Proud of Gujarat
FeaturedGujaratINDIA

એસએમઈ (SME) માટે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનું અનોખું ઓનલાઈન બિઝનેસ પ્લેટફોર્મ.

Share

ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી સામાન્ય વીમા કંપનીઓમાંની એક આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સએ નાના અને મધ્યમ ઉદ્યોગો (એસએમઈ- SME) માટે ડિસેમ્બર 2020 માં ઓનલાઈન બિઝનેસ ઈન્સ્યોરન્સ પ્લેટફોર્મ www.sme.icicilombard.com લોન્ચ કર્યું હતું. આ નવું ઇન્ટરફેસ એસએમઈ માલિકોને વીમા પ્રોડક્ટ્સ ખરીદવા અથવા રિન્યૂ કરવા, તેમની વીમા પૉલિસીને સમર્થન આપવા અને દાવાઓની નોંધણી કરવા માટે અનુકૂળ પ્લેટફોર્મ તરીકે સેવા આપશે. આ પ્લેટફોર્મ દ્વારા, વ્યવસાય માલિકો ગ્રુપ હેલ્થ ઈન્સ્યોરન્સ, મરીન ઈન્સ્યોરન્સ, વર્કમેનનું કોમ્પેનસેશન અને ફાયર ઈન્સ્યોરન્સ (સંપત્તિ) જેવી વિવિધ વીમા પ્રોડક્ટ્સ ઓનલાઈન ખરીદી શકે છે.

આ વેબસાઈટ ઉપર વિવિધ શ્રેણીની પ્રોડક્ટ છે જે ખાસ કરીને એમએસએમઈ, સ્ટાર્ટ-અપ્સ અને વ્યક્તિગત બિઝનેસ માલિકો માટે ધંધાને લગતા જોખમોના તમામ સંભવિત ઉકેલ પૂરા પાડે છે. આ પોલિસીઓ કોઈ પણ અડચણ વગર એક બટન ક્લિક કરીને/ થોડા ક્લિક્સમાં ઓનલાઈન ખરીદી શકાય છે. એસએમઈ વેબસાઈટ ઈન્સ્ટન્ટ પોલિસી ઈશ્યુ ઓફર કરે છે, જે 100 ટકા પેપરલેસ છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ મર્ચન્ટ કવર/શોપકીપર્સ પોલિસી, પબ્લિક લાયાબિલિટી અધિનિયમ, ઔદ્યોગિક અને બિન-ઔદ્યોગિક, બાંધકામ તમામ જોખમો, એન્જિનિયરિંગ તમામ જોખમો, કોન્ટ્રાક્ટર્સ પ્લાન્ટ અને મશીનરી ઈન્સ્યોરન્સ જેવા વધુ ઉત્પાદનો આ એસએમઈ વેબસાઇટ પર સમર્થન, નવીકરણ અને દાવાની સૂચનાઓ સાથે રજૂ કરવાનું ચાલુ રાખશે.

Advertisement

એસએમઈ કંપનીઓ એ ભારતના વિકાસ ગતિની કરોડરજ્જુ છે. આ સંસ્થાઓએ તેમના પ્રમાણમાં નાના વ્યવસાયના કદને અને ગતિશીલ સ્થિતીમાં સંચાલન કરવાની બાબતને ધ્યાનમાં રાખીને અસરકારક જોખમ વ્યવસ્થાપન પદ્ધતિઓની ખાતરી કરવાની જરૂર છે. વધુમાં, કોવિડ-19 જેવી ઘટનાઓ તેમના વ્યવસાયને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે. આ પ્લેટફોર્મ વડે, નાના ઉદ્યોગો એક બટન ક્લિક કરીને સરળતાથી વિવિધ વીમા-સંબંધિત ઉકેલો મેળવી શકે છે, જેનાથી ખાતરી મળે છે કે તેમને તેમના વ્યવસાયની કામગીરીમાં થતા કોઈપણ જોખમો સામે પૂરતા પ્રમાણમાં કવચ મળ્યું છે.

