• ડિજિટલી સક્ષમ હેલ્થ ઇકોસિસ્ટમ સાથે સર્વ સમાવેશક ઓફર જે 20 શહેરોમાં 11,000 થી વધુ ડોકટરો લાવવા માટે સંકલિત છે
• ફાર્મસી સર્વિસ ઝડપી સેવા પૂરી પાડે છે, એટલે કે 60 મિનિટની અંદર ઘરે ઘરે દવા પહોંચાડાશે અને ઘરે અને સેન્ટર ઉપર એમ બંને જગ્યાએ લેબ ટેસ્ટની સુવિધા
• અમારા નિષ્ણાત ડોકટરોની પેનલ દ્વારા 24 x 7 (ટેલી અને વર્ચ્યુઅલ) કન્સલ્ટેશન
• કેશલેસ ધોરણે ડોક્ટરની સલાહ, ફાર્મસી ખર્ચ, નૈદાનિક તપાસ અને નાની તબીબી પ્રક્રિયાઓ, ફિઝીયોથેરાપી સત્રો, નિવારક આરોગ્ય સંભાળ અને અન્ય મૂલ્યવર્ધિત સેવાઓનો લાભ
કોવિડ મહામારીએ આપણને આરોગ્યની સંભાળ ઉપર વધુ ધ્યાન આપતા બનાવ્યા છે. મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત મુદ્દાઓ વિશે ઘણું બધું કહેવામાં આવ્યું છે, ત્યારે એક ક્ષેત્ર કે જેના પર વધુ ધ્યાન આપવામાં આવ્યું નથી તે રોજ-બ-રોજની તબીબી સમસ્યાઓના સંદર્ભમાં લોકોને સામનો કરતા પડકારોથી સંબંધિત છે. વધુમાં, મહામારીને કારણે ઉદ્યાનો, જોગિંગ ટ્રેક, જીમ, સ્વિમિંગ પૂલ વગેરે જેવી સુવિધાઓ સુલભ નહીં હોવાથી આપણામાંના ઘણા લોકો ફિટનેસ નિયમ પાળી શક્યા નથી. દેશમાં નિયમિત તબીબી ખર્ચાઓ માટે 60%* થી વધુની રકમનો ખર્ચ કરવો પડે છે ત્યારે આ ક્ષેત્રમાં ઘણું કરવામાં આવ્યું નથી.
આ મુદ્દાને ઉકેલવા માટે ભારતની અગ્રણી ખાનગી સામાન્ય વીમા કંપનીમાંની એક, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે એક અનન્ય ઉકેલ – BeFit (તેની ILTakeCare એપ્લિકેશન દ્વારા ઉપલબ્ધ છે) રજૂ કર્યો છે . તે ગ્રાહકોને કેશલેસ ધોરણે ઓપીડી સર્વિસીસ એટલે કે ડૉક્ટર કન્સલ્ટેશન, ફાર્મસી અને ડાયગ્નોસ્ટિક્સ સેવાઓ અને ફિઝિયોથેરાપી સત્રોના લાભ પૂરા પાડે છે. આ ઉપરાંત, આ સોલ્યુશનને પગલે તેઓ અનેક વેલનેસ સર્વિસીસનો લાભ પણ મેળવી શકશે. સારા સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક શક્તિ વધારવાને મહત્વ અપાતું હોવાથી, આ સર્વસમાવેશક ઉકેલ હવે પહેલા કરતા વધુ ઉપયોગી થશે.
બીફિટ સોલ્યુશન ગ્રાહકોને તેમની સંપૂર્ણ ઓપીડી જરૂરિયાતો માટે કેશલેસ ધોરણે કવચ આપશે. ગ્રાહકો સામાન્ય, નિષ્ણાત અને સુપર-સ્પેશિયાલિસ્ટ ડોકટરો પાસેથી વ્યક્તિગત અને વર્ચ્યુઅલ કન્સલ્ટેશન મેળવી શકવા ઉપરાંત ફિઝીયોથેરાપી સત્રો માટેના કવચની શ્રેણી મેળવી શકે છે. અન્ય વધુ ર્ચાઓને પહોંચી વળવા, બીફિટની ઓફરમાં ફાર્મસી અને ડાયગ્નોસ્ટિક્સ સર્વિસીસ માટેના ખર્ચ તેમજ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે નહીં તેવી નાની પ્રોસિજર્સનો સમાવેશ છે.
