મુંબઈના અલ્ટામાઉન્ટ રોડ પર સ્થિત પૃથ્વી અપાર્ટમેન્ટ્સને સીલ કરી દેવામાં આવ્યું છે. બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીનું ઘર આ જ બિલ્ડિંગમાં છે. બિલ્ડિંગને સીલ કરવાનું કારણ કોરોનાના વધતા જતા કેસ છે. નિયમ પ્રમાણે, કોઈ પણ બિલ્ડિંગમાં કોરોનાના પાંચ કેસ આવે તો બિલ્ડિંગ સીલ કરી દેવામાં આવે છે.
જોકે, સુનીલ શેટ્ટી તથા તેનો પરિવાર હાલ મુંબઈની બહાર છે આ બિલ્ડિંગ 30 માળની તથા 120 ફ્લેટ્સ છે. મુંબઈના ડી વોર્ડના આસિસ્ટન્ટ કમિશ્નર પ્રશાંત ગાયકવાડે આ વાતની પુષ્ટિ કરી હતી. મુંબઈના ડી વોર્ડમાં આ સમયે કોરાનાને કારણે 10 જગ્યા સીલ કરવામાં આવી છે, જેમાં માલાબાર હિલ્સ તથા પેડર રોડ પણ સામેલ છે.સુનીલ શેટ્ટીના પ્રવક્તાએ કહ્યું હતું કે એક્ટર તથા તેનો પરિવાર હાલ મુંબઈ બહાર છે.
આ બિલ્ડિંગમાં 25 થી વધુ પરિવાર રહે છે. જેને પણ કોરોના થયો હતો, તેમને સીધા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે હાલમાં જ ક્રિકેટર કે એલ રાહુલે સો.મીડિયામાં અહાન શેટ્ટી સાથેની એક તસવીર શૅર કરી હતી. બંને લંડનની ગલીઓમાં ફરતા હતા. અથિયા શેટ્ટી પણ છેલ્લાં ઘણાં સમયથી લંડનમાં છે. ટીમ ઇન્ડિયા પહેલાં ટેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ઇંગ્લેન્ડ ગઈ હતી.
હવે ટીમ ઇન્ડિયા 4 ઓગસ્ટે ઇંગ્લેન્ડ સામે પહેલી ટેસ્ટ મેચ રમશે. BMC એ બિલ્ડિંગના કેટલાંક ફ્લોર્સ સીલ કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાંક સમયથી મુંબઈમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. દેશમાં મહારાષ્ટ્ર તથા કેરળમાં ફરી એકવાર કોરોનાના કેસ વધ્યા છે.