Proud of Gujarat
INDIAFeaturedGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અને ડો. રેડ્ડી’સએ ભારતમાં પ્રથમ પ્રકારનાં ઇન્ટિગ્રેટેડ અને કેશલેસ ડિજિટલ હેલ્થ સોલ્યુશનની પાયાની રજૂઆત માટે સહયોગ કર્યો.

Share

• ભાગીદારીનો હેતુ હૈદરાબાદ અને વિઝાગમાં પાઇલટ પ્રોગ્રામ શરૂ કરી તેને મુખ્ય મહાનગરો અને ટિયર-1 શહેરોમાં વિસ્તારવાનો છે

• મલ્ટિ-સર્વિસ મોબાઇલ એપ પ્લેટફોર્મમાં એક જ સ્થળે કેશલેસ અને અવિરત આઉટપેશન્ટ વપરાશકર્તા યુઝર એક્સપિરિયન્સ માટે ડોકટર્સ, લેબોરેટરીસ અને નિદાન કેન્દ્રો, ઔષધની દુકાનો અને વીમો એક સાથે ઉપલબ્ધ થશે

Advertisement

• ગુણવત્તા અને વિશ્વસનીયતા સાથે દર્દીની જરૂરિયાતનું સમાધાન કરે છે, ઉપયોગમાં સરળ છે અને સર્વસમાવેશક મદદ આપે છે, પરિણામે સુધારિત ઉકેલો અને ગ્રાહકને વધુ સંતોષ મળે છે

• તેની પહેલ ‘શ્વાસ’ (‘SVAAS’) ની આગેવાની હેઠળ વ્યાપક હેલ્થકેર પ્રોફેશનલ નેટવર્ક સ્વરૂપે, તેની ‘ILTakeCare’ એપ્લિકેશન મારફતે ઓફર કરેલા આઇસીઆઈસીઆઈ લોમ્બાર્ડના વીમા ઉકેલો સાથે, ડો. રેડ્ડી’સની ક્ષમતા વધારે છે

ડો. રેડ્ડી’સ લેબોરેટરીઝ લિમિટેડ (બીએસઈ: 500124, એનએસઈ: DRREDDY, એનવાયએસઈ: આરડીવાય, એનએસઈઆઈએફએસસી: DRREDDY, અહીં “ડો. રેડ્ડી’સ” તરીકે ઓળખાય છે) ની સંપૂર્ણ હસ્તક સબસિડિયરી શ્વાસ વેલનેસ લિમિટેડ અને આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યુરન્સ કંપની લિમિટેડ (“આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ”) એ આજે ભારતમાં પ્રથમ પ્રકારના કેશલેસ આઉટપેશન્ટ ઓફરિંગ્સની પાયાની રજૂઆત માટે ભાગીદારીની જાહેરાત કરી છે.

આ ભાગીદારી ડો. રેડ્ડી’સના ડિજિટલ આરોગ્ય સમાધાન ‘શ્વાસ’ ની રજૂઆતને ચિહ્નિત કરે છે અને આઇસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો વેલનેસ ક્ષેત્રે ઊંડાણપૂર્વકનો પ્રવેશ દર્શાવે છે. ડો. રેડ્ડી’સ માટે, વિવિધ યોગ્ય સહયોગ દ્વારા તે આઉટપેશન્ટ હેલ્થકેર અને વેલનેસ-ડોક્ટર કન્સલ્ટેશન્સ, પેથોલોજી લેબોરેટરીસ અને નિદાન સેવા, ઔષધિની દુકાનો અને વીમો – એમ ચાર મુખ્ય મુદ્દાને એક સાથે લાવશે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ માટે, તે આરોગ્ય પ્રત્યે જાગૃત ગ્રાહકો માટે તેની સર્વસમાવેશક ILTakeCare એપ્લિકેશન દ્વારા વેલનેસ સોલ્યુશન્સ પૂરા પાડવા સમર્ત બનાવશે.

શરૂઆતમાં, આ સેવાઓ હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમ શહેરોમાં પૂરી પડાશે. આવનારા મહિનામાં તેને મુખ્ય મહાનગરો અને ટિયર 1 શહેરો સુધી વિસ્તારાશે. પાયલોટના ભાગ રૂપે, આ સર્વસમાવેશક ઓફર આઇસીઆઈસીઆઈ લોમ્બાર્ડની અજોડ વેલનેસ અને વીમા સંબંધિત એપ્લિકેશન, ILTakeCare દ્વારા ઉપલબ્ધ થશે.

આ ભાગીદારી શ્વાસની મુખ્ય ક્ષમતાઓને આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના વિકસીત વીમા અને આરોગ્ય સંભાળલક્ષી ઉકેલોને વ્યાપક હેલ્થકેર પ્રોફેશનલ નેટવર્કના રૂપમાં જોડે છે. વપરાશકર્તાઓને સરળતાથી ઉપલબ્ધ મોબાઈલ પ્લેટફોર્મ ઉપર વિવિધ ક્ષેત્રે નિપુણ તથા જુદા જુદા સ્થળના ડોક્ટર્સ અને હેલ્થકેર પ્રોફેશનલ્સ સાથે કન્સલ્ટેશન, પેથોલોજી લેબોરેટરીસ અને નૈદાનિક સર્વિસીસ, ઔષધની દુકાનો અને સર્વસમાવેશક સપોર્ટ સેંટરમાં કેશલેસ એક્સેસનો લાભ મળશે. તે વ્યક્તિગત તથા દૂર રહીને ટેલિ/વિડીયો કન્સલ્ટેશન્સ, ઘરેથી સેમ્પલના કલેક્શન અને ઔષધની ડિલીવરી, ડિજીટલ હેલ્થ રેકોર્ડના સંચાલન અને સર્વસમાવેશક સપોર્ટ ફૂલફિલમેન્ટ સિસ્ટમ ઓફર કરે છે.

