Proud of Gujarat
EntertainmentINDIA

અદ્દલ કરીના કપૂર જેવો દેખાય છે જહાંગીર અલી ખાન: જુઓ તેના દીકરાની પહેલી ઝલક

Share

કરીના કપૂરે 21 ફેબ્રુઆરી, 2021ના રોજ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં બીજા દીકરાને જન્મ આપ્યો હતો. કરીનાના દીકરાનું નામ જહાંગીર અલી ખાન છે. કરીનાએ છ મહિના સુધી દીકરાનો ચહેરો બતાવ્યો નહોતો. હાલમાં જ પહેલી જ વાર જહાંગીર અલી ખાનનો ચહેરો ચાહકોને જોવા મળ્યો છે.સૈફ અલી ખાન તથા કરીના કપૂર દીકરા જેહ સાથે રણધીર કપૂરના ઘરે ગયા હતા. આ સમયે સૈફે દીકરા જેહને તેડ્યો હતો. સ્કાયબ્લૂ રંગના રોમ્પરમાં જેહ ઘણો જ ક્યૂટ લાગતો હતો. જેહ મમ્મી કરીના કપૂર જેવો જ લાગે છે.

કરીના કપૂરે બુકમાં લખ્યું હતું, ‘બીજા દીકરાના જન્મ સમયે પણ ડૉક્ટર્સે નોર્મલ ડિલિવરી કરવાની સલાહ આપી નહોતી. ડૉક્ટર્સના મતે જો તમે પહેલી વાર C સેક્શનથી બાળકને જન્મ આપો છો તો બીજા બાળકનો નોર્મલ ડિલિવરથી જન્મ કરાવવો મુશ્કેલ છે. મોટાભાગના ડૉક્ટર્સ આ સલાહ આપતી નથી. જેહની નોર્મલ ડિલિવરી થાય તે માટે મેં 40 અઠવાડિયાસ સુધી રાહ જોઈ હતી. જોકે, પછી મેં સર્જરીનો વિકલ્પ પસંદ કર્યો હતો. હું ઓપરેશન થિયેટરમાં ઘણી જ અસહજ હતી, કારણ કે જેહ પણ તૈમુરની જેમ જ ઊંચો હતો અને મારી પીઠ તથા ડાયાફ્રામમાં ઘણું જ દબાણ આવતું હતું.’કરીનાએ કહ્યું હતું, ‘ટિમ ટિમ (તૈમુર) તેના પપ્પા સૈફ જેવો દેખાય છે, જ્યારે જેહ મારા જેવો છે. તૈમુરનો જન્મ થયો ત્યારે તે બિલકુલ રડ્યો નહોતો, પરંતુ જેહ રડવા લાગ્યો હતો. મારા બંને બાળકો એકબીજાથી ઘણાં જ અલગ છે. તૈમુર માત્ર ત્રણ મહિનાનો હતો ત્યારથી જ આઉટગોઇંગ તથા ઝડપી હતો. જેહ ઘણો જ ગંભીર તથા શાંત છે.’

Advertisement

Share

Related posts

નડિયાદ : મુખ્યમંત્રીના આગામી કાર્યક્રમ અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ.

ProudOfGujarat

લગ્નની મોસમ સાથે ભરૂચમાં તસ્કરોની મોસમ … અબિકાનગરમાં ચોરીનો બનાવ બન્યો ….

ProudOfGujarat

ભરૂચ અનાથ આશ્રમ ખાતે શ્રી સનાતન સેવા સમિતિ રોયલ સનાતન ગ્રુપ દ્વારા દિવાળી નિમિત્તે મીઠાઈ આપવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!