લોકપ્રિય ટીવી અભિનેતા અને ‘બિગ બોસ 13’ વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું નિધન થયું છે. સિદ્ધાર્થને હાર્ટ એટેક આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે સિદ્ધાર્થ શુક્લા રાત્રે દવાઓ લઈને સુતો હતો. પરંતુ કઈ દવા લેવામાં આવી તે અંગે કોઈ માહિતી મળી નથી. સિદ્ધાર્થ શુક્લનો મૃતદેહ હાલમાં મુંબઈની કૂપર હોસ્પિટલમાં છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્યાં પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
ફિલ્મ અને ટીવીના જાણીતા અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી નિધન થયું છે. સિદ્ધાર્થ શુક્લાની ઘણી ફેન ફોલોઈંગ હતી. આ દિવસોમાં તે તેની કારકિર્દીની ટોચ પર હતો. સિદ્ધાર્થે જાણી ફિલ્મો, ઘણી ટીવી સિરીયલ્સમાં કામ કર્યું હતું. બિગ બોસ-13ના વિનર રહ્યાં હતા સિદ્ધાર્થ શુક્લા. સિદ્ધાર્થ શુક્લાએ અનેક ફિલ્મો અને ટીવી સિરીયલોમાં કામ કરીને ખુબ લોકચાહના મેળવી હતી. બાલિકા વધૂ સિરીયલમાં શિવના પાત્રથી લોકપ્રિય બનેલા સિદ્ધાર્થ શુક્લાએ ઘણા રિયાલિટી શોમાં પણ ભાગ લીધો હતો. તે ‘ખતરોં કે ખિલાડી’ અને ‘ઝલક દિખલાજા’ જેવા શોના સિદ્ધાર્થ વિજેતા પણ હતા.
સિધ્ધાર્થ શુકલાની વય માત્ર 40 વર્ષની હતી. સિધ્ધાર્થ શુકલાએ બિગ બોસમાં વિજેતા બનવા ઉપરાંત ઘણી ટીવી સીરિયલોમાં પણ કામ કર્યું હતું. બ્રોકન બટ બ્યુટીફઉલ થ્રી, બાલિકા વધૂ અને દિલ સે દિલ તક જેવી સીરિયલોમાં કામ કરનારા સિધ્ધાર્થ શુકલાએ સાવધાન ઈન્ડિયા અને ઈન્ડિયા હેઝ ગોટ ટેલેન્ટ જેવા શોના હોસ્ટ તરીકે પણ કામ કર્યું હતું. આ ઉફરાંત તેણે ફીયર ફેક્ટરઃ ખતરોં કે ખિલાડીની સાતમી સીઝનમાં પણ ભાગ લીધો હતો.
જાણીતા એક્ટર અને ‘બિગ બોસ’ વિનર સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી નિધન.
Advertisement