Proud of Gujarat
FeaturedGujaratINDIA

અરિઆએ રોકાણકાર માટેનું એક ઓનલાઇન સપોર્ટ હેલ્પડેસ્ક #ARIAtrulycares શરૂ કર્યું.

Share

સેબી દ્વારા રોકાણ સલાહકાર નિયમોની રજૂઆત પછી રોકાણ સલાહકાર સમુદાયના વિકાસને ટેકો આપવા માટે વર્ષ 2017-18માં એસોસિયેશન ઓફ રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ (ARIA- અરિઆ)ની રચના કરવામાં આવી હતી.

અરિઆએ તેની પહેલ #ARIATrulyCares ની આજે શરૂઆત કરી હતી, તેનું ઉદ્ઘાટન ભારતના નાણાકીય ક્ષેત્રના જાણીતા અગ્રણી શ્રી કે.વી. કામથે કર્યું અને તેનું રોકાણકારની હિમાયત માટેનું પહેલું શ્વેતપત્ર – ‘રિઈમેજિનીંગ નોમિનેશન્સ – મેકિંગ સક્સેશન સ્મૂધર એન્ડ સિમ્પલર’ પ્રકાશિત કર્યું – જેનું લેખન આઇસીઆઇસીઆઇ બેન્કના ગ્રુપ જનરલ કાઉન્સેલ શ્રી પ્રમોદ રાવ દ્વારા તેમની વ્યક્તિગત ક્ષમતા મુજબ કર્યું છે.

Advertisement

અરિઆની #ARIAtrulycares પહેલ રોકાણકાર પરિવારો, સાથી નાણાકીય સલાહકારો અને સમુદાયને ચોક્કસ પડકારો અથવા પરિસ્થિતિઓના આધારે નાણાકીય બાબતોમાં મદદ કરવા માટેની છે, જેમ કે રોકાણકારના મૃત્યુ બાદ સંપત્તિના (વિવિધ અસ્કયામત વર્ગોમાં) ટ્રાન્સફર સંબંધિત પ્રક્રિયાઓ. આ પહેલ આ પ્રક્રિયાઓના સ્ટાન્ડર્ડાઈઝેશન માટે અગ્રણી હિમાયત ઉપર પણ કેન્દ્રિત છે. તેનો હેતુ રોકાણકારને તમામ જરૂરી માહિતી એકસાથે લાવવાનો છે – જેમાં વિવિધ નાણાકીય સંસ્થાઓ, બેન્કો વગેરે દ્વારા અનુસરવામાં આવતી પ્રક્રિયાઓને ધ્યાનમાં રાખવાની બાબતોનો સમાવેશ છે.

તમામ અસ્કયામત વર્ગ માટે એક જ સ્થળે અધિકૃત રોકાણકાર-સંબંધિત માહિતી પૂરી પાડવા ઉપરાંત, આ પહેલ અરિઆ વોલિયેન્ટર્સ દ્વારા ચોક્કસ રોકાણકાર/ રોકાણ સલાહકાર સંબંધિત પ્રશ્નોના ઉકેલ માટે એક સમાયોજિત હેલ્પડેસ્ક – ariatrulycares@aria.org.in પણ પૂરું પાડે છે.

#ARIAtrulycares અંતર્ગત નિયમો અને પ્રક્રિયાઓમાં વિભિન્ન તત્વોને પણ પ્રકાશિત કરવાની પણ આશા છે જેથી ઔદ્યોગિક અને નીતિ વિષયક સ્તરે પણ ઉકેલ લાવી શકાય. તેની પ્રથમ હિમાયતી પહેલ તરીકે, અરિઆએ એક શ્વેત પત્ર રજૂ કર્યું છે જેનું શીર્ષક છે, ‘રિઈમેજિનીંગ નોમિનેશન્સ: મેકિંગ સક્સેશન સ્મૂધર એન્ડ સિમ્પલર’ જે નાણાકીય સંપત્તિઓ માટે નોમિનેશન સુવિધાઓ વિશે સમજ પૂરી પાડે છે, નાણાકીય અસ્કયામતો રોકાણકારો અને મુખ્યત્વે તેમના પરિવારો અને અનુગામીઓના જીવનને સરળ અને સરળ બનાવવા માટે સમગ્રતયા જરૂરી પગલાં (વૈચારિક ફેરફારો તેમજ પ્રક્રિયાઓ અને કાયદા સહિત) નો ઉલ્લેખ કરે છે.

આ પગલાં એવા પરિવારો, કાનૂની વારસદારો અને અનુગામીઓને મદદ કરશે જેમના કોઈ આપ્તજનના સ્વર્ગવાસથી તેઓ દુખી છે અને તેમને જરૂરિયાતના સમયે નાણાકીય સંપત્તિઓ મેળવવા માટે એક સરળ પ્રમાણભૂત પ્રક્રિયાની આવશ્યકતા છે. આ શ્વેતપત્ર શ્રી પ્રમોદ રાવે અરિઆના ઇનપુટ્સ સાથે લખ્યું છે. શ્વેત પત્રમાં બેંક ખાતાઓ, બેંક સેફ ડિપોઝિટ લોકર, ડીમેટ ખાતા અને મ્યુચ્યુઅલ ફંડ પર ધ્યાન કેન્દ્રિત કરતા સ્પોટલાઇટ પેપર્સ પણ છે. આ શ્વેતપત્રની પ્રસ્તાવના કે. વી. કામથે લખી છે, જે આજના વિશ્વમાં આવી પહેલની જરૂરિયાત માટે સંદર્ભ સ્થાપિત કરવામાં મદદ કરે છે.

