Proud of Gujarat
FeaturedGujaratINDIA

મિરે એસેટ દ્વારા એસએન્ડપી 500 ટોપ 50 ઈન્ડેક્સ-આધારિત ફંડ મિરે એસેટ એસએન્ડપી 500 ટોપ 50 ઈટીએફ ફંડની રજૂઆત.

Share

ઇક્વિટી અને ડેબ્ટ સેગમેન્ટમાં દેશમાં સૌથી ઝડપથી વિકસતા ફંડ હાઉસોમાંનું એક મિરે એસેટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડએ આજે ભારતની પ્રથમ પેસિવ પ્રોડક્ટ્સની રજૂઆતની જાહેરાત કરી છે જેનો ઉદ્દેશ યુએસની 50 મેગા-કેપ કંપનીઓમાં ક્ષેત્રીય રોકાણ કરવાનો છે, ‘મીરે એસેટ એસએન્ડપી 500 ટોપ 50 ઇટીએફ’, જે ઓપન-એન્ડેડ સ્કીમ છે અને એસએન્ડપી 500 ટોપ 50 ટોટલ રિટર્ન ઇન્ડેક્સને અનુસરે/ટ્રેક કરે છે અને ‘મીરે એસેટ એસએન્ડપી 500 ટોપ 50 ઇટીએફ ફંડ ઓફ ફંડ’, સ્કીમ ઓપન-એન્ડેડ ફંડ છે, તે મુખ્યત્વે મિરે એસટ એસએન્ડપી 500 ટોપ 50 ઈટીએફમાં રોકાણ કરશે.

બંને ફંડ્સ માટે એનએફઓ 1 સપ્ટેમ્બર, 2021 ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે. મિરે એસેટ એસએન્ડપી 500 ટોપ 50 ઈટીએફ 14 સપ્ટેમ્બર, 2021 ના રોજ બંધ થશે અને મિરે એસેટ એસએન્ડપી 500 ટોપ 50 ઈટીએફ ફંડ એફ ફંડ 15 સપ્ટેમ્બર, 2021ના રોજ બંધ થશે.

Advertisement

મિરે એસેટ એસએન્ડપી 500 ટોપ 50 ઇટીએફનું સંચાલન શ્રી સિદ્ધાર્થ શ્રીવાસ્તવ કરશે, જ્યારે મીરે એસેટ એસએન્ડપી 500 ટોપ 50 ઇટીએફ ફંડ ઓફ ફંડનું સંચાલન કુ. એકતા ગાલા કરશે. ‘મિરે એસેટ એસએન્ડપી 500 ટોપ 50 ઇટીએફ ફંડ ઓફ ફંડ’ રોકાણકારોને ગ્રોથ ઓપ્શન સાથે રેગ્યુલર પ્લાન અને ડાયરેક્ટ પ્લાન પણ ઓફર કરશે.

મુખ્ય મુદ્દા:

1. એસએન્ડપી 500 ટોપ 50 ઇન્ડેક્સની રચના એસએન્ડપી 500 ઇન્ડેક્સમાંથી ફ્રી ફ્લોટ માર્કેટ કેપના આધારે પસંદ કરેલા ક્ષેત્રોમાં 50 યુએસ મેગા-કેપ કંપનીઓના પ્રદર્શનનું પ્રતિનિધિત્વ કરવા માટે કરાઈ છે.

2. એસએન્ડપી 500 ટોપ 50 ઇન્ડેક્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજીથી લઈને હેલ્થ કેર, ફાઇનાન્સિયલથી કન્ઝ્યુમર, એનર્જીથી કોમ્યુનિકેશન વગેરે સુધીની ઘણી જાણીતી ક્ષેત્રની અગ્રણી કંપનીઓને આવરે છે, જેની કુલ માર્કેટ કેપ 23 લાખ કરોડ ડોલરથી વધુ છે જે ભારતના કુલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) કરતાં આઠ ગણી વધારે છે.

3. બોસ્ટન કન્સલ્ટન્સી ગ્રુપ (બીસીજી) એ જણાવ્યા મુજબ એસએન્ડપી 500 ટોપ 50 ઇન્ડેક્સમાં 50 કંપનીઓમાંથી 20 કંપનીએ વર્ષ 2020 માટે ટોપ 50 ઈનોવેટીવ કંપનીઓની યાદીમાં સ્થાન મેળવ્યું છે.

