પીજીઆઈએમ ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે પીજીઆઈએમ ઈન્ડિયા ગ્લોબલ સિલેક્ટ રિયલ એસ્ટેટ સિક્યોરિટીઝ ફંડ ઓફ ફંડની રજૂઆતની જાહેરાત કરી છે, જે પીજીઆઈએમ ગ્લોબલ સિલેક્ટ રિયલ એસ્ટેટ સિક્યોરિટીઝ ફંડમાં રોકાણ કરતી એક ઓપન-એન્ડેડ ઈક્વિટી સ્કીમ છે. આ ફંડ ભારતનું પ્રથમ વૈશ્વિક રિયલ એસ્ટેટ સિક્યોરિટીઝ ફંડ છે. એનએફઓ સબ્સ્ક્રિપ્શન માટે નવેમ્બર 15, 2021 ના રોજ ખુલશે અને 29 નવેમ્બર, 2021 ના રોજ બંધ થશે. ફંડનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ FTSE EPRA NAREIT ડેવલપ્ડ ઇન્ડેક્સ છે. સ્કીમનો પ્રાથમિક રોકાણ ઉદ્દેશ્ય પીજીઆઈએમ ગ્લોબલ સિલેક્ટ રિયલ એસ્ટેટ સિક્યોરિટીઝ ફંડના યુનિટ્સમાં રોકાણ દ્વારા લાંબા ગાળાની મૂડી સર્જનનો છે. આ ફંડ મુખ્યત્વે સમગ્ર વિશ્વમાં સ્થિત રિયલ એસ્ટેટ કંપનીઓની REITs અને ઇક્વિટી સંબંધિત સિક્યોરિટીઝમાં રોકાણ કરે છે.
વૈશ્વિક સ્તરે, રિયલ એસ્ટેટમાં એક અસ્કયામત વર્ગ અને રોકાણ તરીકે, મહામારી દરમિયાન નોંધપાત્ર બદલાવ આવ્યો છે. જેમ જેમ વિશ્વભરની અર્થવ્યવસ્થાઓ ફરી ખુલશે તેમ, હોટલ, સહાયિત રહેવાની સુવિધાઓ અને રેસ્ટોરાં જેવી મિલકતોને દબાયેલી માંગ વ઼દ્ધિનો ફાયદો થશે. મહામારીએ ક્લાઉડ કમ્પ્યુટિંગ, રિમોટ સ્કૂલિંગ, રિમોટ વર્કિંગ, ઈ-કોમર્સ, લાસ્ટ માઈલ રિટેલ વગેરે જેવા પહેલેથી જ ચાલી રહેલા વલણોને વેગ આપ્યો છે, આમ રિયલ એસ્ટેટ માટે વૃદ્ધિની તકો વિસ્તરી છે.
“વર્તમાનમાં રોકાણની તકોનો વ્યાપ વિસ્તૃત થયો છે, જેમાં રિયલ એસ્ટેટમાં થઈ રહેલા ફેરફાર અને તેને સંલગ્નિત અનુકૂળ કબજેદાર ક્ષણનું મૂડીકરણનો ઉપયોગ કેવી રીતે થાય છે, એવી કેટલીક અસ્કયામતોમાં રોકાણ કરવું કે જેને ટૂંકા ગાળાના રિપોઝિશનિંગની જરૂર હોય અને લાંબા ગાળાના કરેક્શનમાંથી પસાર થયા હોય તેવી બજારના હિસ્સાઓમાં મૂલ્ય શોધવાનો સમાવેશ થાય છે. કોવિડના નવા વેરિયન્ટની ચિંતા હળવી થવાથી , વધુ કાર્યસ્થળો અને સર્વિસ-લક્ષી ઉદ્યોગોને સંપૂર્ણ રીતે ફરીથી ખોલવાની મંજૂરી અપાતા, રિયલ એસ્ટેટ જગ્યાની માંગમાં ફરી વૃદ્ધિનો ટેકો મળવાથી ઓક્યુપાયર સેન્ટિમેન્ટ ઝડપથી પાછા ફરવાની ધારણા છે,” એમ પીજીઆઈએમ રિયલ એસ્ટેટના મેનેજિંગ ડિરેક્ટર અને વૈશ્વિક રિયલ એસ્ટેટ સિક્યોરિટીઝ બિઝનેસના વડા રિક રોમાનોએ જણાવ્યું હતું.
“ભારતીય રોકાણકારો અને સલાહકારોને યોગ્ય અને સમયસર રોકાણના વ્યૂહ લાવવાનો અમારો પ્રયાસ છે. આથી અમને આ અસ્કયામત વર્ગમાં અમારા પેરન્ટ પીજીઆઈએમની વૈશ્વિક કુશળતા રજૂ કરવામાં ગર્વ છે. તેની વિવિધ પેટા થીમ્સ જેવી કે ગ્રેડ એ કોમર્શિયલ, સેલ્ફ સ્ટોરેજ, લોજિસ્ટિક્સ, લાસ્ટ માઈલ રિટેલ, સિનિયર લિવિંગ, કોલ્ડ સ્ટોરેજ વગેરે કાં તો ભારતમાં ઉપલબ્ધ નથી અથવા વૈશ્વિક બજારોની સરખામણીમાં રોકાણ કરી શકાય તેવી સિક્યોરિટીઝના સ્તરે ઉપલબ્ધ નથી. વર્તમાન સમયામાં વ્યાજ દરો અને ફુગાવો જે સ્તરે છે ત્યાં આ વ્યૂહરચના ક્લાયન્ટ પોર્ટફોલિયોમાં આવનારા સમય માટે સ્થિતિસ્થાપકતા વધારવા માટે એક મહત્વપૂર્ણ ઉમેરો હશે, એમ પીજીઆઈએમ ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડના સીઈઓ અજીત મેનને જણાવ્યું હતું.
સૂચિત્રા આયરે