Proud of Gujarat
FeaturedGujaratINDIA

કંગના રનૌત ની ‘ધાકડ’ બની સૌથી મોંઘી મહિલા કેન્દ્રિત ફિલ્મ

Share

કંગનાની ફિલ્મ ધાકડ બોલિવૂડની સૌથી વધુ બજેટ ધરાવતી મહિલા લીડ બનવા જઈ રહી છે. હવે દરેક જાણે છે કે જ્યારે પણ કંગના કંઈક કરે છે અથવા કરવા માંગે છે, ત્યારે તે સૌથી અલગ હોય છે. આવી સ્થિતિમાં ફિલ્મ રિલીઝ થયા પછી ભલે જેવું પ્રદર્શન કરે, પરંતુ કંગનાએ ભારતની પ્રથમ મહિલા કેન્દ્રિત ઉચ્ચ બજેટ ફિલ્મમાં કામ કરીને આ યાદીમાં પહેલા નંબર પર પોતાનું નામ ચોક્કસપણે સામેલ કર્યું છે. હંમેશા કોઈકને કોઈક વિવાદમાં રહેતી કંગના ફરી એકવાર ચર્ચામાં આવી છે. જોકે, આ વખતે ચર્ચાનું કારણ છે તેની આગામી ફિલ્મ ધાકડ.

એવું કહેવામાં આવી રહ્યું છેકે, આ બોલીવુડની મહિલા કેન્દ્રિત પહેલી એવી ફિલ્મ છે જેની પર 100 કરોડ કરતા વધુ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો હોય. ફિલ્મો કરતાં તેમના નિવેદન માટે ચર્ચામાં રહેનારી અભિનેત્રી કંગના રનૌતની આગામી ફિલ્મ ધાકડને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. જે તેમના ચાહકો માટે કોઈ મોટી ખુશખબરીથી ઓછા નથી. બોલિવૂડમાં અત્યાર સુધી જે પણ હાઈ બજેટ ફિલ્મોનું નિર્માણ થયું છે તે પુરુષ પ્રધાન ફિલ્મો છે.

Advertisement

બીજી બાજુ ભલે ફિલ્મની મુખ્ય હીરો સ્ત્રી અભિનેત્રી હોય પણ તે ફિલ્મનું બજેટ સામાન્ય અથવા ખૂબ ઓછું રહ્યું છે, પરંતુ બોલિવૂડની બેબાક બ્યૂટી કંગના રનૌત તેનો રેકોર્ડ તોડવા તૈયાર છે. એક સમાચાર મુજબ આ ફિલ્મનું બજેટ અત્યાર સુધી 70-80 કરોડ રૂપિયાની વચ્ચે પહોંચી ગયું છે. જેમાં હાલમાં પ્રમોશનનો ખર્ચ સામેલ નથી. સામાન્ય રીતે તે 30 કરોડની આસપાસ રહે છે. એટલે કે કંગનાની 100 કરોડના પ્રોડક્શન કોસ્ટ સાથે આ પહેલી ફિલ્મ હશે. અત્યાર સુધી બોલિવૂડમાં કોઈ અભિનેત્રીની ફિલ્મ માટે એટલા પૈસા ખર્ચાયા નથી જેમાં તે મુખ્ય ભૂમિકામાં એકલી હોય.


Share

Related posts

ગોધરા માં પરીંદા ભી પર નહીં માર શકતા જેવા : લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે કાલે ગણપતિ વિસર્જન

ProudOfGujarat

જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના જસાપર ગામે પશુ આરોગ્ય મેળાનું આયોજન

ProudOfGujarat

લીંબડી ખાતે આવેલ મોટાવાસ વિસ્તારમાં મકવાણા પરિવારે મહંતનુ સ્વાગત કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!