Proud of Gujarat
INDIAFeaturedGujarat

HAPPY BIRTHDAY M.S.DHONI. : ધોનીનાં જીવનમાં 7 નંબર અંકનું શું છે મહત્વ ? જાણો.

Share

ક્રિકેટ જગતમાં સૌથી સફળ કેપ્ટનનું બિરુદ મેળવનાર મહેન્દ્રસિંહ ધોનીનો આજે જન્મ દિવસ છે. આજે તેનો 40 મો જન્મ દિવસ છે. તે આજે પોતાના જન્મ દિવસ પર ફેમિલીને સમય આપી રહ્યો છે. જણાવી દઇએ કે, દરેક વ્યક્તિનો એક ખાસ નસીબ ચમકાવે તેવો નંબર હોય છે. મહેન્દ્રસિંહ ધોની પણ એક નંબર છે કે જેને પોતાનો લકી નંબર સમજે છે. તે 7 નંબર છે. રાંચીમાં 7 જુલાઈ 1981 નાં રોજ જન્મેલા, ધોની માટે 7 નંબર લકી અને ખૂબ સુંદર પણ છે.

આ જ કારણ છે કે તેની જર્સીથી માંડીને કાર સુધી અને અન્ય ઘણી બાબતોમાં આ નંબરનું ખૂબ મહત્વ છે. ચાલો જાણીએ ધોની સાથે જોડાયેલી કેટલીક વાતો અને નંબર 7 થી જોડાયેલા અમુક કિસ્સા વિશે… ધોનીનાં જન્મદિવસની તારીખમાં બે વખત 7 નો અંક આવે છે જેમાં એક તારીખ છે અને બીજો મહિનો છે. આવી સ્થિતિમાં સાત નંબર માહી માટે વિશેષ બને છે. આને કારણે તે 7 નંબરને પણ પોતાનો ભાગ્યશાળી નંબર માને છે અને આ જ કારણ છે કે આ ખેલાડીને 7 નો સિકંદર પણ કહેવામાં આવે છે. ધોનીની જર્સી ઉપરાંત તેના ગ્લોવ્સ પર પણ 7 નંબર લખેલું છે અને તે પોતાના માટે ખાસ રીતે નંબર 7 વાળા ગ્લોવ્સ બનાવે છે.

વર્ષ 2007 માં, ધોનીની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ જીત મેળવી હતી. તેણે આફ્રિકામાં રમાયેલ પ્રથમ ટી-20 વર્લ્ડ કપ જીતાડવામાં મોટી ભૂમિકા ભજવી હતી. ધોનીએ આ સમગ્ર ટૂર્નામેન્ટમાં પોતાની ચાલાકી, હોશિયારી અને અનોખા નિર્ણયોનાં જોરે ભારતને ટી-20 વર્લ્ડ કપનો પ્રથમ ચેમ્પિયન બનાવ્યુ હતુ. ધોનીએ પાકિસ્તાન વિરુદ્ધ વન-ડે ક્રિકેટમાં 7 હજાર રન પૂરા કર્યા હતા અને સંયોગ એવો બન્યો કે તે આ સિદ્ધિ કરનારો ટીમ ઈન્ડિયાનો સાતમો ખેલાડી પણ હતો.

આ મેચમાં ધોનીએ સાતમી વિકેટ માટે સદીની ભાગીદારી પણ કરી હતી. તેની દરેક નવી કાર અને બાઇક ખરીદતી વખતે, તે નોંધણીમાં ફક્ત 7 મો નંબર મેળવવાનો પ્રયાસ કરે છે. જ્યારે તેણે વિદેશથી હમર એચ 2 નો ઓર્ડર આપ્યો હતો, ત્યારે તેણે ખાસ કરીને તેનો નંબર 7781 લીધો હતો. કારણ કે તેમા તેના જન્મદિવસની તારીખ અને વર્ષ (7 જુલાઈ 1981) છે. ધોનીએ ગુપ્ત રીતે લગ્ન કર્યાં હતાં.

Advertisement

એક તરફ ટીમ વિદેશ પ્રવાસ પર જવા માટે તૈયાર હતી, તો બીજી તરફ ધોનીએ સાક્ષી સાથે સગાઈ કરી હતી અને બીજા જ દિવસે તેમના લગ્નનાં સમાચાર પણ આવ્યા હતા. ધોનીનાં લગ્નની વિશેષ વાત એ હતી કે, અલબત્ત, ધોનીએ આ લગ્ન ઉતાવળમાં કર્યા, પરંતુ અહી પણ તેણે 7 માં મહિનો જ પસંદ કર્યો. ધોની અને સાક્ષીએ 4 જુલાઈ 2010 નાં રોજ લગ્ન કર્યા હતા. એટલું જ નહીં, ધોનીએ લકી નંબર 7 ના નામથી ફિટનેસ અને એક્ટિવ લાઇફસ્ટાઇલ બ્રાન્ડ પણ બનાવી છે અને તેણે ભારતનાં દરેક મોટા શહેરમાં આ બ્રાન્ડનાં સ્ટોર્સ ખોલ્યા છે.


Share

Related posts

ભરૂચમાં “સ્વતંત્રતા દિવસ”ની ઉજવણીના ભાગરૂપે નગરપાલિકાના વિપક્ષનાં સભ્યો દ્વારા શાળાના બાળકોને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરાયું

ProudOfGujarat

બીલીમોરા :રાજ્યમા દારૂબંદીના કડક અમલ વચ્ચે બીલીમોરા બંદરે દરિયાઈ માર્ગે બોટ મારફત વહન કરી લવાતો દારૂ ઝડપી પાડી 5ને વોન્ટેડ જાહેર કરતી સુરત રેન્જ આઈ.જી…

ProudOfGujarat

દાહોદ જીલ્લા મા નવરાત્રિ ના અંતિમ દિવસે ખૈલેયા ઓ મન મુકી ઝુમીયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!