Proud of Gujarat
FeaturedGujaratINDIA

મિત્રનો દાવો –પતિને છોડીને અલગ રહેવાનું વિચારી રહી છે શિલ્પા શેટ્ટી

Share

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની 19 જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી. રાજ કુંદ્રા હજી પણ જેલમાં બંધ છે. રાજ કુંદ્રા પર પોર્ન ફિલ્મ બનાવવાનો તથા પ્રસારિત કરવાનો આક્ષેપ છે. આ સંદર્ભમાં શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ કરવામાં આવી હતી. આ કેસમાં શિલ્પા શેટ્ટીની ઘણી જ બદનામી થઈ હતી. હવે ચર્ચા છે કે શિલ્પા શેટ્ટી પતિ રાજ કુંદ્રાથી અલગ રહેવાનું વિચારી રહી છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો શિલ્પાના એક મિત્રએ કહ્યું કે રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી.

સાથે જ તેણે એ પણ ખુલાસો કર્યો કે રાજનું રહસ્ય સામે આવ્યા બાદથી શિલ્પા આઘાતમાં છે. શિલ્પાના મિત્રએ કહ્યું કે, “શિલ્પાને ખ્યાલ નહોતો કે આ હીરાજવેરાત અને ડુપ્લેક્સ અપ્રમાણિકતની કમાણી માંથી આવી રહ્યા છે.” તેણીએ ઉમેર્યું, “શિલ્પા રાજ કુન્દ્રાના પૈસાને સ્પર્શ કરવા પણ માંગતી નથી. શિલ્પા કામ કરે છે અને તે તેના બાળકોની સંભાળ રાખવા માટે પૂરતી છે.”

Advertisement

તેના મિત્રએ એમ પણ કહ્યું કે શિલ્પાએ ઇન્ડસ્ટ્રીમાં દરેકને કહ્યું છે કે તે ‘હંગામા 2’ અને ‘નિકમ્મા’ પછી ફિલ્મો કરવા માટે તૈયાર છે. અનુરાગ બાસુ અને પ્રિયદર્શને પહેલેથી જ તેમને તેમની ફિલ્મો માટે ભૂમિકાઓ ઓફર કરી છે. શિલ્પાએ એમ પણ કહ્યું હતું કે બીજા OTT પ્લેટફોર્મ પર રહેલું કન્ટેન્ટ વધુ અશ્લીલ છે. નિવેદન આપ્યા બાદ શિલ્પાએ મુંબઈ પોલીસને કહ્યું હતું કે તેના પતિ પર લગાવવામાં આવેલા આરોપો યોગ્ય નથી. તેણે પોર્ન તથા ઇરૉટિક વચ્ચેનો ડિફરન્સ બતાવવાનો પ્રયાસ કર્યો હતો.


Share

Related posts

વડોદરામાં ત્રણ સ્થળે દરોડા પાડી ત્રણ ઇસમો ઝડપી પાડયા.

ProudOfGujarat

વડોદરામાં 4.62 લાખની કિંમતના ચરસ સાથે બે આરોપીની ધરપકડ, 3 વોન્ટેડ

ProudOfGujarat

ગોધરાના મોતીબાગ પાર્ટી પ્લોટમાં તીરગરસમાજ દ્વારા સમુહ લગ્નનું આયોજન કરવામાં આવશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!