પીજીઆઇએમ ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડએ તેના સ્મોલ કેપ ફંડ એનએફઓ દ્વારા રૂ.578 કરોડ ભેગા કર્યા. આ એનએફઓ સબસ્ક્રિપ્શન માટે 9 મી જુલાઈથી 23 મી જુલાઈની વચ્ચે 2021 ના રોજ ખૂલ્લો હતો. એનએફઓએ લગભગ 37000 થી પણ વધુ અરજીઓ મેળવી હતી અને તે 3000 થી વધુ ભાગીદારો દ્વારા વિતરણ થયું હતું. આ યોજનાનો રોકાણ હેતુએ સ્મોલ કેપ કંપનીઓમાં ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં મુખ્યત્વે રોકાણ દ્વારા લાંબાગાળાનો મૂડી લાભ મેળવવાનો છે. અનિરુદ્ધ નાહા (ઇક્વિટી રોકાણ માટે), કુમારેશ રામાક્રિષ્નન (ડેટ અને મની માર્કેટ રોકાણ માટે) અને રવિ અધુકિયા (વિદેશી રોકાણ માટે) ફંડ મેનેજ કરશે.
ફંડને મળેલા અભૂતપૂર્વ પ્રતિભાવથી અમે અત્યંત ખુશ છીએ અને હું અમારા દરેક રોકાણકારો અને સલાહકારોનો આભારી છું કે, તેમને અમારા ફંડ હાઉસને તેમનો સપોર્ટ આપ્યો અને અમારામાં વિશ્વાસ બતાવ્યો. એમ અજિત મેનોન- સીઇઓ, પીજીઆઇએમ ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ જણાવે છે.
પીજીઆઇએમ ઇન્ડિયા સ્મોલ કેપ ફંડનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી સ્મોલ કેપ 100 ટોટલ રિટર્ન ઇન્ડેક્સ છે અને સ્મોલકેપ હિસ્સામાં પ્રાપ્ય રોકાણની તકને પકડવાની આ યોજનાની રોકાણ નીતિ છે. આ ફંડ તેના કુલ ભંડોળના ઓછામાં ઓછા 65 ટકાને સ્મોલ કેપ કંપનીઓમાં રોકાણ કરશે. આ યોજનાએ અન્ય ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત સાધનોમાં રોકાણ કરી શકશે, જેનાથી તે શ્રેષ્ઠ પોર્ટફોલિયો બનાવી શકે. રોકાણકારોને વિનંતી છે કે, તેઓ નોંધી લે કે, પીજીઆઇએમ ઇન્ડિયા સ્મોલકેપ ફંડની ચાલી રહેલી ઓફરમાં નવી/વધારાની ખરીદી, સ્વિચ આઇએનએસ, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન અને યોજના હેઠળ અન્ય સુવિધા/ખાસ પ્રોડક્ટ્સ ઓફરમાં સબસ્ક્રિપ્શન મર્યાદાએ ફંડ હાઉસ દ્વારા નક્કી કરવામાં આવી છે, જે પ્રતિ અરજી/પ્રતિ હપ્તા રૂ. 10 લાખ સુધીની છે, જે 2જી ઓગસ્ટ, 2021થી આગામી નોટીસ સુધી અમલમાં આવશે.
સૂચિત્રા આયરે