ડો. રેડ્ડી’સના બ્રાન્ડેડ માર્કેટ્સ (ભારત અને વિકસતા બજારો) ના સીઈઓ એમ.વી. રમણાએ જણાવ્યું હતું કે, “વર્તમાન મહામારીએ ડિજિટલ હેલ્થકેર સેવાઓના મહત્વને ઊજાગર કર્યું છે. હાલના સમયમાં ભારતમાં ટેલિમેડિસીને ઝડપ પકડી છે, ત્યારે ઉચ્ચ ગુણવત્તાની આઉટપેશન્ટ સંભાળની જરૂરિયાત વધી છે જે સર્વગ્રાહી, વિશ્વસનીય છે અને વપરાશકર્તાની સમસ્યાનો ઉકેલ લાવે. છુટાછવાયા ઉકેલોને કારણે વપરાશકર્તાઓ સતત વિશ્વસનીયતા, એક્સેસ, ઊંચા ખર્ચ, પરવડે નહીં તેવા ખર્ચ, ચુકવણી પ્રક્રિયાઓ અને શોધવામાં મુશ્કેલી જેવી સમસ્યામાં અટવાઈ રહ્યાં છે. ‘SVAAS’ તરીકે ઓળખાતી અમારી પહેલ — જેનો અર્થ છે ‘શ્વાસ’ – તેના દ્વારા અમે પરંપરાગત ફાર્માસ્યુટિકલ ઓફરથી આગળ વધીને સર્વસમાવેશક છતાં સરળ હેલ્થકેર ઉકેલ આપશું જે તેમની આરોગ્ય સંબંધિત જરૂરિયાતને પૂરી કરી શકશે. પીઢ અને અનુભવી આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના સહયોગમાં શ્વાસને પાયાની રજૂઆત તરીકે શરૂ કરવા માટે આનંદ અનુભવીએ છીએ. પાયલોટથી આગળ વધી, અમે અમારું પોતાનું શ્વાસ ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કરવાનું લક્ષ્ય રાખીએ છીએ અને અનેક વિકસીત ભાગીદારો સાથે કામ કરવા માગીએ છીએ. અમારી બ્રાંડ માન્યતા ‘ગુડ હેલ્થ કાન્ટ વેઈટ’ ને ધ્યાનમાં રાખીને, અમે શ્વાસને ગુણવત્તા અને વિશ્વસનીયતા, ઉપયોગમાં સરળતાની ખાતરી અને વ્યાપક સમર્થન દ્વારા દર્દીની જરૂરિયાતને પહોંચી વળતાં ભાગીદાર તરીકે જોઈએ છીએ. અમારું માનવું છે કે શ્વાસમાં આરોગ્ય અને વેલનેસ ક્ષેત્રે વધુ વિસ્તરવાની ક્ષમતા છે અને આરોગ્યસંભાળ ઇકોસિસ્ટમને આવરી શકે છે.”

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આલોક અગ્રવાલે કહ્યું કે, “આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ખાતે, અમે અમારા ગ્રાહકો સાથેના સંબંધોમાં મૂલ્ય ઉમેરવાનો સતત પ્રયાસ કરીએ છીએ, તેથી સતત ‘નિભાયે વાદે’ની અમારી બ્રાન્ડ નીતિને કાયમ પ્રદર્શિત કરાય છે. આરોગ્ય વીમા ગ્રાહકો માટે, આનો અર્થ એ છે કે કંપની તેમના દાવાની પતાવટ કાર્યક્ષમ રીતે કરવા ઉપરાંત, સ્વસ્થ અને તંદુરસ્ત રહેવાની તેમની યાત્રામાં તેમનો હાથ પકડીને આગળ વધે છે. આવું કરવા માટે, અમે ‘ILTakeCare’ જેવા અનુકૂળ સોલ્યુશન્સ રજૂ કર્યા છે જે એક વ્યાપક, સુખાકારી અને વીમા લક્ષી એપ્લિકેશન છે જે ગ્રાહકોને સંપર્ક વિહોણી રીતે તેમની આંગળીના ટેરવે બહુવિધ લાભ પ્રદાન કરે છે. આ અનોખી પહેલ માટે દક્ષિણમાં હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમથી શરૂઆત કરવા માટે ડો. રેડ્ડી’સ લેબોરેટરીઝ સાથે ભાગીદારી કરીને અમે ખુશ છીએ. અહીંના ગ્રાહકો ડોક્ટરની સલાહ, ડાયગ્નોસ્ટિક્સ અને ફાર્મસીને લગતી તેમની જરૂરિયાતોને અમારી ILTakeCare એપ્લિકેશન દ્વારા સરળતાથી મેળવી શકશે. આ ઉપરાંત, શ્વાસનું વિશાળ નેટવર્ક ગ્રાહકો માટે સંકલિત મૂલ્ય પૂરું પાડશે. ”

સૂચિત્રા આયરે


Share

Related posts

રાજકોટ સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનું નામ જાહેર- લોકમેળાને ગોરસ લોકમેળો નામ આપવામાં આવ્યું…

ProudOfGujarat

અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ ફરી એકવાર આ પ્રિન્ટેડ ફ્લોરલ મિની ડ્રેસમાં પોતાનો લુક બતાવ્યો.

ProudOfGujarat

રાત્રી કરફ્યુનું પાલન કરાવવા ભરૂચ પોલીસ ફોર્સ મેદાનમાં, ઠેરઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, જાહેરનામા અને માસ્ક ભંગનાં ૩૦ થી વધુ ગુના નોંધાયા…!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!