Proud of Gujarat
GujaratFeaturedINDIA

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ રજૂ કરે છે વ્યાપક ડ્રોન વીમો.

Share

– એક અલગ જ પ્રકારની પોલિસી જેમાં 9 એડ-ઓન કવરની સાથે 6 પ્રકારના જોખમની સામે વ્યાપક કવરેજ કરવામાં આવ્યું છે.

– સમગ્ર ડિરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) દ્વારા માન્ય ડ્રોન ઓપરેશન્સ માટે આ વીમા કવરએ ફરજિયાત થર્ડ પાર્ટી જવાબદારી પૂરી પાડે છે.

Advertisement

દેશની અગ્રણી ખાનગી ક્ષેત્રની નોન-લાઈફ વીમા કંપની આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યુરન્સ ખાસ તો ડ્રોન ઓપરેટર્સ માટે રજૂ કરે છે, એક વ્યાપક રિમોટલી પાઈલોટ એરક્રાફ્ટ ઇન્સ્યુરન્સ. આ વ્યાપક પ્રોડક્ટમાં ડ્રોન સંબંધીત કોઈપણ ચોરી કે નુક્શાન કે તૂટફૂટને આવરી લેવામાં આવ્યું છે, જેમાં આંતરિક પેલોડ (કેમેરા/સાધન) ની સાથે થર્ડપાર્ટી જવાબદારીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ઘરેલું એરલાઇન્સ અને ભારતમાં એવિએશન ફ્લિટ્સ બંનેના અંડરરાઇટિંગ એવિએશન જોખમ તથા તેના ક્લેમને સંભાળવના દાયકાઓ જૂના અનુભવની સાથે આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડએ હવે ડ્રોન વીમા ક્ષેત્રમાં પ્રવેશી રહી છે. ડ્રોન વીમા પ્રોડક્ટએ એક વ્યાપક કવર ઓફર કરે છે, જેમાં એક ઓપરેટરએ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) અને મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન (એમઓસીએ) દ્વારા માન્ય કોઈપણ કોમર્શિયલ ઉપયોગ માટેના ડ્રોન પર બંને હલ અને જવાબદારીનું કવર મેળવી શકે છે.

આ વ્યાપક પોલિસીએ 6 પ્રકારના જોખમને કવર કરે છે. હલ કવરમાં ડ્રોનને થતા આકસ્મિક નુક્શાન/તૂટફૂટ સહિત ચોરી કે ખોવાઈ જવાને પણ પોલિસીમાં સામેલ કરવામાં આવ્યું છે. જ્યારે કોઈપણ ફાટવાની કે પહેરવાથી થતી નુક્શાની સાથે સમયાંતરે થતા ઘસારાની સાથોસાથ ડીજીસીએ માર્ગદર્શન સાથેના નોન-કમ્પાઈલન્સને આમાં કવર કરવામાં આવ્યું છે.પેલોડ કવર અને ઇક્વિપમેન્ટ કવરએ પેલોડને થતા શારીરિક નુક્શાન કે તૂટફૂટને વીમા કરે છે, જે ડ્રોનની સાથે જોડાયેલું છે અને તેમાં પણ સ્પેર્સ, એન્જિન્સ તથા જોડાયેલા સાધનોનો સમાવેશ થાય છે. આ વીમોએ એક વ્યક્તિગત એક્સિડેન્ટ કવર પણ પૂરું પાડે છે, જે ભારતમાં વીમાધારક/અધિકૃત ઓપરેટરને દુર્ઘટનાથી ઉભી થતી શારીરિક ઇજા માટે ભઆરતમાં માન્ય છે. વધુમાં, આ પોલિસીએ વીમાધારક/અધિકૃત ઓપરેટર, જેમને ડ્રોનને લીધે કોઈ ઇજા થઈ છે અને હોસ્પિટલમાં ભરતી થયા છે, તેમને મેડિકલ વીમા કવરની સુવિધા પણ આપશે.

વધુમાં થર્ડ પાર્ટી જવાબદારી જેમાં અકસ્માતે થતી શારીરિક ઇજા અને અકસ્માતે ડ્રોનથી થતા પ્રોપર્ટીને નુક્શાનને લીધે ઉદ્દભવતી નુક્શાનને આ પ્રોડક્ટ કવરેજ આપે છે. આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડએ થર્ડ પાર્ટી જવાબદારી ઓફર કરે છે, જેમાં ડ્રોનના સંચાલનને લીધે થયેલા નુક્શાનને પણ કવર કરવામાં આવ્યો છે.