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના બિઝનેસ ઈન્સ્યોરન્સ પોર્ટફોલિયોમાં મિલકતના નુકસાન, માલસામાનની હેરફેર, કાનૂની જવાબદારી, સાયબર સુરક્ષા, કર્મચારીઓ સંબંધિત જોખમો સહિત વિવિધ ક્ષેત્રોમાં વિવિધ પ્રકારના વીમા ઉકેલોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કંપની ગ્રાહકોને સેવા આપવા માટે નવીનતમ ટેકનોલોજી એટલે કે રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) વગેરે અપનાવી રહી છે.

પ્લેટફોર્મની સફળતા અંગે ટિપ્પણી કરતાં, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સંજીવ મંત્રીએ જણાવ્યું હતું કે, “આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડમાં, અમે અમારા વિવિધ પ્રકારના ગ્રાહકોને ગ્રાહક કેન્દ્રિત ઉકેલો ઓફર કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જે અમારા નિભાયે વાદેના બ્રાંડ સિદ્ધાંતને અનુરૂપ છે. એસએમઈ સેગમેન્ટ બહુવિધ જોખમો માટે પ્રમાણમાં વધુ સંવેદનશીલ છે અને મહામારીને કારણે નોંધપાત્ર રીતે અસરગ્રસ્ત છે. બિઝનેસ ઈન્સ્યોરન્સ માટેના આ પ્રકારના ઓનલાઈન પ્લેટફોર્મ સાથે, અમે એસએમઈને કોઈપણ સમયે અને કોઈપણ જગ્યાએથી સંપર્ક રહિત રીતે અમારા બિઝનેસ ઈન્સ્યોરન્સ સોલ્યુશન્સનો લાભ લેવા માટે સશક્ત કરી રહ્યા છીએ.”

દેશમાં ઈન્ટરનેટનો વ્યાપ વધતા અને તેને પરિણામે વધતા ડિજિટલ સ્વિકૃતિ વધી છે તેનો લાભ લેતા, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, આ પ્લેટફોર્મ દ્વારા, સમગ્ર ભારતમાં 63.3 મિલિયન એમએસએમઈ સુધી પહોંચવા અને તેમના વ્યવસાયોને સુરક્ષિત કરવામાં મદદ કરવા ઈચ્છે છે.

આ પહેલ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના સંદર્ભમાં વીમા ક્ષેત્રને અગ્રણી બનાવવાના અને નવીન તકનીકોના ઉપયોગ સાથે ગ્રાહક મૂલ્ય પ્રસ્તાવને પુનઃવ્યાખ્યાયિત કરવાના મોટા ઉદ્દેશ્યનો એક ભાગ છે. એસએમઈ સેગમેન્ટની બાબતે કંપની ઓટોમેશનના મુદ્દે અગ્રેસર રહી છે. તેનું સ્વચાલિત બોટ પ્લેટફોર્મ, MyRA (માય રિમોટ આસિસ્ટન્ટ) ગ્રાહકોને ઈમેલ દ્વારા પોલિસી ક્વોટ્સ પ્રાપ્ત કરવા અને બોટ દ્વારા જ વ્યવહાર પૂર્ણ કરવા માટે સક્ષમ બનાવે છે, જે તેને એક અડચણ રહિત રજૂઆત બનાવે છે.

સુચિત્રા આયરે


Share

Related posts

અરેઠી પ્રા.શાળામાં શોટઁ-સક્રિટના કારણે ભારે નુકસાન

ProudOfGujarat

માંગરોળ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે તાલુકાના ધારાસભ્ય માજી કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે આધ્યાત્મિક સંસ્થાના બહેનોનું સન્માન કરાયું

ProudOfGujarat

ભરૂચનાં ઝનોર ગામ ખાતે મચ્છી તળાવનો ઠરાવ કેન્સલ કરતા મહિલા સરપંચ પર જીવલેણ હુમલો, કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!