મિરે એસેટે વર્ષ 2008 માં ભારતમાં તેની અતુલ્ય સફર શરૂ કરી હતી અને વર્ષ 2021 માં રૂપિયા એક ટ્રિલિયન સુધી પહોંચવાનો અમને ગર્વ છે. મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડની એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ)એ રૂ. એક લાખ કરોડ (14 ઓક્ટોબર 2021 સુધી) ની મહત્ત્વની સીમા પાર કરી છે. આ અસાધારણ પ્રગતિની વાત છે જેણે મિરે એસેટને દેશમાં ઝડપથી વિકસતી નાણાકીય કંપનીઓમાંની એક બનાવી છે. છેલ્લા 5 ½ વર્ષોમાં એયુએમમાં 10 ગણી વૃદ્ધિ સાથેની યાત્રા વધુ પ્રભાવશાળી રહી છે. મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડમાં નવા ગ્રાહકોની સંખ્યામાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે જેમાં રોકાણકારના ફોલિયોએ 43.7 લાખ રોકાણકાર ફોલિયો (લગભગ 15.4 લાખ સિસ્ટમેટિક ઈન્વેસ્ટર પ્લાન (એસઆઈપી) રોકાણકારો સાથે)ને પાર કરે છે. એસઆઈપીનો પ્રવાહ પણ નોંધપાત્ર વધ્યો છે અને સપ્ટેમ્બર 2021માં તે વધીને રૂ. 796 કરોડ થયો છે.
મિરે એસેટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (ઇન્ડિયા) પ્રા. લિમિટેડના સીઈઓ સ્વરૂપ મોહંતીએ ટિપ્પણી કરતા કહ્યું કે “અમારા રોકાણકારો માટે સક્ષમ વૃદ્ધિ સાથે મિરે એસેટ ઇન્ડિયા માટે આ એક અદ્ભૂત સફર રહી છે. રૂ. 1 લાખ કરોડનું આ મહત્વપૂર્ણ સીમાચિહ્ન અમારી મુસાફરીમાં ખૂબ મૂલ્યવાન બન્યું છે કારણ કે અમે જોખમ વ્યવસ્થાપન માળખું અને ગ્રાહક કેન્દ્રિતતા જાળવીને આ સિદ્ધી મેળવી છે જે અમારા ગ્રાહકો તેમજ વિતરક ભાગીદારોનો વિશ્વાસ જીતવામાં નિમિત્ત બન્યું છે. એસઆઈપી પ્રવાહમાં વૃદ્ધિ એ અત્યંત નોંધપાત્ર સિદ્ધિ છે, કારણ કે સલાહકારો તેમજ રોકાણકારો બંને દ્વારા એસઆઈપીને આવકાર મળતાં તે કંપનીને આગળ લઈ જવામાં મદદરૂપ બની છે. અમારા રોકાણકારોને સરળ રોકાણનો અનુભવ આપવાનો અને તેમની સંપત્તિ સર્જનની યાત્રામાં મદદ કરવાનો અમારો પ્રયાસ છે. એએમસી અગાઉથી જ મજબૂતી ધરાવતી ઈક્વિટી ઉપરાંત, નિશ્ચિત આવક અને પેસિવ ઓફરિંગ પર ધ્યાન કેન્દ્રિત કરીને ભાવિ વૃદ્ધિની વ્યૂહરચના તૈયાર કરી રહી છે.”
મીરે એસેટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (ઇન્ડિયા) પ્રા. લિમિટેડ હાલમાં 8 ઇક્વિટી ફંડ્સ (રૂ .88,281 કરોડની એયુએમ), 3 હાઇબ્રિડ ફંડ્સ (રૂ. 7,211 કરોડની એયુએમ), 9 ઓપન એન્ડેડ ડેટ ફંડ્સ (રૂ. 7,146 કરોડની એયુએમ), 6 ઇટીએફ અને 4 ફંડ ઓફ ફંડ્સ ( રૂ. 2,568 કરોડની એયુએમ) સ્કીમ્સનું સંચાલન કરે છે.
મીરે એસેટ ગ્રુપ ભારતીય બજારોમાં લાંબા ગાળાની વૃદ્ધિ માટે પ્રતિબદ્ધ છે. એસેટ મેનેજમેન્ટ બિઝનેસમાં અગ્રણી ખેલાડી બનવાના તેમના ઉદ્દેશ સાથે ગ્રુપે અન્ય નાણાકીય વર્ટિકલ – બ્રોકિંગ, ધિરાણ (એનબીએફસી), ખાનગી ઇક્વિટી, રિઅલ એસ્ટેટ અને વૈકલ્પિક પ્રોડક્ટ ક્ષેત્રે પણ વ્યાપ વધાર્યો છે અને દરેક અસ્કયામત વર્ગમાં તેની પ્રોડક્ટ ઓફર વિસ્તૃત કરવાનું ચાલુ રાખ્યું છે.
સુચિત્રા આયરે