2021 માં લોકોના જીવનમાં વિશાળ બદલાવ આવ્યો છે અને ચાલી રહેલા રોગચાળા દરમિયાન આરોગ્યપ્રદ જીવન સ્વીકારી રહ્યા. આનાથી ગ્રાહકોના નવા સમૂહ સામે આવ્યો છે, જેઓ સુખાકારી સંબંધિત ઉત્પાદનો તથા એપ્સ દ્વારા સ્વસ્થ્ય લેવા માટે સક્રિય છે. આમાં તેમના શારિરીક તથા માનસિક આરોગ્યની દેખરેખ રાખવા માટે નિયમિતતાને જાળવવાની માંગનો સમાવેશ છે, જેમાં ટેકનોલોજીથી સશક્ત એપ્સની પસંદગી કરવાની સાથોસાથ વર્ચ્યુઅલ તથા ભૌતિક સ્વરૂપોમાં માર્ગદર્શન આપવા માટે ટેકનોલોજી સંચાલિત એપ્લિકેશન્સ તથા વોલનેસ કોચને પસંદ કરી શકે છે. એક આરોગ્યપ્રદ લાઈફસ્ટાઈલને જીવંત રાખવા માટે આ વિશ્વ હૃદય દિન નિમિતે, આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ રજૂ કરે છે, એક નવું કેમ્પેઈન,જે તેમના મુખ્ય હેલ્થ અને વેલનેસ એપ ‘આઇએલ ટેકકેર’માં તેના નવા ફિચર ‘કેલ સ્કેન’ને રજૂ કરશે.આ અલગ કેમ્પેઈન દ્વારા, કંપનીએ 2021 માટે વર્લ્ડ હાર્ટ ફેડરેશન થીમને જીવંત કરશે, જેમાં ડિઝીટલ હેલ્થ પાવર પર ધ્યાન કેન્દ્રિત કરી, કાર્ડિયોવાસ્ક્યુલર રોગ સંબંધીત કાળજી તથા તેનું ધ્યાન કેવી રીતે રાખવું તે અંગે જાગૃતતા લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કેમ્પેઈનમાં બે એડફિલ્મ્સ સમાવિષ્ય છે, જેનો હેતુ રોગચાળા દરમિયાન બેઠાડુ જીવન અને આંશિક ઉશ્કેરાટની વચ્ચે ખોટી ભોજનની આદતો અને વધુ કેલેરીના ઉપયોગને બાદ કરીને કઈ રીતે યોગ્ય માત્રામાં કેલેરી લઈ શકાય તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
આ કેમ્પેઈન દ્વારા દર્શકોને આરોગ્યપ્રદ કરવાના હેતુથી તૈયાર કરવામાં આવેલી પ્રથમ એડ ફિલ્મએ એક એવા સીન સાથે ચાલુ થાય છે, જ્યાં એક પરંપરાગત હલવાઈની દુકાનમાંથી એક વ્યક્તિ સમોસા ખરીદે છે. સમોસા પેકિંગ કરવાની સાથે દૂકાનદાર ગ્રાહકને તેને ખરીદેલી વસ્તુની કિંમતને બદલે તેને ખરીદેલી કેલેરી કાઉન્ટ કહે છે. ત્યારબાદ બે સમોસા વધુ ઉમેરીને તેમના કેલેરી કાઉન્ટને એક રાઉન્ડ ફિગરે પહોંચાડે છે. આમ ગ્રાહક એક નિશ્ચિત કેલેરીની ગણતરી બતાવે છે, પછી સમોસા લઇ ખુશીથી જાય છે. બીજી એડમાં એક ફૂડ ડિલિવરી કરતો છોકરો ફૂડ ડિલિવરી કરે છે અને ગ્રાહકના ફૂડના ઓર્ડર પ્રમાણે ચોક્કસ કેલેરી સ્કોર તેને દર્શઆવે છે. બંને એડના અંતે એવું દર્શાવવામાં આવે છે કે, આપણા ફૂડના વિક્રેતાઓ આપણે કેટલું ફૂડ ખાધુ તેને આધારીત કેલેરી કહી શકતા નથી, તેથી જ આપણે આઇએલ ટેકકેર એપના નવા ફિચર ‘કેલેરી સ્કેન’ની જરૂરિયાત રહે છે, જેથી ગ્રાહકો તેમની કેલેરીની વ્યક્તિગત જરૂરિયાતને સમજી શકે અને તેને અનુસાર વધારાની કેલેરી બાળી શકે. આ ફિલ્મ દ્વારા દર્શકોને તેમના પૈસાની રીતે નહીં, પણ ભોજનમાં કઈ રીતે બદલાવ લાવવો જોઈએ તેનું માર્ગદર્શન મળી રહે છે એટલું જ નહીં પણ તેમને કેટલી કેલેરીનો ઉપયોગ કર્યો તેની માહિતી પણ મળી રહે છે.
