પીજીઆઈએમ ઇન્ડિયા એસેટ મેનેજમેન્ટે પોર્ટફોલિયો મેનેજર તરીકે સુરજીત સિંહ અરોરાની નિમણૂક કરી છે. તેઓ પીજીઆઈએમ ઇન્ડિયા કોર ઇક્વિટી પોર્ટફોલિયો અને પીજીઆઈએમ ઇન્ડિયા ફોનિક્સ પોર્ટફોલિયોની પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસનું વ્યવસ્થાપન કરવાની કામગીરી સંભાળશે.
સુરજીત સિંહ અરોરા ઇક્વિટી માર્કેટમાં કામગીરીનો 16 વર્ષથી વધુનો સમૃદ્ધ અનુભવ છે, જેમાં એસેટ મેનેજમેન્ટ ઉદ્યોગમાં ચાર વર્ષની કામગીરીનો પણ સમાવેશ છે. તેમના છેલ્લા કાર્યકાળ દરમિયાન સુરજીત તાતા એસેટ મેનેજમેન્ટમાં પીએમએસ હેડ અને મુખ્ય અધિકારી હેડ હતા. તે પહેલા તેઓ તાતા મ્યુચ્યુઅલ ફંડમાં ઇક્વિટી રિસર્ચ એનલિસ્ટ તરીકે કાર્યરત હતા.
પીજીઆઈએમ ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડના સીઈઓ અજીત મેનને નિમણૂક વિશે બોલતા કહ્યું કે, ‘અમારી પીએમએસ વ્યૂહરચનાનું નેતૃત્વ કરવા માટે સુરજીત અમારી સાથે જોડાયા એનો મને આનંદ છે. મને વિશ્વાસ છે કે તે પીજીઆઈએમ ઈન્ડિયા એસેટ મેનેજમેન્ટની ટીમમાં અને અમારા પીએમએસ પ્લેટફોર્મ ઉપરના અમારા ક્લાઈન્ટસ અને ભાગીદારો માટે નોંધપાત્ર મૂલ્યવૃદ્ધિ કરશે.’’
સુરજીતે સિહ્ડનમ કોલેજ, મુંબઈમાંથી મેનેજમેન્ટ સ્ટડીઝમાં સ્નાતકની ડિગ્રી અને સિહ્ડનમ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ (એસઆઈએમએસઆરઈઈ), મુંબઈથી મેનેજમેન્ટ સ્ટડીઝમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.
સુચિત્રા આયરે