Proud of Gujarat
FeaturedGujaratINDIA

પૂરથી વિનાશ : મહારાષ્ટ્રમાં વરસાદ ભૂસ્ખલનથી હાલ 136 લોકોના મોત : અત્યાર સુધીમાં 8 હજારથી વધુ લોકોને રેસ્ક્યૂ કરાયા.

Share

આજે પણ મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર યથાવત છે. વરસાદથી સૌથી વધુ ખરાબ અસરગ્રસ્ત થાણે, રાયગઢ, રત્નાગિરી, સતારા, સાંગલી અને કોલ્હાપુર જિલ્લાના 8 હજારથી વધુ લોકોને NDRF, નૌકાદળ અને સેના દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. ગુરુવારે સાંજથી લઈને અત્યાર સુધીમાં વરસાદથી સંબંધિત અલગ અલગ ઘટનાઓમાં 129 લોકોનાં મોત નીપજ્યાં છે. રાજ્યના 200 થી વધુ ગામોના મુખ્ય વિસ્તારો સાથે સંપર્ક તૂટી ગયો છે. વરસાદને લીધે પોતાનો જીવ ગુમાવનારાઓને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સરકારે 5 લાખ અને કેન્દ્રને 2 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે.

મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવાને અડીને આવેલા વિસ્તારોમાં આગામી બે દિવસ માટે ભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. શનિવારે સવારથી લોનાવાલામાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. મહારાષ્ટ્રમાં છેલ્લા બે દિવસમાં થયેલો વરસાદ લોકો પર કહેર વરસાવી રહ્યો છે મહારાષ્ટ્રમાં વરસાદ-ભૂસ્ખલનને લગતી ઘટનાઓમાં અત્યાર સુધીમાં 136 લોકોનાં મોત નીપજ્યાં છે. રાયગઢના તિલાયે ગામમાં ભૂસ્ખલન બાદ મહારાષ્ટ્રના મંત્રી એકનાથ શિંદે ગામની મુલાકાતે છે.

રાયગઢના તિલાયે ગામે ભૂસ્ખલનની ઘટનામાં 33 મૃતદેહો મળી આવ્યા છે અને 52 લાપતા છે. આ દુર્ઘટનામાં કુલ 32 મકાનો ધરાશાયી થયા છે. શિંદેએ જણાવ્યું હતું કે મૃતકના પરિવારજનોને 5 લાખનું વળતર મળશે. અસરગ્રસ્ત વિસ્તારોમાં પુનર્વસનની કામગીરી પણ કરવામાં આવશે.

સવારે ફરીથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવશે. આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી છે અને તમામ શક્ય સહાયની ખાતરી આપી છે. દરમિયાન, એનડીઆરએફની ટીમો પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં એરફોર્સને પણ બચાવ કાર્યમાં લગાવવામાં આવી છે. એરફોર્સએ પણ ઘણા લોકોને એરલિફ્ટ કરીને બહાર કાઢ્યા છે.

આ વર્ષે દેશના અનેક હિસ્સાઓમાં ચોમાસું મોડું આવ્યું છે, પરંતુ જ્યાં વરસાદ પડે છે ત્યાં ભારે પડે છે. દેશના વિભિન્ન ભાગમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં વરસાદ ના કારણે પૂરની સ્થિતિ ઊભી થઈ ગઈ છે. રાજ્યના રત્નાગિરી જિલ્લાના ચિપલુન શહેરમાં વરસાદના કારણે પૂરની સ્થિતિ ઊભી થઈ છે. શહેરનો મોટાભાગનો વિસ્તાર પાણીમાં ડૂબી ગયો છે. શહેરમાં પાણી ભરાવાના કારણે લોકો ત્યાંથી સુરક્ષિત બહાર આવવા માંગે છે અને તેમણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પાસે મદદ માંગી છે. શહેરની જે તસવીરો અને વીડીયો સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે કે ચારે તરફ માત્ર પાણી જ પાણી છે.

બીજી બાજુ, મહારાષ્ટ્રના કોંકણ રેલવે માર્ગ પર ટ્રેન સેવાઓ પ્રભાવિત થઇ છે અને લગભગ હજારો મુસાફરો ફસાયા છે. ભારે વરસાદને લીધે મુંબઇ સહિત રાજ્યના અન્ય કેટલાક ભાગોમાં રેલ અને માર્ગ વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. કોલ્હાપુર જિલ્લામાં ભારે વરસાદને લીધે લગભગ 47 ગામનું સંપર્ક તૂટ્યું છે અને 965 પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

Advertisement

Share

Related posts

ગોધરા : છેલ્લા ૨૮ દિવસોમાં કોઈ કોરોના પોઝિટિવ કેસો ન મળતા જિલ્લાનાં વધુ કેટલાક વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરાયા.

ProudOfGujarat

શહેરા: ભદ્રાલા ગામે ખુલ્લા ખેતરમાથી ૬ ફુટ લાંબો મગર પકડાતા સલામત સ્થળે છોડાયો

ProudOfGujarat

નડિયાદ : તેલનાર પાટીયા પાસેથી એક શખ્સને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!