ઇક્વિટી અને ડેબ્ટ સેગમેન્ટમાં રોકાણ કરતા ભારતના સૌથી ઝડપથી વિકસતા ફંડ ગૃહોમાંના એક મીરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે આજે ‘મીરે એસેટ હેંગ સેંગ ટેક ઇટીએફ’ ની રજૂઆત કરવાની જાહેરાત કરી છે, જે હેંગ સેંગ ટેક ટોટલ રિટર્ન ઈન્ડેક્સની મળતી આવતી/અનુસરતી ઓપન-એન્ડેડ સ્કીમ છે અને ‘મિરે એસેટ હેંગ સેંગ ટેક ઇટીએફ ફંડ ઓફ ફંડ્સ’, એક ઓપન-એન્ડેડ ફંડ ઓફ ફંડ સ્કીમ છે જે મુખ્યત્વે મિરે એસેટ હેંગ સેંગ ટેક ઇટીએફના યુનિટ્સમાં રોકાણ કરે છે. બંને ફંડ્સ માટેની એનએફઓ 17 નવેમ્બર, 2021 ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે. મીરે એસેટ હેંગ સેંગ ટેક ઇટીએફ 29 નવેમ્બર, 2021 ના રોજ બંધ થશે અને મીરે એસેટ હેંગ સેંગ ટેક ઇટીએફ ફંડ ઑફ ફંડ 1 ડિસેમ્બર, 2021 ના રોજ બંધ થશે.
મીરે એસેટ હેંગ સેંગ ટેક ઇટીએફનું સંચાલન શ્રી સિદ્ધાર્થ શ્રીવાસ્તવ દ્વારા કરવામાં આવશે, જ્યારે મિરે એસેટ હેંગ સેંગ ટેક ઇટીએફ ફંડ ઓફ ફંડનું સંચાલન સુશ્રી એકતા ગાલા દ્વારા કરવામાં આવશે. મિરે એસેટ હેંગ સેંગ ટેક ઇટીએફ ફંડ ઓફ ફંડ રોકાણકારોને રેગ્યુલર પ્લાન અને ગ્રોથ વિકલ્પ સાથે ડાયરેક્ટ પ્લાન માટેના વિકલ્પો પણ ઓફર કરે છે. બંને યોજનાઓમાં લઘુત્તમ પ્રારંભિક રોકાણ રૂ. 5,000 અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં કરી શકાશે.
• હોંગકોંગ સ્ટોક એક્સચેન્જમાં સૂચિબદ્ધ 30 સૌથી મોટી ટેક-કેન્દ્રિત ચાઈનીસ કંપનીઓને રોકાણ પૂરું પાડે છે
• 1.8 ટ્રિલીયન યુએસ ડોલરનું માર્કેટ કેપ, તમામ બીએસઈ સેન્સેક્સ ઇન્ડેક્સ કંપનીઓના માર્કેટ કેપ કરતાં15 ટકા વધુ છે, અને 463 અબજ યુએસ ડોલરની આવક, તમામ બીએસઈ સેન્સેક્સ 30 કંપનીઓની સંયુક્ત આવક કરતાં 15 ટકા વધી જાય છે
• પોર્ટફોલિયોનો ઉદ્દેશ્ય ક્લાઉડ, એઆઈ, આઈઓટી વગેરે સહિતની બહુવિધ ટેક થીમ્સમાં રોકાણ કરવાનો છે. હેંગસેંગ ટેક ઈન્ડેક્સે 7માંથી 5 કેલેન્ડર વર્ષમાં નિફ્ટી50 ઈન્ડેક્સ કરતાં સારો દેખાવ કર્યો છે જેમાં 2019 અને 2020માં કામગીરી નોંધપાત્ર સારી રહી છે પરંતુ આજની તારીખ પ્રમાણે 2018 અને 2021માં દેખાવ નબળો રહ્યો હતો. તાજેતરના કરેક્શન્સ સાથે, ચીનની બજાર નીચા વેલ્યુએશન સામે રોકાણની આકર્ષક તક પૂરી પાડી શકે છે. હેંગ સેંગ ટેક ઈન્ડેક્સ હાલમાં તેની ઐતિહાસિક સરેરાશ કરતાં 38 ટકા ડિસ્કાઉન્ટ પર ટ્રેડ થઈ રહ્યો છે
• ટેક અને ડિજિટલ અર્થતંત્રએ ચીનના એકંદર જીડીપીમાં ઝડપથી યોગદાન આપવાનો માર્ગ મોકળો કર્યો છે. તે આગામી વર્ષોમાં દેશના જીડીપીમાં નોંધપાત્ર યોગદાન આપશે તેવી અપેક્ષા છે.
• ગ્રાહક સંચાલિત ટેક્નોલોજી કંપનીઓ પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરીને વિશ્વભરની ઘણી યુનિકોર્ન કંપનીઓને સુવિધા આપવાના સંદર્ભમાં ચીન હવે બીજા ક્રમે છે.
• હેંગ સેંગ ટેક ઈન્ડેક્સ ભારતીય રોકાણકારોને સેમિકન્ડક્ટર, સોફ્ટવેર, આઈઓટી, ગેમિંગ, ઈન્ડસ્ટ્રીયલ ઓટોમેશન, ઓટોનોમસ વ્હીકલ, હેલ્થકેર, આઈટી, ઈ-કોમર્સ, ફિનટેક, ઓનલાઈન ટ્રાવેલ વગેરે જેવા ક્ષેત્રોની વિશાળ શ્રેણી જેઓ નૂતનતા લાવવામાં અગ્રણી છે તેવા ક્ષેત્રોમાં રોકાણ કરવાની તક પૂરી પાડશે.
“આ એશિયાની સદી છે જેમાં ચીન પ્રભાવશાળી અર્થતંત્રોમાંનું એક છે, જેણે તેના ભાવિ વિકાસ માટે એઆઈ, સેમિકન્ડક્ટર્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને અન્ય મુખ્ય ક્ષેત્રોની મુખ્ય તકનીકોમાં મોટી સફળતાઓ હાંસલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. હેંગસેંગ ટેક ઈન્ડેક્સમાં તાજેતરનો કરેક્શન્સને કારણે ચીનની વિકસતી ડિજિટલ અર્થવ્યવસ્થામાં ભારતીય રોકાણકારોને રોકાણમાં વૈવિધ્યકરણ કરવા અને રોકાણ કરવાની આકર્ષક તક પૂરી પાડશે,” એમ મીરે એસેટ ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર અને સીઈઓ શ્રી સ્વરૂપ મોહંતીએ જણાવ્યું હતું.
સુચિત્રા આયરે