સ્ટાન્ડર્ડ આરોગ્ય વીમા પૉલિસી સાથે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની BeFit લાભ પૉલિસીધારકને તેમની જરૂરિયાત મુજબ 360-ડિગ્રી સપોર્ટ પ્રદાન કરશે.
નવા સોલ્યુશનની શરૂઆત કરતા આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સંજીવ મંત્રીએ જણાવ્યું હતું કે, “કોવિડ મહામારીએ ગ્રાહકોને અહેસાસ કરાવ્યો છે કે સ્વાસ્થ્ય વીમો માત્ર હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચ માટેનું કવચ રાખવા પૂરતો નથી. રોજ-બ-રોજના ધોરણે સારા સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપતા ઉકેલો ઉપલબ્ધ હોવા પણ એટલા જ મહત્વના છે. અમારું નવું BeFit સોલ્યુશન આ મુદ્દાને ઉકેલે છે કારણ કે તે હોસ્પિટલમાં દાખલ થવાના તબક્કે પહોંચ્યા વિના, ફિટ રહેવા અને તેમની તબીબી સમસ્યાઓને પ્રારંભિક તબક્કે ઉકેલવા માંગતા ગ્રાહકોને કેશલેસ અને સંપર્ક વિનાના ઉકેલો પૂરા પાડે છે. આ વ્યાપક ઓફર ડિજિટલી સક્ષમ આરોગ્ય ઇકોસિસ્ટમ પ્રદાન કરે છે જે સમગ્ર શહેરોમાં 11,000થી વધુ ડોકટરોને લાવવા માટે સંકલિત છે. ફાર્મસી સર્વિસ તેની સાથે ઝડપી સેવા પૂરી પાડે છે, એટલે કે દવા 60 મિનિટમાં ઘરે પહોંચાડવામાં આવે છે અને ઘરે અને સેંટર ઉપર એમ બંને જગ્યાએ લેબ ટેસ્ટની સુવિધા છે. આ પ્રોડક્ટ અમારા નિષ્ણાત ડોકટરોની પેનલ દ્વારા 24 x 7 (ટેલી અને વર્ચ્યુઅલ) કન્સલ્ટેશન પણ આપે છે. અને છેલ્લે, આરોગ્ય તપાસ, આરોગ્ય જોખમ મૂલ્યાંકન, આહાર અને પોષણ પરામર્શ સત્રો અને ચેટ અને ઈ-કાઉન્સેલિંગ જેવી નિવારક આરોગ્ય સંભાળને લગતા આ તમામ લાભો અમારા તમામ ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. ટૂંકમાં, સોલ્યુશન અમારા વ્યાપક આરોગ્ય વીમા પ્રસ્તાવના છત્રમાં સંપૂર્ણ રીતે બંધ બેસે છે, જેનાથી અમારા મૂલ્યવાન ગ્રાહકોને એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન પૂરું પાડે છે.
વેલનેસ ઓફરિંગના ભાગરૂપે, ગ્રાહકો એક પ્રોત્સાહક રાઇડર વેલબિઈંગ પ્રોગ્રામ વિચારી શકે છે જે ILTakeCare મોબાઇલ એપ પર ગ્રાહકોને તેમના આરોગ્ય વર્તણૂંક બદલ રિન્યુઅલ પ્રીમિયમ ઉપર ડિસ્કાઉન્ટ અને કેટલાક આકર્ષક સોદા અને ડિસ્કાઉન્ટનો પુરસ્કાર આપશે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની પ્રતિબદ્ધતાને સાર્થક કરતાં, આરોગ્ય અને વેલનેસ પ્રોત્સાહન આપવા માટે, BeFit એક સર્વસમાવેશક ઓફર છે અને તેના લાભ તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપીને ઓપીડી અને નિવારક આરોગ્યસંભાળ ઉપરાંતની આરોગ્ય સેવાને આવરી લે છે. આ રાઈડરને હાલમાં, મુંબઈ, દિલ્હી એનસીઆર, હૈદરાબાદ, કોલકાતા, પુણે, બેંગ્લોર, ચેન્નઈ, જયપુર, નાસિક, ભુવનેશ્વર, અમદાવાદ, નાગપુર, ઈન્દોર, વિશાખાપટ્ટનમ, સુરત, ચંદીગઢ, લખનૌ, ભોપાલ, દેહરાદૂન, રાયપુર જેવા 20 સ્થળોએ લોન્ચ કરાઈ છે અને આગામી કેટલાક મહિનાઓમાં અન્ય સ્થળોએ વિસ્તારાશે.
સુચિત્રા આયરે