Proud of Gujarat
FeaturedGujaratINDIA

બોલિવૂડ એક્ટ્રેસ નેહા ધૂપિયા બીજીવાર પ્રેગ્નન્ટ : પહેલી વાર નેહા લગ્ન પહેલાં જ થઈ હતી પ્રેગ્નન્ટ …!

Share

બોલિવૂડ અભિનેત્રી નેહા ધૂપિયા અને અંગદ બેદીના ચાહકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. નેહા અને અંગદ બીજી વખત માતા-પિતા બનવા જઈ રહ્યા છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર આ સારા સમાચાર શેર કર્યા છે. આપને જણાવી દઈએ કે, 2018 માં આ કપલ એક પુત્રીના માતા-પિતા બન્યું છે. તે જ સમયે, હવે ચાહકો તેમની પોસ્ટ પર તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

અભિનેત્રીએ બેબી બમ્પ સાથે ફોટો શેર કરીને સારા સમાચાર ચાહકો સાથે શેર કર્યા છે. ફોટામાં નેહા સાથે પતિ અંગદ બેદી અને પુત્રી મહેર જોવા મળી રહ્યા છે. મહેર પાપા અંગદના ખોળામાં છે અને માતાના બેબી બમ્પ તરફ જોઈ રહી છે. બીજી તરફ, નેહા બેબી બમ્પ પર હાથ મૂકીને હસતી જોવા મળી રહી છે. ત્રણેય બ્લેક આઉટફિટમાં જોવા મળી રહ્યા છે અને ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે. ફોટો શેર કરતી વખતે નેહાએ લખ્યું કે, ‘2 દિવસથી કેપ્શન વિશે વિચારી રહ્યા છીએ. અમે અત્યાર સુધી જે વિચારી શક્ય તે એ છે કે, થેંક્યું ભગવાન.

Advertisement

ચાહકોની સાથે સેલેબ્સ પણ નેહાની આ પોસ્ટ પર બંનેને અભિનંદન પાઠવી રહ્યા છે. તે જ સમયે, ફરહાન અખ્તરે ટિપ્પણી કરી છે કે, તો હવે હું બધાને કહી શકું છું. અંગંદે પત્નીના શો ‘નો ફિલ્ટર નેહા’ માં ઘટસ્ફોટ કર્યો હતો કે નેહા લગ્ન પહેલાં જ પ્રેગ્નન્ટ હતી. જ્યારે તેણે તથા નેહાએ પેરેન્ટ્સને આ વાત કહી ત્યારે તેમને ઘણું જ સાંભળવું પડ્યું હતું. નેહા તથા અંગદ નવેમ્બર, 2017 માં ક્રિકેટર ઝહિર ખાન તથા સાગરિકાના રિસેપ્શનમાં સાથે આવ્યા ત્યારથી બંને વચ્ચે કંઈક હોવાની ચર્ચા થવા લાગી હતી. આ રિસેપ્શન બાદ બંને અવાર-નવાર સાથે જોવા મળતાં હતાં. એક વર્ષના ડેટિંગ બાદ બંનેએ લગ્ન કર્યાં હતાં.

અંગદે શોમાં ઘણી જ ઈમાનદારીથી કહ્યું હતું કે તેણે લગ્ન પહેલાં 75 યુવતીઓને ડેટ કરી હતી. જેમાં તેણે પોતાનાથી મોટી ઉંમરની યુવતીઓને પણ ડેટ કરી હતી. અંગદે એમ પણ કહ્યું હતું કે એક પણ યુવતી સાથેના સંબંધો લાંબા સમય સુધી ટક્યાં નહોતાં.


Share

Related posts

માંગરોળ તાલુકાના ઐતિહાસિક બણભા ડુંગરે દશેરાનો ભવ્ય મેળો ભરાયો.

ProudOfGujarat

પાલીતાણા પોલીસે 24 બોટલ વિદેશીદારૂ સાથે એક શખ્સ ને જડપી લીધો .

ProudOfGujarat

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન G.I.P.C.L એકેડમીમાં ૭૫ માં આઝાદીનાં અમૃત મહોત્સવની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!