4. એસએન્ડપી 500 ટોપ 50 (આઈએનએર) એ અનુક્રમે છેલ્લા 10, 5, 3, 2 વર્ષના સમયગાળામાં નિફ્ટી 50 કરતાં 10 ટકા આઉટર્પફોમ કર્યું છે.

5. જૂન મહિનામાં ઇન્ડેક્સનું વાર્ષિક પુનર્ગઠન થાય છે. છેલ્લા પાંચ વર્ષમાં સરેરાશ, ચાર કંપનીઓ પુનર્નિર્માણ દરમિયાન વાર્ષિક ધોરણે આ ઇન્ડેક્સમાં સામેલ કરાય છે અને બહાર મૂકાય છે. આને કારણે ઈન્ડેક્સ સુસંગત રહે છે કારણ કે કંપનીઓ અને સેક્ટરમાં રોકાણ મુજબ યુએસ માર્કેટ વિકસિત થાય તેમ ઇન્ડેક્સ પોર્ટફોલિયો વિકસીત થાય છે.

6. એસએન્ડપી 500 ટોપ 50 ઈન્ડેક્સમાં રોકાણ કરવાથી ભારતીય રોકાણકારોને રૂપિયાના અવમૂલ્યનનો લાભ મળશે.

7. દેશના જોખમોનું વૈવિધ્યકરણ.

8. ટેક-કેન્દ્રિત યુએસ પેસિવ અથવા એક્ટિવ ફંડ્સથી વિપરીત આ ફંડ ટોચના 50 ક્ષેત્રનો હિસ્સો બનતા તમામ ક્ષેત્રમાં રોકાણ કરે છે.

9. ટોચના 50 પોર્ટફોલિયોએ ઉચ્ચ કોરિલેશન સાથે એસએન્ડપી 500 ઇન્ડેક્સ કરતાં વધુ વળતર આપ્યું છે.

“અમેરિકી બજારો ભારતીય રોકાણકારોને તમામ ક્ષેત્રોમાં અગ્રણી મેગા-કેપ કંપનીઓમાં રોકાણ કરવાની વિશાળ તક આપે છે. પ્રોડક્ટ્સ અને સર્વિસના મજબૂત ટેકા અને નવીનતા માટે ઉત્સાહ દ્વારા આ કંપનીઓ નવા શિખરો સ્થાપી રહી છે જેને અન્યો અનુસરી શકે. અમે આ કંપનીઓને વર્ષોથી વિકસતી અને તેમનું વર્ચસ્વ સ્થાપિત કરતી જોઈ છે, અને ઘણી વાર તે આપણા જીવનનો ભાગ નથી બની. મિરે એસેટ એસએન્ડપી 500 ટોપ 50 ઈટીએફ’ અને ‘મિરે એસેટ 500 ટોપ 50 ઈટીએફ ફંડ ઓફ ફંડ’ દ્વારા રોકાણકારો આ ક્ષેત્રની અગ્રણી મેગા-કેપ કંપનીઓની વૃદ્ધિમાં સહભાગી બનવાનું લક્ષ્ય રાખી શકે છે, એમ મિરે એસેટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (ઇન્ડિયા) પ્રા. લિ.ના સીઈઓ શ્રી સ્વરૂપ મોહંતીએ કહ્યું હતું. બંને સ્કીમમાં એનએફઓ દરમિયાન ન્યૂનતમ પ્રારંભિક રોકાણ રૂ. 5,000 અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં કરી શકાશે.

સુચિત્રા આયરે


Share

Related posts

આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડીયા ભરૂચમાં-સત્તામાં રહેલા લોકોની બેદરકારીના કારણે રામ મંદિરનું નિર્માણ નથી થતું: તોગડીયા

ProudOfGujarat

ધંધુકાના બનાવના પગલે જામનગરમાં પોલીસ દ્વારા ફુટ પેટ્રોલીંગ હાથ ધરાયું.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં ઉમરખરદા ગામે ખેતરમાં ભેલાણ બાબતે તકરારમાં કુહાડીથી હુમલો કરાતા ખેતર માલિકએ પાંચ ઈસમો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!