Proud of Gujarat
FeaturedGujaratINDIA

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, જાણો શું છે ઘટના

Share

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી ના પતિ અને જાણીતા બિઝનેસમેન રાજ કુંદ્રાની ક્રાઇમ બ્રાન્ચે સોમવારે ધરપકડ કરી છે. રાજ કુંદ્રા પર અશ્લીલ ફિલ્મ બનાવવા અને તેને કેટલીક એપ્સ પર દેખાડવાનો આરોપ છે. ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું કે ફેબ્રુઆરી 2021માં ક્રાઇમ બ્રાન્ચને મુંબઈમાં અશ્લીલ ફિલ્મ બનાવવા અને તેને કેટલીક એપ્સ પર દેખાડવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે આગળ જણાવ્યું કે આ મામલામાં સોમવારે રાજ કુંદ્રાની ધરપકડ કરવામાં આવી છે કારણ કે તે તેની પાછળ મુખ્ય ષડયંત્રકાર લાગે છે. અમારી પાસે તેના પૂરાવા છે. તપાસ ચાલી રહી છે.

મહત્વનું છે કે ક્રાઇમ બ્રાન્ચે સોમવારે પહેલા રાજ કુંદ્રાને પૂછપરછ માટે બોલાવ્યા અને ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી છે. આ પ્રથમવાર નથી જ્યારે રાજ કુંદ્રા વિવાદોમાં છે, તે આ પહેલા પણ વિવાદેને કારણે ચર્ચામાં રહી ચુક્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે પોલીસે બે એફઆઈઆર દાખલ કરી છે અને આ મામલામાં કુલ 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જે એક્ટર્સ પાસે બળજબરીથી ફિલ્મો માટે ન્યૂડ સીન્સ શૂટ કરાવતા હતા. તો રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મોને પેડ મોબાઇલ એપ્લીકેશન્સ દ્વારા રિલીઝ/ડિસ્ટ્રીબ્યૂટ કરવામાં આવતી હતી.

Advertisement

Share

Related posts

ડાકોર રોડ પર એસટી બસે મોપેડને ટક્કર મારતાં કાકા અને ભત્રીજીનું ઘટના સ્થળે મોત

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં ઇદે મિલાદુન્નબી કમિટી સાથે મિટિંગ યોજાઇ.

ProudOfGujarat

જંબુસર ખાનપુરદેહનાં સરપંચ અને જંબુસર તાલુકા પંચાયતનાં અધિક મદદનીશ ઇજનેર ૧.૪૦ લાખની લાંચ લેતા ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!