• આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડએ વ્યક્તિગત અકસ્માત વીમા કવર ઓફર કરવા માટે વેગા સાથે ભાગીદારી કરે છે. વેગા હેલમેટની દર ઓનલાઈન
ખરીદી પર ગ્રાહકો એક વ્યક્તિગત અકસ્માત પોલિસી એક્સેસ કરી શકશે.
• વ્યક્તિગત અકસ્માત વીમા પોલિસીમાં વ્યક્તિને આકસ્મિક મૃત્યુ પર રૂ. 1 લાખનો સમ ઇન્સ્યોર્ડનો લાભ મળશે.
રોગચાળાને લીધે થયેલું લોકડાઉન હવે ધીમે-ધીમે ખૂલી રહ્યું છે અને લોકો હવે સામાન્ય જીવન તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે ઘણા લોકો ટ્રાન્સપોર્ટેશન માટે તેઓ જાહેર ટ્રાન્સપોર્ટમાં જતા અચકાય છે. યુગવના ઇન્ટરનેશનલ ઓટોમોટિવ રિપોર્ટ 2021 ની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વમાં શહેરી ભારતીયોમાં જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની ઇચ્છા હવે ઓછી રાખે છે, કુલમાંથી લગભગ અડધા (49 ટકા)એ એવું કહ્યું કે, તેઓ ભવિષ્યમાં પણ જાહેર પરિવહનનો ઉપયોગ ઓછો કરશે. વ્યક્તિગત મોબિલિટીની માંગમાં ઘણો ઉછાળો જોવા મળ્યો છે અને તેને લીધે સામાન્ય લોકોને ટુ-વ્હિલર્સ ખરીદવા માટે વધુ પ્રોત્સાહન મળવાનો અંદાજ છે. ભારતમાં રોડ અકસ્માતના વધતા આંકડાને જો ટુ-વ્હિલર્સ રાઈડર્સની સંખ્યામાં વધારાની સાથે જોડીએ તો, તે સલામતી જોખમના વધતા સંકેતો દર્શાવી રહ્યા છે. આ જ નવા જોખમને ધ્યાને રાખીને, આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યુરન્સ કંપનીએ વેગા હેલમેન્ટની સાથે એક સહયોગ કર્યો છે, જેમાં વેગા હેલમેટની દર ઓનલાઈન ખરીદી પર એક વ્યક્તિગત વીમા પોલિસી પૂરી પાડવામાં આવશે, જેથી તેઓ રોડ સલામતી સંદર્ભની જાગૃતતા વધારી શકે અને રક્ષણની આદત કેળવી શકે.
આ જોડાણનો હેતુ, હેલમેટ અને વ્યક્તિગત અકસ્માત વીમા કવર દ્વારાગ્રાહકોને સલામતી અને રક્ષણ બંને આપવાનો છે. વ્યક્તિગત અકસ્માત વીમા કવરમાં રૂ. 1 લાખ સુધીના અકસ્માત મૃત્યુનો લાભ પૂરો પાડવામાં આવશે અને તેનું કવર સમગ્ર વિશ્વમાં માન્ય રહેશે.
આ સહયોગ વિશે, સંજીવ મંત્રી, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ કહે છે, “આજના વિશ્વમાં અસંખ્ય અનિશ્ચિતતાઓ રહેલી છે, ત્યારે વીમા કવચએ પહેલા કરતા ઘણું મહત્વનું બની ગયું છે. એક વ્યક્તિગત વીમા કવરએ અનિશ્ચિત ઘટાઓમાં વીમાધારક અને તેમના નજીકના લોકોને નાણાકીલ સલામતી આપે છે. વધુમાં આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડએ હંમેશા રોડ સલામતીનું મજબુત સમર્થક બની રહ્યું છે અને અમારી ‘રાઈડ ટુ સેફ્ટિ’ પહેલ હેઠળ ઘણી પ્રવૃતિ હાથ ધરી છે, જેનો હેતુ સલામતીની નિયમોની સાથે જાગૃતતા ઉભી કરવાનો છે. આ જ જુસ્સાને આગળ વધારતા, આ જોડાણ અમને અમારા એક વ્યક્તિગત સલામતીની ખાતરીનું એક ડગલું નજીક લઈ જાય છે.”
આ સહયોગ વિશે, શ્રી ગિરધારી ચંડાક, એમડી, વેગા હેલમેટ વધુમાં ઉમેરે છે, “વેગાએ સંખ્યાબદ્ધ બાઈકર્સ અને ટુ-વ્હિલર રાઈડર્સની પસંદગી રહ્યું છે, જે તેમને છેલ્લા ત્રણ દાયકાથી સલામતી અને ગુણવત્તા પૂરી પાડે છે. અમને ખુશી છે કે, આઇસીઆસીઆઇ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યુરન્સ સાથેના અમારા આ જોડાણ દ્વારા અમે બાઈકર્સને શારીરિક અને નાણાકીય સલામતી આપવા સક્ષમ બન્યા છીએ અને તેમને એક સંપૂર્ણની રક્ષણ આપી શકીશું.”
આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડનો પ્રયત્ન હંમેશા તેના બિઝનેસ કેન્દ્રિતથી આગળ વધીને તેના દરેક સ્ટેક હોલ્ડર્સનું સારું થાય તેવો રહ્યો છે, જેમાં વિશાળ કમ્યુનિટિનો પણ સમાવેશ થાય છે. આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડએ એક રાષ્ટ્રવ્યાપી કેમ્પેઇન શરૂ કરી છે, જેનો હેતુ એક્શન- કેન્દ્રિત રોડ સલામતી પ્રોગામ ઉભું કરવાનું છે, ખાસ તો, બાળકો અને તેમના માતા-પિતામાં 2016 થી અત્યાર સુધીમાં ભારતના મેટ્રો અને અન્ય મોટા શહેરોમાં લગભગ 700 જેટલા રોડ સલામતીના વર્કશોપ કર્યા છે, જેનાથી 2,00,000 થી પણ વધુ બાળકો અને તેમના માતા-પિતામાં જાગૃતતા ફેલાવી હતી. વધુમાં આ જ પ્રવૃતિના ભાગરૂપે 1,30,000 બાળકો અને તેમના માતા-પિતાએ આઇએસઆઇ માર્કા ધરાવતા બાળકો માટેના ખાસ હેલમેટ મેળવ્યા હતા. તાજેતરમાં રોડ સલામતીની એન્થેમની રજૂઆતથી આ પહેલને વધુ મજબુત બનાવી છે, જેને તે અલગ અને હૃદયસ્પર્શી રીતે લોકો સુધી પહોંચી શકશે.