Proud of Gujarat
FeaturedGujaratINDIA

અક્ષય કુમારનાં માતા અરુણા ભાટિયાનું નિધન : એક્ટરે ઇમોશનલ પોસ્ટ શૅર કરી.

Share

આજે સવારે બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની માતાનું અરુણા ભાટિયાનું મૃત્યુ થયું છે. અક્ષયે સોશિયલ મીડિયા પર ઈમોશનલ નોટ શૅર કરીને આ વાતની જાણકારી આપી. આવતીકાલે એટલે કે 9 સપ્ટેમ્બરે અક્ષય કુમારનો 54 મો જન્મદિવસ છે, એના એક દિવસ પહેલાં તેની માતાનું અવસાન થયું. અરુણા ભાટિયાએ હીરાનંદાની હોસ્પિટલમાં આજરોજ સવારે છ થી સાતની વચ્ચે અંતિમ શ્વાસ લીધા હતા. અરુણા ભાટિયાને શુગરનો પ્રોબ્લેમ હતો.

અક્ષયે પોસ્ટમાં લખ્યું, ‘તેઓ મારો મહત્વનો ભાગ હતાં. તેમની વિદાયથી આજે મને અસહનીય દુઃખ થઇ રહ્યું છે. મારી માતા શ્રીમતી અરુણા ભાટિયાએ આજે સવારે દુનિયાને અલવિદા કહ્યું. તેઓ બીજી દુનિયામાં મારા પિતા સાથે ચાલ્યાં ગયાં. હું તમારી પ્રાર્થનાઓનું સન્માન કરું છું. હાલ હું અને મારો પરિવાર મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યો છે. ઓમ શાંતિ.’

Advertisement

તેમની માતાની તબિયત ઘણા દિવસથી ખરાબ હતી અને તેમને મુંબઇની હીરાનંદાની હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. પરિવારના આગ્રાહ પર હોસ્પિટલે અરુણા ભાટીયાની ટ્રીટમેન્ટ ડિટેલ્સ જાહેર નથી કરી. શુક્રવારની સાંજે તેમની માતાને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. અક્ષય કુમાર તેમની માતાથી ખૂબ નજીક હતા. જ્યારે તેમની માતાની તબિયતની ખબર મળી તેઓ લંડનથી તરત જ મુંબઇ પરત ફર્યા હતા.


Share

Related posts

આમોદની ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં પદવીદાન સમારંભ યોજાયો

ProudOfGujarat

મહીસાગર જિલ્લામાં સંધરી ગામે પૈસાની લેતી દેતીની તકરારમાં વૃદ્ધની કરપીણ હત્યા.

ProudOfGujarat

વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ઝઘડીયા તાલુકાના નાનાસાંજા ગામે આવી પહોંચતા ગામલોકો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!