સમાજને પાછું આપવાના પ્રયાસમાં આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ, ભારતની એક અગ્રણી નોન-લાઈફ વીમા કંપનીએ ગંભીર બિમારીથી પિડાતા ગરીબોની સારવારને સપોર્ટ કરશે. આ પહેલની સાથે, આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ પોલિસીની ખરીદી અને રિન્યુઅલ દરમિયાન ગ્રાહકો પાસેથી દાનના રૂપમાં સ્વૈચ્છીક સમર્થન માંગશે. આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ આ દાનને તેના સીએસઆર ફંડની સાથે મેળવશે. આ ડોનેશનને ઓનલાઈન માંગવામાં આવશે અને આ રકમને ત્યારબાદ સંસ્થાને ટ્રાન્સફર કરવામાં આવશે અને કંપનીની વેબસાઈટ દ્વારા એક ઓનલાઈન પેમેન્ટ પ્લેટફોર્મ વિકસાવવામાં આવશે.
ગ્રાહકો જ્યારે ઓલાઈન કમ્પ્લિટ હેલ્થ ઇન્સ્યુરન્સ (સીએચઆઇ) પોલિસી ખરીદશે ત્યારે તેમના મૂલ્યવાન ફાળાને આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડની વેબસાઈટ પર ઉમેરી શકશે. તેઓ આ વેબસાઈટ (www.icicilombard.com) દ્વારા આ પહેલ માટે સ્વૈચ્છીક દાન પણ આપી શકશે. વેબસાઈટ તેના ગ્રાહકોને સંસ્થા સાથે જોડાવાનો વિકલ્પ આપશે, જેથી તેઓ સ્વૈચ્છિક દાન આપી શકે. આ સ્વૈચ્છિક ફાળાને ભેગો થયા બાદ, સંસ્થાના ખાતામાં નાખવામાં આવશે, જે આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડની વેબસાઈટ સાથે જોડાયેલી હશે. ત્યારબાદ, આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ પણ સંસ્થાને સમાન ફાળો પશે, જેથી મુશ્કેલ બિમારીથી પિડીત વ્યક્તિને મદદ કરી શકે.
આ પહેલ વિશે જણાવતા, શ્રી સંજીવ મંત્રી, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ કહે છે, “આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડએ હંમેશા સમાજના સારાપણા પ્રત્યે સમર્પિત છે. જીવલેણ રોગની સારવારનો ખર્ચ એક મોટો બોજ છે અને તે દર્દીની સારવાર અને સંભાળમાં ઘણીવાર નિર્ણાયક પરિબળ બની જાય છે. અમે જે કોઈપણ ઓફર સપોર્ટ કરીએ તે સત્કાર્યો પ્રત્યે એક રાસું પાત્ર ભજવે છીએ કે, અમે અસંખ્ય લોકોની જીવનની તક પૂરી પાડીએ છીએ. અમને સમર્થ કરવામાં મૂલ્યવાન ફાળો આપવા બદલ હું અમારા બધા ગ્રાહકોનો આભાર વ્યક્ત કરું છું, જે આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડના સમુદાય અને સમાજ પ્રત્યેના અમારા બ્રાન્ડના ઇથો નિભાયે વાદેને સમર્પિત રહે.”
આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડનો પ્રયત્ન હંમેશા એવો હોય છે જે તેના બિઝનેસથી આગળ વિચારીને તેમના સ્ટેકહોલ્ડર્સના સારાપણામાં યોગદાન આપવાનો પ્રયાસ કર્યો છે, જેમાં મોટાભાગના સમુદાયનો સમાવેશ થાય છએ. 2020 દરમિયાન, આઇસીઆઇસીઆ લોમ્બાર્ડએ વસ્તીના ગરીબ લોકોમાં કોવિડ-19 ના ફેલાવાને અટકાવવા માટે હેલ્થકેર સ્પેસમાં તેના અનુભવ અને સંબંધોનો સંપૂર્ણ ઉપયોગ કર્યો હતો, કેમ કે સમાજનો આ હિસ્સો વાયરસના ફેલાવા માટે વધારે પડતો સંવેદનશીલ હતો અને તેમની પાસે સ્ક્રિનિંગની સુવિધા પણ મર્યાદિત હતી. આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ દ્વારા કરવામાં આવેલી ‘કેરિંગ હેન્ડ્સ’ ની પહેલ દ્વારા તેનો હેતુ ગરીબ બાળકોને આરોગ્યની કાળજીની સુવિધા પૂરી પાડી રક્ષણ આપવાનો હતો, તો આ પ્રોજેક્ટમાં અમારા કર્મચારીઓને એવા પ્રોજેક્ટમાં સ્વયંસેવકો તરીકે જોડતી વખતે તેમને ખૂબ જ વખાણ્યા છે. આ ઝૂંબેશ વર્ષોથી ખૂબ જ વિકસતી ગઈ છે અને કર્મચારીઓની સાથે મળીને સામાજિક જવાબાદારીમાં પણ સતત ઉમેરો કર્યો છે. કંપનીએ તેની સામાજિક જવાબદારીના ભાગરૂપે આરોગ્યની કાળજી, રોડ સલામતી અને હોનારતના સહકારની રીતે ઘણા પગલા લીધા છે.
સૂચિત્રા આયરે