કેમ્પેઇન વિશે સંજીવ મંત્રી, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યુરન્સ કહે છે, “રોગચાળાને લીધો લોકો આરોગ્યપ્રદ જીવનશૈલી તરફ વળ્યા છે, ત્યારે આપણા સંપૂર્ણ આરોગ્યના પ્રયત્નમાં એક માપદંડનો ઉમેરો કરવો પણ જરૂરી છે. તાજેતરમાં વોલનેસ અને આરોગ્ય-કેન્દ્રિત એપ ના ઉપયોગમાં નોંધપાત્ર વધારાને ધ્યાને રાખીને જ, અમે પણ ‘કેલેરી સ્કેન’ના નવા ફિચરને રજૂ કરીએ છીએ, જે એક કાઉન્ટરની સાથોસાથ વપરાશકર્તાને તેમના કેલેરી બજેટનું પણ સુચન આપશે. આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડનો હેતુ અમારા ગ્રાહકોને એક સંપૂર્ણ કવરેજ આપવાનો જ નથી, પણ તેમને નવીનતમ ઉકેલ આપવાનો છે, જેથી તેઓ ગ્રાહકોના વોલનેસ પ્રવાસમાં પણ ભાગીદાર બની સેવા આપી શકે.
વીમાદાતાએ લોકોના સ્વાસ્થ્યને જોવાની સકારાત્મક્તા અને લાંબાગાળાના પરિવર્તન લાવવાના તેમના સંકલ્પને ધ્યાને રાખવા માટે આઇએલ ટેકકેર એપને રજૂ કરી હતી. અત્યાર સુધી આ એપથી 8.5 લાખ ગ્રાહકોને લાભ મળ્યો છે અને તે આઇએલ હેલો ડોક્ટર, ઓનલાઈન મેડિસિન ડિલિવરી, બાય પોલિસી, વર્ચ્યુઅલ ડોક્ટર (કોર્પોરેટ્સ માટે)અને બીજી ઘણી સેવાઓ આપી રહ્યું છે. કંપનીએ તેના હેલ્થ અને વેલનેસ બાજુ શ્રેષ્ઠ ઓફર પૂરી પાડવા માટે પ્રયત્નશીલ છે અને આ નવા ફિચરની સાથે વીમા દાતાએ તેના ગ્રાહકોને તેમના આરોગ્યની સંભાળ રાખવા માટે પ્રોત્સાહિત કરે છે. આ વર્ષે, લોકોએ તેમના શારીરિક સ્વાસ્થ્ય તથા સમગ્ર વેલનેસ અંગે થોડી જાગૃતતા બતાવી છે, ત્યારે આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ પણ હળવાશભરી ફિલ્મો દ્વારા કાર્ડિઓવાસ્ક્યુલર રોગના ગંભીર વિષયને સંબોધશે. આ એડ ફિલ્મએ કંપનીના સોશિયલ મીડિયા ચેનલ્સ પર પ્રમોટ થઈ રહી છે.
આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડની ક્રિએટિવ અને એજન્સીઓગિલ્વિ દ્વારા કોન્સેપ્ચ્યુલાઈઝ્ડ, આ એડ ફિલ્મએ આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડના સોશિયલ મીડિયા એસેટ્સ તથા ડિઝીટલ પ્લેટફોર્મ પર પ્રમોટ કરવામાં આવી છે.
આ પ્રસંગે, તાલ્હા બિન મોહસિન અને મહેશ પરબ, ઇસીડી, ઓગિલ્વિ ઇન્ડિયા જણાવે છે, “આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ વર્લ્ડ હાર્ટ ડે અભિયાનમાં લોકોને તેમના સારા સ્વાસ્થ્ય માટેના પડકારો પ્રત્યે સભાન બનાવવાના હેતુથી કરવામાં આવેલા કામોનો એક લાંબો ઇતિહાસ ધરાવે છે. આ વર્ષે પણ અમે તેને આગળ વધારતા એક નવું જ પ્રકરણ લઈને આવ્યા છે, આ પ્રવાસમાં અમે સર્વગ્રાહી વેલનેસ પ્રવાસમાં તેમને જોડાવા વિનંતી કરી રહ્યા છીએ. તેમને ફક્ત તેમની કેલેરીની ગણતી કરવામાં મદદ કરી રહ્યા છીએ એટલું જ નથી, પણ તેમને કેલેરી બાળવામાં તથા નિયમિત રીતે ચુસ્ત રહેવામાં પણ મદદરૂપ થાય ટેવી ટિપ્સ આપી રહ્યા છીએ.”
સૂચિત્રા આયરે