Proud of Gujarat
FeaturedGujaratINDIA

પતિ રાજ કુન્દ્રાની ધરપકડ બાદ શિલ્પા શેટ્ટીએ ફર્સ્ટ રીએક્શન આપ્યું …! જાણો શું કહ્યું ..?

Share

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પતિ રાજ કુન્દ્રાની ધરપકડ થયા બાદ કોઈ સોશિયલ મીડિયા પોસ્ટ કે કમેન્ટ કરી નહતી. તેણે પોતાનું શુટિંગ પણ અટકાવ્યું હતું. સોશિયલ મીડિયાથી અંતર જાળવી લીધુ હતું. પરંતુ હવે અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી છે. જેના કારણે તે ચર્ચામાં છે.
અત્રે જણાવવાનું કે બિઝનેસમેન રાજ કુન્દ્રાની પોલીસે અશ્લિલ ફિલ્મો બનાવવા અને તેને એપ્સ પર રિલીઝ કરવાના આરોપમાં ધરપકડ કરી છે. કોર્ટે તેને 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં રાખ્યો છે. આજે ફરીથી રાજની કોર્ટમાં પેશી થવાની છે.
શિલ્પાએ એક પુસ્તકની ઝલક ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી છે. જેમાં તે જેમ્સ થર્બર ની લાઈન્સ પર ફોકસ કરી રહી છે.
અભિનેત્રીએ જે પોસ્ટ શેર કરી છે તેમા લખ્યું છે કે ‘ગુસ્સામાં પાછળ અને ડરમાં આગળ ન જુઓ, પરંતુ જાગૃતતામાં ચારે બાજુ જુઓ. આગળ પોસ્ટમાં લખ્યુંછે કે આપણે ગુસ્સામાં લોકોની તરફ પાછળ વળીને જોઈએ છીએ, કે જેમણે આપણને ઈજા પહોંચાડી છે, જે ફસ્ટ્રેશન આપણે મહેસૂસ કરી છે, જે દુર્ભાગ્ય આપણે સહન કર્યું છે.’
વધુમાં લખ્યું છે કે ‘આપણે આ ડરથી આગળ જોઈએ છીએ કે આપણે આપણી નોકરી ગુમાવી શકીએ છીએ, કોઈ બીમારી થઈ શકે છે કે પછી પોતાના લોકોના મોતનો ડર. આપણે અહીં યોગ્ય થવું પડશે. હાલ જે પણ થઈ ચૂક્યું છે અથવા તો થઈ શકતું હતું તેને લઈને બેચેન નથી થવાનું, તેના વિશે જાગૃતતા રાખવાની છે.’
પોસ્ટમાં લખ્યું છે કે ‘હું એક ઊંડા શ્વાસ લઉ છું, એ જાણતા કે હું લકી છું કે હું જીવિત છું. હું ભૂતકાળમાં પડકારોથી બચી છું, અને ભવિષ્યમાં પડકારોથી બચીશ. કોઈ પણ જરૂરિયાત મને આજે મારી જિંદગી જીવતા રોકી શકશે નહીં.’
અત્રે જણાવવાનું કે 23 જુલાઈના રોજ શિલ્પાની ફિલ્મ હંગામા 2 પણ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મથી અભિનેત્રી ઈન્ડસ્ટ્રીમાં કમબેક કરી રહી છે. મૂવીને પ્રિયદર્શને બનાવી છે.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં કોરોના કહેર આજે કોરોનાનાં ૬ કેસ નોંધાયા ૫ દર્દી રાજપીપળાનાં આવતા ફફડાટ નર્મદા સહિત રાજપીપળાને લોકડાઉન કરવાની જરૂરત.

ProudOfGujarat

ભરૂચમાં દેશી બનાવટની પિસ્ટલ અને કાર્ટિઝ સાથે ક્રાઇમ બ્રાંચના હાથે બે ઝડપાયા, એક વોન્ટેડ

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫માં પ્રવેશ માટે સુવર્ણતક

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!