ઈક્વિટી અને ડેટ સેગમેન્ટમાં દેશના સૌથી ઝડપથી વિકસતા ફંડ હાઉસમાંના એક મીરે એસેટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (ઇન્ડિયા) પ્રા. લિ.એ આજે ભારતના પ્રથમ -ઈટીએફ ટ્રેકિંગ નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસીસ ઈન્ડેક્સ – ‘મીરે એસેટ નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસિસ ઇટીએફ’ ની શરૂઆત કરવાની જાહેરાત કરી છે, જે નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસના કુલ રીટર્ન ઇન્ડેક્સને અનુસરતી / ટ્રેકિંગ કરતી એક ઓપન-એન્ડેડ સ્કીમ છે.
એનએફઓ, 22 જુલાઈ, 2021 ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે, અને જુલાઈ 29, 2021 ના રોજ બંધ થશે.
મુખ્ય મુદ્દાઓ :
· ફાઇનાન્સિયલ સર્વિસીસમાં ફક્ત બેંકો જ નહીં પરંતુ અન્ય ઉદ્યોગો જેમ કે એનબીએફસી (નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની), વીમા, કેપિટલ માર્કેટ વગેરેનો સમાવેશ થાય છે, જેમાં હાલ રોકાણ માટે લોકોમાં ઓછું આકર્ષણ છે.
· રોકાણકારોને એવા ક્ષેત્રમાં ભાગ લેવાની તક આપે છે જે અર્થતંત્રના સર્વાંગી વિકાસ માટે આવશ્યક પરિબળોમાંનું એક છે.
· ફાઇનાન્સિયલ સર્વિસીસ અત્યંત વૈવિધ્યસભર ક્ષેત્ર છે જે ડિજિટલાઇઝેશન અને નવી પ્રોડક્ટ્સ અને સર્વિસીસના ઉદભવને કારણે ઝડપથી વિસ્તરી રહ્યું છે.
· આ સેગમેન્ટમાં ઓછું રોકાણ થયું હોવાથી વૃદ્ધિનો અવકાશ વધુ છે.
· ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે રોકાણ જાળવી રાખનારા રોકાણકારો માટે આદર્શ
“મીરે એસેટ પેસિવ પ્રોડક્ટ્સનો મજબૂત પાયો બનાવવા માટે પ્રયત્નશીલ છે જે રોકાણકારોને ઓછા ખર્ચે બજારના વિવિધ સેગમેન્ટ હેઠળના ઇન્ડેક્સમાં રોકાણ કરવાનો વિકલ્પ પૂરો પાડશે. આ પ્રયત્નોમાં, અમે હવે મીરે એસેટ નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસિસ ઇટીએફ શરૂ કરી રહ્યા છીએ. નાણાકીય સેવા ક્ષેત્રએ ઝડપી ગતિએ વૃદ્ધિ કરી છે અને તમામ સ્તરે નાણાકીય સર્વસમાવેશકતામાં સુધારો થયો છે, તેમ છતાં આપણે, વૈશ્વિક સરેરાશ સુધી પહોંચવા માટે હજી લાંબી મજલ કાપવાની છે. નવીન ટેક્નોલોજીને પગલે નવી પ્રોડક્ટ્સ અને સર્વિસીસના આગમન સાથે, આવનારા વર્ષોમાં નાણાકીય સેવાઓનો વ્યાપ ખૂબ વધશે, જેના કારણે રોકાણ માટે તે ખુબ જ આકર્ષક ક્ષેત્ર બનશે, ” એમ મીરે એસેટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (ઇન્ડિયા) પ્રા. લિ.ના સીઈઓ શ્રી સ્વરૂપ મોહંતીએ કહ્યું હતું.
મીરે એસેટ નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસિસ ઇટીએફ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેક્ટરના વિવિધ સેગમેન્ટ્સનું પ્રતિનિધિત્વ કરતી 20 કંપનીઓમાં રોકાણ કરશે. ઈન્ડેક્સ 16 વર્ષથી વધુનો સમૃદ્ધ ઇતિહાસ ધરાવે છે અને છેલ્લા પાંચ વર્ષમાં નિફ્ટી 50 ઈન્ડેક્સ દ્વારા 15.1 ટકા અને નિફ્ટી બેંક ઈન્ડેક્સ દ્વારા 14.6 ટકાના વળતરની સરખામણીમાં વાર્ષિક 18.3 ટકા વળતર આપ્યું છે (સ્ત્રોત: 30 જૂન, 2021 સુધી) . ઇટીએફનું કુલ ખર્ચ ગુણોત્તર માત્ર 13 બીપીએસ હશે અને તે નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઈ) અને બોમ્બે સ્ટોક એક્સચેંજ (બીએસઈ) બંને પર સૂચિબદ્ધ થશે જ્યાં એસેટ મેનેજમેન્ટ કંપની (એએમસી) દ્વારા નિયુક્ત માર્કેટ મેકર દ્વારા પ્રવાહિતા સર્જાશે. એનએફઓના સમયગાળા દરમિયાન યોજનામાં લઘુત્તમ પ્રારંભિક રોકાણ રૂ. 5,000 અને ત્યાર બાદ રૂ. 1 ના ગુણાંકમાં કરી શકાશે.
સુચિત્રા આયરે