ઉદઘાટન પ્રસંગે બોલતા ન્યૂ ડેવલપમેન્ટ બેન્કના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી કે.વી. કામથે જણાવ્યું હતું કે, “આ મુશ્કેલ સમયમાં અરિઆ દ્વારા શરૂ કરાયેલ #ARIATrulycares પહેલ પ્રશંસનીય છે. પોતાના કોઈ પ્રિયજનને ગુમાવ્યા પછી નાણાકીય બાબતોમાં સહાય મેળવવા માટે સંઘર્ષ કરી રહેલા લોકોને મદદ કરવી ખરેખર મહત્વની છે. મને વિશ્વાસ છે કે રોકાણકારો અને રોકાણ સલાહકારો માટે અધિકૃત સંસાધન વિકસાવીને અરિઆ એક મોટી જરૂરિયાત પૂરી કરી રહી છે જે આજની ઝડપથી વધતી રિટેલ રોકાણકાર ઇકોસિસ્ટમની જરૂરિયાત છે.”

વ્હાઈટ પેપરના વિમોચન સમયે બોલતા આઈસીઆઈસીઆઈ બેંકના ગ્રુપ જનરલ કાઉન્સેલ પ્રમોદ રાવે જણાવ્યું હતું કે, “અરિઆની આ મહત્વની પહેલમાં સહભાગ બનવા બદલ મને આનંદ થયો છે જેનો હેતુ રોકાણકારના વ્યાપક સમુદાયને ટેકો આપવાનો છે. આ શ્વેત પત્ર નીતિ વિષયક હેતુઓને રેખાંકિત કરવાનો પ્રયાસ કરે છે, કોઈપણ નાણાકીય અસ્કયામની કેટેગરીની નોમિનેશન સુવિધાઓના અજ્ઞેયવાદી પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને નાણાકીય ગ્રાહકો અને તેમના અનુગામીઓ માટે આ સુવિધાઓને સમૃદ્ધ બનાવવા, સુધારવા અને અપગ્રેડ કરવા માટે પગલાં સૂચવે છે. તે સાથેના સ્પોટલાઇટ પેપર્સ શરૂઆતમાં બેંક એકાઉન્ટ્સ, બેન્ક સેફ ડિપોઝિટ લોકર, ડીમેટ એકાઉન્ટ્સ અને મ્યુચ્યુઅલ ફંડ્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, અને અરિઆ દ્વારા બહાર પાડવામાં આવેલી અનુગામી શ્રેણીમાં આગળ જતાં અન્ય અસ્કયામત વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

શ્વેતપત્ર માટે પ્રસ્તાવના લખનાર શ્રી કામથે ઉમેર્યું હતું કે, “અમે સંબંધિત અધિકારીઓને વિનંતી કરીએ છીએ કે તેઓ નામાંકન સુવિધાઓના મૂલ્યાંકન માટે શ્વેતપત્રમાંની ભલામણો ધ્યાનમાં લે કારણ કે નાણાકીય ગ્રાહકો અને તેમના અનુગામીઓને તેનો ઘણો લાભ થશે.”

આ પ્રસંગે બોલતા, અરિઆના ચેરમેન શ્રી લોવઇ નવલખીએ કહ્યું કે, “અમારી #ARIAtrulycares પહેલ સાથે, અમે લોકોને નાણાકીય રેકોર્ડ, અસ્કયામતોના ટ્રાન્સફર અને લાભદાયી નામાંકિત પ્રક્રિયાઓ વિશે માહિતી અને સહાય આપવા માટે પ્રતિબદ્ધ છીએ. વધુમાં, અરિઆ ના સભ્યો આ હેલ્પડેસ્ક દ્વારા રોકાણકારોને મદદ કરવા માટે તેમની કુશળતા પ્રમાણે કામ કરશે. અરિઆ ભારતમાં રોકાણકારો માટે મજબૂત સપોર્ટ ઇકોસિસ્ટમના વિકાસને સુનિશ્ચિત કરવા માટે જરૂરી મહત્વની ભૂમિકાને પારખે છે અને શ્રી કામથ અને શ્રી રાવ જેવા વિચારશીલ અગ્રણીઓના પ્રોત્સાહન અને સમર્થન માટે આભારી છે. તમામના સહયોગમાં અમે ભારત માટે રોકાણ લાભદાયી અને અનુકૂળ બનાવશું.”

સુચિત્રા આયરે


Share

Related posts

સરપંચ પરિષદનાં પ્રમુખે રાજ્યનાં આરોગ્ય મંત્રીને રૂબરૂ મુલાકાત કરીને રાજપીપળા જનરલ હોસ્પિટલમાં દર્દીઓને પૂરતી સુવિધા ના હોવાના બાબતે રજૂઆત કરવામાં આવી.

ProudOfGujarat

રાજપીપળામાં કમોસમી ધોધમાર ભારે વરસાદથી ખેડૂતો ચિંતિત…

ProudOfGujarat

ભરૂચ : પાંચબત્તી ખાતે જનજાગૃતિ અભિયાન દ્વારા નગરપાલિકા પર કરાયા આક્ષેપ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!