દેશમાં સૌથી ઝડપથી વિકસતા ફંડ હાઉસીસ પૈકીના એક મીરે એસેટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (ઇન્ડિયા) પ્રા. લિમિટેડે આજે ‘મિરે એસેટ મની માર્કેટ ફંડ’ ની રજૂઆત કરી છે, જે મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરતી ઓપન એન્ડેડ ડેબ્ટ સ્કીમ છે. ન્યુ ફંડ ઓફર (એનએફઓ) 4 ઓગસ્ટ, 2021 ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને 10 ઓગસ્ટ, 2021 ના રોજ બંધ થશે. સ્કીમ 12/08/2021 થી સળંગ વેચાણ અને પુન: ખરીદી માટે ફરી ખુલશે.
ફંડ નિફ્ટી મની માર્કેટ ઇન્ડેક્સ સાથે બેન્ચમાર્ક કરાશે અને શ્રી મહેન્દ્ર જાજુ દ્વારા તેનું સંચાલિત કરાશે.
મુખ્ય વિશેષતાઓ:
• એક વર્ષ સુધીનું રોકાણ કરવા માગતા રોકાણકારો માટે આદર્શ
• બહેતર જોખમ સમાયોજિત વળતર ઓફર કરવાનો હેતુ
• રોકાણ મુખ્યત્વે એક વર્ષ સુધીની પાકતી મુદતવાળા મની માર્કેટના સાધનોમાં કરવામાં આવશે.
• પોર્ટફોલિયોનો સમયગાળો છ મહિના – એક વર્ષનો રહેશે.
• ફંડ મુખ્યત્વે રોલડાઉન વ્યૂહરચનાને અનુસરશે, જેમાં તે છ મહિના – એક વર્ષનો સમયગાળો જાળવશે.
• ફંડમાં ગ્રોથ ઓપ્શન અને ઈનકમ ડિસ્ટ્રીબ્યુશન તથા કેપિટલ વિડ્રોવલ (આઈડીસીડબલ્યુ) ઓપ્શન (પે-આઉટ અને રિ-ઈન્વેસ્ટમેન્ટ) સાથે રેગ્યુલર પ્લાન અને ડાયરેક્ટ પ્લાનનો વિકલ્પ છે.
Notes: Above absolute Returns are of Money Market category – Direct Growth. Past performance may or may not sustain in future.
The returns shown are the average returns of the Mutual Fund category and does not in any way indicate the returns of a particular scheme of mutual fund.The category is considered as per the SEBI Circular on categorization. 18 funds are considered under the category.
સ્ત્રોત: એસ એમએફ, 19 જુલાઈ, 2021 મુજબ.
નોંધ: ઉપરોક્ત ચોક્કસ વળતર મની માર્કેટ કેટેગરી – ડાયરેક્ટ ગ્રોથના છે. પાછલી કામગીરી ભવિષ્યમાં જળવાઈ રહે તે જરૂરી નથી. સૂચિત વળતર મ્યુચ્યુઅલ ફંડ કેટેગરીનું સરેરાશ વળતર છે અને કોઈ પણ રીતે મ્યુચ્યુઅલ ફંડની ચોક્કસ યોજનાના વળતરને સૂચવતું નથી. સેબીના કેટેગરાઈઝેશનના પરિપત્ર મુજબ આ કેટેગરીને ગણવામાં આવે છે. આ કેટેગરી હેઠળ 18 ફંડ્સને ગણવામાં આવ્યા છે.
“એક સમયે જ્યારે નિશ્ચિત આવક આપતાં બજારો વિશ્વભરમાં સતત ઊંચા ફુગાવા સામે ટક્કર લઈ રહ્યાં છે, ત્યારે મની માર્કેટ ફંડ્સ અત્યંત લિક્વીડ અને ઉચ્ચ ગુણવત્તાવાળા મની માર્કેટ સાધનોમાં રોકાણ સાથે સારી રીતે અનુકૂળ બની શકે છે, જે મની માર્કેટના ઊંડા વળાંકને કારણે આકર્ષક વળતર આપે છે, તથા પોર્ટફોલિયોની પાકચી મુદત પ્રમાણમાં ટૂંકી હોવાને કારણે ઘટાડા સામે વાજબી સુરક્ષા પૂરી પાડે છે, “ એમ મિરે એસેટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (ઇન્ડિયા) પ્રા. લિ.ના ફિક્સ્ડ ઈનકમ – સીઆઈઓ મહેન્દ્ર જાજુએ કહ્યું હતું.
સ્કીમમાં ન્યૂનતમ પ્રારંભિક રૂ. 5,000/- નું ત્યારબાદ રૂ. 1/- ના ગુણાંકમાં રોકાણ કરી શકાશે. રોકાણ લક્ષ્ય નીચાથી મધ્યમ જોખમ સાથેની બચતનું છે.
સૂચિત્રા આયરે