Proud of Gujarat
GujaratEntertainmentFeaturedINDIA

ઇન્ડિયન આઇડોલ ગ્રાન્ડ ફિનાલે 12 મી સીઝનની ટ્રોફી જીત્યો પવનદીપ રાજન.

Share

કોરોનાકાળ વખતે જ શોનું આયોજન થયું હતું. ત્યારે વચ્ચે એવો સમય પણ આવ્યો, જેમાં શોનું શૂટિંગ, શિડ્યૂલ અને લોકેશન બધું ચેન્જ કરવું પડ્યું હતું. આ ઉપરાંત શોના જજ, કન્ટેસ્ટન્ટસ અને ગેસ્ટને પણ ટ્રોલ કરવામાં આવ્યા હતા. લોકો ઘણા સમયથી આ સીઝનનો વિનર કોણ બનશે એ માટે ઉત્સુક હતા. આ વખત પવનદીપ રાજને ટ્રોફી જીતી લીધી છે અને સાથે જ ઇનામમાં 25 લાખ રૂપિયા અને લક્ઝુરિયસ કાર પણ જીતી છે.

આ વર્ષે ફાઇનલ સુધી પહોંચવામાં કન્ટેસ્ટન્ટ્સને ઘણી મહેનત કરવી પડી હતી. આ બધા પડાવોને પાર કરી અને પોતાના પર્ફોર્મન્સમાં એકાગ્રતા રાખી 6 સિંગરે ફાઇનલ માટે દાવેદારી નોંધાવી હતી જેમાં પવનદીપ રાજન, મોહમ્મદ દાનિશ, શનમુખપ્રિયા, અરુણિતા કાંજિવાલ, નિહાલ અને સાયલી કાંબલે ફાઇનલના દાવેદાર બન્યા હતા.

Advertisement

રિયાલિટી શોમાં ઘણા લોકો પાર્ટિસિપેટ કરે છે પણ બધાને જીતવાનો મોકો નથી મળતો. જીત તો માત્ર એકની જ થાય છે, પરંતુ તેમાંના જ કેટલાક કલાકાર ભલે શો નથી જીતતા, પણ લોકોનાં દિલ જીતી જાય છે. ઇન્ડિયન આઇડોલ 12 માં પણ કેટલાક આવા સિંગર્સ રહ્યા છે, જેમણે દર્શકોની સાથે સાથે સેલેબ્સના પણ દિલ જીતી લીધા હતા, જેમાં તેમને કરિયર બનાવવામાં ગોલ્ડન ચાન્સ મળ્યો. અરુણિતા કાંજીવાલને એક બાજુ કરણ જોહરે ગાવાની ઓફર કરી તો ત્યાં કેટલાક કલાકારોને હિમેશ રેશમિયાએ આલ્બમ માટે ગીત ગવડાવ્યાં.


Share

Related posts

ભરૂચ : પરીએજ ખાતે ધી પરીએજ હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 83.33 ટકા પરિણામ આવ્યું

ProudOfGujarat

હાંસોટ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની ચૂંટણી યોજાઇ.

ProudOfGujarat

નડિયાદ ડીડીયુ ફાર્મસી ફૅકલ્ટી દ્વારા વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે ની  ઉજવણી કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!