેકકેર એપએ પોઇન્ટમાં એક કેસ છે. આ એપ્લિકેશન આરોગ્ય ગ્રાહકોને ઓપીડી ઉકેલ પણ પુરું પાડે છએ. તે ગ્રાહકોને ક્લેમ અ સેવા પૂરી પાડવામાં મદદ કરે છે એટલું જ નથી, પણ સેવાઓનો બુકે ઓફર કરે છે, જેમાં વોલનેસ, ટેલિકન્સલ્ટેશન અને ઘર બેઠા કાળજી સહિતની સુવિધાઓ છે. આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડએ તેના ગ્રાહકો ફક્ત એક આંગળી પર રહીને લાભોની વિશાળ રેન્જ સાથે સતત અસરકારક સુવિધા પુરી પાડવા પ્રયત્નશીલ છે. આઇએલ ટેકકેર એપએ ગ્રાહકોની આરોગ્ય અને વોલનેસ જરૂરિયાત માટેનું એક વન-સ્ટેપ ઉકેલ છે. વીમા કંપનીએ સતત એવા ઉકેલ લઈને આવે છે, જે તેના બ્રાન્ડનું એથોસ “નિભાયેં વાદે”ની સાથે સંકળાયેલી છે.