મુંબઇના ઓશિવિરામાં આજે એક્ટર સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં. તેમને અંતિમ વિદાય સમયે બહેન માતા ભાંગી પડ્યાં. ચોધાર આંસુ સાથે આપી વિદાય 40ની ઉંમરમાં સિદ્ધાર્થ શુક્લાનું 2 સપ્ટેમ્બરના રોજ હાર્ટ-અટેકથી મૃત્યુ થયું હતું. 2 સપ્ટેમ્બરના રોજ સવારે સાડાદસ વાગે કૂપર હોસ્પિટલે આ એક્ટરને મૃત જાહેર કર્યો હતો. હોસ્પિટલના ડૉક્ટર્સે ડેથ બિફોર અરાઇવલ જાહેર કર્યું હતું. ત્યાર બાદ સાડાત્રણ વાગે સિદ્ધાર્થનું પોસ્ટમોર્ટમ શરૂ કરવામાં આવ્યું હતું અને એ સાડાઆઠ વાગ્યા સુધીમાં પૂરું થયું હતું. સિદ્ધાર્થના અંતિમસંસ્કાર 3 સપ્ટેમ્બરના રોજ અઢીથી પોણાત્રણની આસપાસ ઓશિવારા સ્મશાનઘાટમાં કરવામાં આવ્યા હતા. અંતિમસંસ્કારની પૂજામાં શેહનાઝ ગિલ પણ બેઠી હતી. તેણે પણ અંતિમ પૂજા કરી હતી.
કૂપર હોસ્પિટલે એક વાગ્યાની આસપાસ સિદ્ધાર્થનો મૃતદેહ પરિવારને સોંપ્યો હતો. સિદ્ધાર્થ શુક્લાનો પાર્થિવદેહ કૂપર હોસ્પિટલથી જ ઓશિવારા સ્મશાન ઘાટ લઈ જવામાં આવ્યો હતો. અહીં બ્રહ્માકુમારી સાથે જોડાયેલા 4 લોકોએ પોતાના રીત-રિવાજ પ્રમાણે અંતિમસંસ્કાર કર્યા હતા. સિદ્ધાર્થ શુક્લાની માતા રીટા શુક્લાએ મુખાગ્નિ આપ્યો હતો. આ સમયે દરેકની આંખો રડી પડી હતી. ઉલ્લેખનીય છે કે આ જ સ્મશાનમાં ‘બાલિકાવધૂ’ ફૅમ પ્રત્યુષા બેનર્જીના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.
એક્ટર સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કાર બ્રહ્મ કુમારી સમાજની વિધિથી કરવામાં આવ્યા હતા.અંતિમ સંસ્કારમાં બ્રહ્મ કુમારી સમાજનના 2 લોકો જોડાયા હતા. ટીવી સ્ટાર સિદ્ધાર્થ આજે પંચતત્વમાં વિલન થઇ ગયા. અંતિમ સંસ્કાર માટે તેમની માતા અને બહેન કારમાં બેસીને રવાના થયા હતા જેમની હાલત ખૂબ જ ખરાબ હતી. બંને ખૂબ જ શોકમગ્ન સ્થિતિમાં જોવા મળ્યાં. સિદ્રાર્થની ખાસ મિત્ર શહનાઝ ગિલ પર અંતિમ યાત્રામાં જોડાઇ હતી.
શહેનાઝ ગિલની હાલ પણ ખૂબ જ ખરાબ હતી. તેમણે અંતિમ સંસ્કાર સમયે સુદ્ધબુદ્ધ ગુમાવતા,. તેમને સંભાળવી મુશ્કેલ બની હતી. ચોધાર આસું સાથે તેમણે તેમના નજીકના મિત્ર સિદ્રાર્થ સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કાર સમયે તેમના નજીકના તમામ લોકો પહોંચ્યાં હતા. અંતિમ સંસ્કારમાં જવા માટે માત્ર 100 લોકોની પરમિશન હતી પરંતુ ઓશિવારા સ્મશાનની બહાર બહુ ભીડ હતી. અંતિમ સંસ્કાર જ્યાં થઇ રહ્યાં હતા ત્યાં તેમના નજીકના મિત્રો પહોંચ્યાં હતા.
મુંબઇના ઓશિવિરામાં આજે એક્ટર સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં. તેમના અંતિમ સંસ્કારમાં પરિવારને સાંત્વના અપાવા તેમના નજીકના મિત્રો પહોંચ્યાં હતા. ખૂબ જ ગમગીમ મહોલ વચ્ચે સિદ્ધાર્થને અંતિમ વિદાય અપાઇ.