મુંબઈના આર્ટિસ્ટ ઉદય મોહિતે કંઈક આવું જ કરી દેખાડ્યું છે. તેમણે દેવીઓનાં તમામ રૂપને પોતાની તસવીરોમાં રજૂ કર્યાં છે. કોરોનાકાળમાં આપણી વચ્ચે જુદી જુદી સેવામાં કાર્યરત મહિલાઓ દેવી બનીને સામે આવી. કોઈએ ડોકટર બનીને જીવ બચાવ્યો તો કોઈએ પોલીસકર્મચારીના રૂપમાં લોકોની મદદ કરી.
Advertisement
કોઈ ઘરની આજુબાજુ સફાઈ કરીને કોરોના વૉરિયર બની તો કોઈએ મુશ્કેલ સમયમાં ખેતી કરીને અન્નની ઊણપ ન થવા દીધી. ઉદય મોહિતેના આ ફોટોઝને ‘ઓફિશિયલ સોશિયલ સમોસા’ના ઈન્સ્ટાગ્રામ પેજ પર નવરાત્રિના સમયે પોસ્ટ કરવામાં આવ્યા છે. મુંબઈમાં રહેતા એક્ટર ઉદયે આ ફોટોઝ થોડા સમય પહેલાં મહિલા કોરોના વૉરિયર્સના સન્માનમાં તૈયાર કર્યા હતા.