Proud of Gujarat
FeaturedEntertainmentINDIA

લગ્નના 4 વર્ષ બાદ સામંથા અક્કીનેની અને નાગા ચૈતન્યનો તુટ્યો નાતો: સમાંથાને મળશે 50 કરોડ રૂપિયા

Share

આગ વિના ધુમાડો ન હોય એ ન્યાયે કોઈ સ્ટાર કપલનું લગ્નજીવન ખરાબે ચડ્યું હોય ત્યારે તેના સમાચારો ‘સૂત્રો’ના હવાલાથી વહેતા થઈ જાય છે. પછી એક તબક્કે વાત પર સત્તાવાર સ્વીકૃતિની મહોર લાગતી હોય છે. સાઉથના સુપરસ્ટાર કપલ સમાંથા રૂથ પ્રભુ અને નાગ ચૈતન્યના લગ્ન વિશે પણ ચાલતી આવી જ અટકળોનો હવે અંત આવ્યો છે. બંનેએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને પોતાના છૂટાછેડાની સત્તાવાર જાહેરાત કરી છે. આ રીતે ચાર જ વર્ષમાં આ હાઇ પ્રોફાઇલ કપલનાં લગ્નજીવનનો અંત આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી એવા અહેવાલો સામે આવી રહ્યા હતા કે સામંથા અક્કીનેની અને નાગા ચૈતન્ય વચ્ચે કઈ ઠીક નથી ચાલી રહ્યું. તે જ સમયે, હવે અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર નાગા ચૈતન્યથી અલગ થવાની સત્તાવાર જાહેરાત કરી છે. સામંથાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ મૂકી છે જેમાં તેણે અલગ થવાના સમાચાર પર મહોર લગાવી છે.

બંનેએ પોતપોતાનાં સોશિયલ મીડિયા હેન્ડલ પરથી એક જ પોસ્ટ શૅર કરીને લખ્યું કે, ‘અમારા બધા જ શુભચિંતકો સાથે ચર્ચા-વિચારણા કર્યા પછી મેં અને ચાઈ (નાગ ચૈતન્ય)એ પોતપોતાના અલગ રસ્તા પસંદ કરવાનું નક્કી કરી લીધું છે. એક દાયકાથી અમારી મૈત્રી અમારા સંબંધનો પાયો બની રહી હતી, તે બદલ અમે ખુશનસીબ છીએ. અમને વિશ્વાસ છે કે અમારી વચ્ચે એક સ્પેશિયલ બોન્ડ જળવાઈ રહેશે.’ સામંથાએ ઈન્સ્ટાગ્રામ પરની પોસ્ટમાં લખ્યું- ‘અમારા બધા શુભે ચિંતકો માટે…ઘણા વિચાર-વિમર્શ પછી નાગા ચૈતન્ય અને હું એકબીજાથી અલગ થઈ રહ્યા છીએ. અમારા સંબંધોમાં સૌથી ખાસ વસ્તુ અમારી મિત્રતા હતી. આશા છે કે અમે અલગતા પછી પણ મિત્રતાના આ સુંદર બંધનને શેર કરીશું. અમે અમારા ચાહકો, શુભેચ્છકો અને મીડિયાને વિનંતી કરીએ છીએ કે આ મુશ્કેલ સમયમાં અમને ગોપનીયતા આપો. તમારા સપોર્ટ માટે આપ સૌનો આભાર. ‘

Advertisement

Share

Related posts

ભરૂચ : ખેડૂત પ્રશ્નોનું એક મહિનામાં નિરાકરણ જાહેર કરવા ખેડૂતોની કલેકટરને ઉગ્ર રજૂઆત.

ProudOfGujarat

રક્તદાનની જાગૃતતા ફેલાવતા દિલ્હીના કિરણ વર્મા વડોદરા આવી પહોંચ્યા.

ProudOfGujarat

પ્રકાશનું પર્વ દિવાળી પહેલા જ ગુજરાતના આ ગામમાં ૧૦ દિવસથી અંધારપટ, મુમતાઝ પટેલે દુઃખ વ્યક્ત કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!