વધુમાં, આ સારી રીતે તૈયાર કરવામાં આવેલી પોલિસીમાં વધુ નવ એડ-ઓન કવર્સ પણ સમાવિષ્ટ છે અને ચુકવણીમાં પે પર યુઝ મોડેલથી ગ્રાહકોને જરૂરિયાત અનુસાર તેમના માટે યોગ્ય સર્વગ્રહી અનુભવ મેળવી શકે છે. આ એડ-ઓન કવરમાં વૈકલ્પિક હાયર ચાર્જ, ડ્રોન વોર જવાબદારી, સાયબર જવાબદારી કવર, ઇન્વેશન ઓફ પ્રાઈવસી કવર તથા બીવીએલઓએસ એન્ડોર્સમેન્ટ સહિતના અન્યનો સમાવેશ થાય છે. પે પર યુઝ મોડેલએ ગ્રાહકોને જરૂરિયાત અનુસાર પોલિસી પસંદ કરવાનો વિકલ્પ આપે છે. તેઓ એક દિવસની પોલિસી, એક સપ્તાહની પોલિસી, એક મહિનાની પોલિસી કે વાર્ષિક પોલિસીનો વિકલ્પ પસંદ કરી શકે છે.

આ અલગ જ પ્રકારની પોલિસીની રજૂઆત અંગે, સંજય દત્તા, ચીફ- ક્લેમ્સ, અંડરરાઇટિંગ અને રિઇન્સ્યુરન્સ, આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ, જનરલ ઇન્સ્યુરન્સ કંપની લિમિટેડ કહે છે. “પાછલા થોડા વર્ષોમાં ડ્રોન ઉદ્યોગમાં ખૂબ જ ઉછાળો જોવા મળ્યો છે, ડ્રોનમાં કોમર્શિયલની સાથોસાથ સામાન્ય નાગરીકોમાં પણ ડ્રોનનો વપરાશ વધ્યો છે, તેના લીધે તેના માલિકને એવા વીમા કવરેજની જરૂરિયાત વધી છે, જે તેમના નુક્શાનની સામે શ્રેષ્ઠ સુરક્ષા આપે તથા તેમના થર્ડ પાર્ટી જવાબદારીમાં પણ ઘટાડો કરે. આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ ખાતે, અમે નવી પેઢીના જોખમો સામે નવીતમ પ્રોડક્ટ રજૂ કરવા પ્રતિબદ્ધ છીએ. અમારા નવા વ્યાપક ડ્રોન વીમા કવરેજની સાથે અમે માલિકને તેમના મનની શાંતિ માટે શ્રેષ્ઠ ઉકેલ ઓફર કરીએ છીએ. અમારી એવિએશન બૂકમાં 100થી વધુ જનરલ એવિએશન એરક્રાફ્ટ્સને અંડરરાઇટ કર્યા છે અને એવિએશન ક્લેમ્સને સંભાળવાનો વિશાળ અનુભવ અમારી પાસે છે. વધુમાં, અમારી બજારની હાજરીને વધુ મજબુત કરવા માટે અને આંતરરાષ્ટ્રિય એવિએશન સર્વેયર્સની સાથે જોડાણ કર્યું છે, જે આ નવા વાતાવરણમાં પ્રોડક્ટને સંભાળવાની એક શરૂઆત આપે છે.”

ડીજીસીએ માર્ગદર્શન અનુસાર, હાલમાં ડ્રોનનો ઉપયોગ વિઝ્યુઅલ લાઈન ઓફ સાઇટ (વીએલઓએસ) અને દિવસ દરમિયાન જ કરી શકાય છે. પણ હાલ કોવિડ-19 રોગચાળા દરમિયાન કોરોના પ્રભાવિત વિસ્તારો પર નજર રાખવાથી લઇને સેનિટાઈઝેશન માટે તથા લોકોમાં સોશિયલ ડિસ્ટન્સિંગના યોગ્ય પગલા લેવાયા છે કે નહીં તેની ખાતરી માટે સર્વિલન્સ પ્રવૃતિમાં પણ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પરિસ્થિતિએ બિયોન્ડ વિઝ્યુઅલ લાઈન ઓફ સાઈટ (બીવીએલઓએસ) ઓપરેશન્સનો માર્ગ ખૂલો કરી શકે છે. આ પ્રકારના કેસમાં જે ઓપરેટરો નજીકના ભવિષ્યમાં બીવીએલઓએસ ઓપરેશન્સનું સાહસ કરી રહ્યા છે, તેમના માટે આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ ડ્રોન વીમોએ વરદાન છે.

આ પોલિસી કંપનીના ઓનલાઈન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે, જેમાં તેઓ એક જ મિનિટમાં અને તાત્કાલિક ધોરણે પણ પોલિસી મેળવી શકે છે.

સુચિત્રા આયરે


Share

Related posts

ઝઘડીયાના ભાલોદ ગામથી જાહેરમાં જુગાર રમતા ૭ ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

જામનગર આમ આદમી પાર્ટી દ્વારા રામ સવારીમાં ભક્તોને છાશનું વિતરણ કરાયું

ProudOfGujarat

ભરૂચ : દક્ષિણ આફ્રિકામાં વધુ એક લૂંટનો બનાવ બન્યો જેમાં ભરૂચ જીલ્લાનાં વતનીને લૂંટી લેવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!