• આઈટીઆઈ બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસિસ ફંડ એ બેન્કિંગ અને નાણાકીય સેવાઓમાં રોકાણ કરતી ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે.
• આ ફંડ લાંબા ગાળે મૂડી વૃદ્ધિ ઈચ્છતા રોકાણકારો માટે યોગ્ય છે.
આઈટીઆઈ મ્યુચ્યુઅલ ફંડે તેની કામગીરી એપ્રિલ 2019 માં શરૂ કરી છે અને અત્યાર સુધી રોકાણકારોને સબંધી હોય તેવી 14 મુખ્ય પ્રોડક્ટ્સ રજૂ કરી છે. આ એએમસીને પરાંપરાગત વિચારસરણી દોહરાવતા રોકડ સમૃદ્ધ વેપારી ગૃહનું પીઠબળ છે. આટલા ટૂંકા સમયગાળામાં આ ગૃહે એએમસીમાં સંચાલન, કર્મચારીગણ, કાર્યપધ્ધતિ અને માળખાની સારી રચના થાય તેની તકેદારી આ ગૃહે રાખી છે જેથી તમામ રોકાણકારોને સરળતાથી રોકાણ કરવાનો લાભ લાંબા સમય સુધી મળતો રહે. ફંડ હાઉસે આ વર્ષે ઓગસ્ટ 2021 સુધીમાં રૂ. 2000 કરોડની એયુએમને પાર કરી છે.
આઇટીઆઇ મ્યુચ્યુઅલ ફંડે ‘આઇટીઆઇ બેન્કિંગ અને ફાઇનાન્સિયલ સર્વિસિસ ફંડ’ શરૂ કરવાની જાહેરાત કરી છે અને એનએફઓ 15 નવેમ્બર, 2021 ના રોજ ખુલશે અને 29 નવેમ્બર, 2021 ના રોજ બંધ થશે. અરજીની લઘુત્તમ રકમ રૂ. 5000 છે અને ત્યાર બાદ રૂ. 1 ના ગુણાંકમાં રોકાણ કરી શકાશે. ફંડનું સંચાલન પ્રદીપ ગોખલે અને પ્રતિભ અગ્રવાલ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે. એએમસીએ બેથી વધુ વર્ષની સફરમાં આ 15 મું ફંડ રજૂ કર્યું છે. ફંડ બેંકિંગ અને નાણાકીય સેવાઓમાં રોકાણ કરશે જેમાં બેંકો, વીમા કંપનીઓ, રેટિંગ એજન્સીઓ અને અન્ય કંપનીઓ સાથે વિકસતી નવી ફિનટેકનો સમાવેશ છે.
નવા એનએફઓની રજૂઆતની જાહેરાત કરતાં, આઈટીઆઈ મ્યુચ્યુઅલ ફંડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર જ્યોર્જ હેબર જોસેફ કહ્યું કે, “ભારતમાં બેન્કિંગ અને ફાઇનાન્સિયલ સર્વિસ સારી રીતે નિયંત્રિત છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં તેમાં અવિરત વૃદ્ધિ જોવા મળી છે. ફંડ હાઉસ તેના રોકાણકારોને મહેનતુ અને સંશોધન-સમર્થિત રોકાણ પ્રક્રિયા અપનાવીને અનન્ય રોકાણ અનુભવ પ્રદાન કરવાનો વિશ્વાસ ધરાવે છે. ફંડ હાઉસ એસક્યુએલ – માર્જિન ઓફ સેફ્ટી, બિઝનેસની ગુણવત્તા અને લો લીવરેજની રોકાણ ફિલસૂફીને અનુસરે છે અને તેના રોકાણકારોને શ્રેષ્ઠ રોકાણનો અનુભવ આપે છે.” ટૂંકા ગાળામાં, એએમસીએ દેશભરમાં વિતરકોનું મજબૂત નેટવર્ક અને પોતાનું ઓફિસ નેટવર્ક બનાવ્યું છે. હાલમાં દેશમાં તેની 28 શાખા મારફતે સંચાલન કરે છે.
ફંડ હાઉસની 31મી ઑક્ટોબર, 2021 મુજબ વર્તમાન એયુએમ રૂ. 2,239 કરોડ હતી. કુલ એયુએમમાંથી, ઇક્વિટી એયુએમનો હિસ્સો રૂ. 1,588 કરોડ જ્યારે હાઇબ્રિડ અને ડેટ સ્કીમનો હિસ્સો રૂ. 319 કરોડ અને રૂ. અનુક્રમે 333 કરોડ છે. એયુએમનો ભૌગોલિક વ્યાપ વૈવિધ્યસભર છે જેમાં ટોચના 5 શહેરોનો હિસ્સો 44.52 ટકા છે, પછીના 10 શહેરોનો હિસ્સો 23.31 ટકા છે, ત્યાર પછીના 20 શહેરોનો હિસ્સો 15.67 ટકા, ત્યાર પછીના 75 શહેરોનો હિસ્સો 12.90 ટકા છે અને અન્યોનો 3.57 ટકા હિસ્સો છે.
સુચિત્રા આયરે