Proud of Gujarat
FeaturedGujaratINDIA

મુંબઈમાં જન્મની ખુશીના પૈસા ન આપતાં નવજાત બાળકીનું બે કિન્નરે ઘરમાંથી અપહરણ કર્યું.

Share

કફ પરેડમાં બનેલી એક અત્યંત હૃદયદ્રાવક ઘટનામાં આર્થિક ભીંસને લઈ પરિવાર બાળકીના જન્મની ખુશીમાં કિન્નરને પૈસા ન આપી શકતાં ત્રણ મહિનાની નવજાત બાળકીનું બે કિન્નરે ઘરમાંથી અપહરણ કરીને ખાડીના કિનારે કીચડમાં દાટી દીધી હતી. તેમણે નવજાતની હત્યા કરીને દાટી કે પછી જીવતી દાટી દીધી તેની તજવીજ ચાલુ છે.

નવજાતનું હોસ્પિટલમાંથી અપહરણ થવાના અનેક કિસ્સા સામે આવતા હોય છે, જોકે બુધવારે રાત્રે એક નવજાતનું તેના ઘરમાંથી કિન્નરે અપહરણ કર્યાની ઘટના બની હતી. સામાન્ય રીતે કોઈ પરિવારમાં નવજાતનો જન્મ થતાં કિન્નરો આશીર્વાદ આપવા પહોંચી જતા હોય છે. તે સામે રોકડ રકમ અને વસ્તુઓની માંગણી કરતી હોય છે. જોકે કોરોનાકાળમાં એક પરિવાર આર્થિક ભીંસમાં હોવાથી પૈસા આપી શક્યો નહોતો, જેથી ક્રોધિત કિન્નરે આ ઘોર કૃત્ય કર્યું હતું.

Advertisement

બનાવ અંગે મળલી માહિતી મુજબ મુંબઈના કફ પરેડની હદમાં આંબેડકર નગરમાં વિઠ્ઠલવાડી ખાતે મધ્યમ વર્ગીય ચિતકોટ પરિવારમાં બાળકીનો જન્મ થયો હતો. દંપતીને એક છ વર્ષનો પુત્ર છે, જે પછી ઘરમાં લક્ષ્મી જન્મી હતી. તેનું નામ આર્યા રાખ્યું હતું. જોતજોતાંમાં નવજાત બાળકી ત્રણ મહિનાની થઈ ગઈ હતી.

દીકરી જન્મવાથી કિન્નર કન્નુ દત્તા ચૌગુલે ઉર્ફે કન્હૈયા આ પરિવારના ઘરે બક્ષીસ લેવા રાત્રે 9.30 વાગ્યે પહોંચી ગયો હતો. પરિવાર પાસે એક નારિયેળ, એક સાડી અને રૂ. 1100 માગ્યા હતા, એમ સિનિયર પીઆઈ રાજકુમાર ડોંગરેએ જણાવ્યું હતું.

જોકે કોરોનાને લઈને પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી નહીં હોવાથી તેઓ બક્ષીસના રૂપમાં કશું જ કિન્નરને આપી શક્યા નહોતા, આથી કિન્નર ત્યાંથી ગુસ્સે થઈને નીકળી ગઈ હતી. તેણે વેર વાળવાનું નક્કી કર્યું હતું. આ મુજબ યોજના ઘડીને ગુરુવારે મધરાત્રે 2-3 વાગ્યે તે પોતાની જોડીદાર સોનુ કાળેને જોડે લઈ ગઈ હતી. ઘરનો દરવાજો ખુલ્લો હોવાથી બંને કિન્નર છૂપા પગલે ઘરમાં ઘૂસી ગયા અને નવજાત બાળકીને ઉઠાવી ગયા હતા.
ત્યારબાદ નવજાત બાળકીને આંબેડકરનગરની પાછળના ભાગમાં આવેલી ખાડીના કિનારે કીચડમાં દાટી દીધી હતી. બીજી બાજુ સવારે પરિવાર જાગ્યો ત્યારે નવજાત ગુમ થયાનું જોઈને આંચકો લાગ્યો હતો. આ અંગે પરિવારે કફ પરેડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તરત તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં હતાં અને કિન્નર અને તેના સાગરીતને ઝડપી લીધા હતા, જેમણે પછી હત્યાની કબૂલાત કરી હતી.

આરોપીઓએ નવજાતને ખાડી કિનારે દાટી ત્યાં જઈને પોલીસે લાશને કબજામાં લઈને જેજે હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. કિન્નરોએ ગળું દબાવીને પછી બાળકીને દાટી કે જીવિત દાટી દીધી એ અંગે તપાસ કરવામાં આવી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું.


Share

Related posts

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલાએ મહેંદી ફંક્શનમા લાલ ગુજરાતી સાડી પહેરીને મચાવ્યો કહેર..!

ProudOfGujarat

રાજયના ૧૪ જિલ્લાઓના ૫૩ તાલુકાના સ્થળોએ ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ભવ્ય ઉજવણી કરાશે

ProudOfGujarat

બળાત્કારના કેસમાં ત્રણ આરોપીઓને દસ વર્ષની સખ્ત કેદની સજા ફટકારતી નડિયાદની અદાલત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!