માયાનગર મુંબઈમાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદ વરસતા અંધેરી સબ વે માં ત્રણ ફુટ સુધીના પાણી ભરાયા છે. તો નિચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. મુંબઈમાં મોડી રાતથી વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે.
પાણી ભરાતા સ્થાનિકો હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે હાલમાં જ ઓરેન્જમાંથી બદલીને રેડ એલર્ટ જાહેર કર્યું હતું. શહેરમાં મંગળવારે મોડી રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે.
શહેરમાં વરસાદને લઈને બહાર પાડવામાં આવેલ બુલેટિનમાં વિભાગે કહ્યું કે, આગામી 18 કલાક દરમિયાન મુંબઈમાં શહેર, ઠાણે, રાયગઢ અને રત્નાગિરી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સાથે મૂશળધાર વરસાદ પડવાની સંભાવના છે.સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લો પ્રેશર અને સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને લઈને ફરી એકવાર રાજ્યમાં ચોમાસું સક્રિય થયું છે. હવામાન વિભાગ મુજબ, ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી જાહેર કરાઈ છે.
દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ તથા દમણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જ્યારે ડાંગ, તાપી અને સુરતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.તો મધ્ય ગુજરાતમાં પણ છુટા છવાયા વરસાદ (Rain)ની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયામાં લો પ્રેશર સર્જાવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે.