Proud of Gujarat
FeaturedGujaratINDIA

અભિનેત્રી સાયરા બાનોની તબિયત લથડી: હિન્દુજા હોસ્પિટલના ICUમાં દાખલ

Share

હિન્દી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી સાયરા બાનોના ચાહકો માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. દિગ્ગજ અભિનેત્રી સાયરા બાનોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને ICU માં દાખલ કરવામાં આવ્યા છે. સાયરા બાનો હિન્દી સિનેમાના ટ્રેજેડી કિંગ દિલીપ કુમારના પત્ની છે. આ વર્ષે જુલાઈમાં દિલીપ કુમારનું નિધન થયું હતું. ત્યારથી સાયરા બાનો સમાચારોથી દૂર છે.

મળતી માહિતી મુજબ, સાયરા બાનોનું ઓક્સિજન લેવલ પણ ઓછું થઈ રહ્યું છે. જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. હજી સાયરા બાનોને 3-4 દિવસ હોસ્પિટલમાં રાખવા પડશે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે. સાયરા બાનો દિલીપ કુમારના નિધન બાદ ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયા છે. તેમણે જાણે દુનિયા સાથે છેડો ફાડી નાખ્યો છે. તેઓ કોઈની સાથે વાત નથી કરતાં અને કોઈને મળતાં પણ નથી, માત્ર ‘સાહેબ’ની યાદોમાં ખોવાયેલા રહે છે. સાયરા બાનો અને દિલીપ કુમારનો સાથ 54 વર્ષનો હતો. તેમની જોડી સારસ બેલડી સમાન હતી. તેમના જેવો પ્રેમ આજે ભાગ્યે જ જોવા મળે છે. દિલીપ સાહેબની સુખ-દુઃખની દરેક ઘડીમાં સાયરા પળેપળ તેમની સાથે રહ્યાં છે.

Advertisement

7 જુલાઈ 2021ના રોજ 98 વર્ષની વયે મહાન એક્ટર દિલીપ કુમારનું અવસાન થયું હતું. છેલ્લા દિવસોમાં દિલીપ કુમારની તબિયત ખરાબ હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એ વખતે પણ સાયરા બાનો તેમની સાથે હોસ્પિટલમાં જ રહ્યા હતા. છેલ્લા ઘણાં વર્ષોથી દિલીપ કુમાર લગભગ પથારીવશ હતા ત્યારે સાયરા બાનોએ તેમનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું હતું. એટલું જ નહીં તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી સતત ‘સાહેબ’ના ફેન્સને તેમના વિશે અપડેટ આપતા હતા.


Share

Related posts

મહેમદાવાદમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીએ શિક્ષિકાને ફોન પર પૈસાની માંગણી કરી પરેશાન કરતા નોંધાઈ પોલીસ ફરિયાદ

ProudOfGujarat

રાજપીપળાનાં મુસ્લિમ સમાજનાં લોકોએ શબે બરાતમાં ઘરે રહી નમાજ અદા કરી લોકડાઉનમાં તંત્રને સહયોગ આપ્યો.

ProudOfGujarat

ગોધરા :ગુલાબના છોડને મળશે લીમ્કા બુક ઓફ વર્લ્ડમાં સ્થાન ? જાણો કેમ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!