· પીજીઆઈએમ ઇન્ડિયા સ્મોલ કેપ ફંડ પાંચ કે તેથી વધુ વર્ષની રોકાણ મુદત સાથેની એક ઓપન-એન્ડેડ ઈક્વિટી સ્કીમ છે
· ટોપ-ડાઉન અને બોટમ-અપ રોકાણ અભિગમનું સંયોજન
· ફંડ ઓછામાં ઓછા 65 ટકાનું રોકાણ સ્મોલ કેપ કેપ શેર્સમાં ફાળવશે
પીજીઆઈએમ ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ‘પીજીઆઈએમ ઈન્ડિયા સ્મોલ કેપ ફંડ’ શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. એનએફઓ 9 જુલાઈ, 2021 ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને જુલાઈ 23, 2021 ના રોજ બંધ થશે. ફંડનો બેંચમાર્ક ઈન્ડેક્સ નિફ્ટી સ્મોલ કેપ 100 ટોટલ રીટર્ન ઇન્ડેક્સ છે. આ યોજનાનો રોકાણ હેતુ મુખ્યત્વે સ્મોલ કેપ કંપનીઓના ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત સાધનોમાં રોકાણ દ્વારા લાંબા ગાળે મૂડી વૃદ્ધિ મેળવવાનો છે. ફંડ તેના ભંડોળના ઓછામાં ઓછા 65 ટકા રકમ સ્મોલ કેપ કંપનીઓમાં રોકાણ કરશે અને સુગઠિત પોર્ટફોલિયો માટે ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત સાધનોની વૃદ્ધિમાં પણ ભાગ લેશે. આ ફંડનું સંચાલન શ્રી અનિરુદ્ધ નાહા (ઇક્વિટી રોકાણો માટે), શ્રી કુમારેશ રામકૃષ્ણન (ડેબ્ટ અને મની માર્કેટ રોકાણો માટે) અને રવિ અદુકિયા (વિદેશી રોકાણો માટે) કરશે.
સ્મોલ કેપ્સમાં રોકાણથી લાંબા ગાળે સંપત્તિ સર્જન અને આલ્ફા ઉત્પન્ન કરવાની સંભાવના છે. અર્થતંત્રમાં જેમ સુધારો થાય અને માગ વધે તેમ સ્મોલ કેપ કંપનીઓ સહિત સંપૂર્ણ મૂલ્ય શ્રૃંખલાને લાભ થાય છે. આર્થિક આંકડામાં સુધારણાની સાથે, સ્મોલ કેપ કંપનીઓની કોર્પોરેટ નફાક્ષમતામાં સુધારો થવાની અપેક્ષા છે.
“અમારું માનવું છે કે સ્મોલ-કેપ સેગમેન્ટમાં સૂચિબદ્ધ કંપનીઓ, સરકાર દ્વારા ઉત્પાદનને વેગ આપવા માટેની પીએલઆઈ સ્કીમ્સ, નીચા વેરા દર અને વિવિધ કન્સેશનને કારણે કોર્પોરેટ કમાણીમાં થનારા નોંધપાત્ર સુધારા, ની સૌથી મોટી લાર્ભાર્થી બનશે. જ્યાં સ્મોલ કેપ્સ કંપનીઓ કાર્યરત છે તેવા ક્ષેત્રમાં ઉદ્યોગનું વધુ સ્પષ્ટ સંગઠન થાય છે કારણ કે મોટાભાગની સ્મોલ-કેપ કંપનીઓ અસંગઠિત ખેલાડીઓ સાથે સ્પર્ધા કરે છે. ગુણવત્તાયુક્ત રોકાણોની તકો મેળવવા માટે, અમે પીજીઆઈએમ ઇન્ડિયા સ્મોલ કેપ ફંડ શરૂ કર્યું છે. આ પાછળનો હેતુ રોકાણકારોને બાંધકામ, ટેક્સટાઈલ્સ, રિઅલ એસ્ટેટ, કેમિકલ્સ અને એગ્રોકેમિકલ્સ, ઉદ્યોગ, પેપર અને તેના જેવા વ્યવસાયિક ક્ષેત્રમાં રોકાણ કરવામાં મદદ કરવાનો છે જેનું લાર્જ કેપ કંપનીમાં મર્યાદિત પ્રતિનિધિત્વ છે, એમ પીજીઆઈએમ ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડના સીઇઓ અજિત મેનને જણાવ્યું હતું.
“આવક અને વાજબી મૂલ્યાંકનનો ટેકો મેળવેલા સારી ગુણવત્તાના સ્મોલ કેપ્સ શેર્સ સમય જતા શ્રેષ્ઠ વળતર આપે છે. તેમને આવક વૃદ્ધિના અને પીઈ રેરેટીંગની તક બંનેથી લાભ થાય છે, જે તેમને સ્મોલ કેપમાંથી મિડકેપ અને અંતે લાર્જ કેપમાં પરિણમવામાં મદદ કરે છે ” , સિનિયર ફંડ મેનેજર-ઇક્વિટી અને પીજીઆઈએમ ઇન્ડિયા સ્મોલ કેપ ફંડના ફંડ મેનેજર એમ શ્રી અનિરુદ્ધ નાહાએ કહ્યું હતું.
અસ્કયામતની ફાળવણી માટે વધુ વિગતો જાણવા, www.pgimindiamf.com ઉપર સ્કીમના સ્કીમ ઈન્ફોર્મેશન દસ્તાવેજ ચકાસો
એક્ઝિટ લોડ:
· ફાળવવામાં આવેલા યુનિટ્સમાંથી 10 ટકા ડેબ્ટ સ્કીમ્સ / પીજીઆઈએમ ઇન્ડિયા આર્બિટ્રેજ ફંડમાં ફાળવણીની તારીખથી 90 દિવસની અંદર કોઈ પણ એક્ઝિટ લોડ વિના રિડીમ કરી શકાશે / ફેરવી શકાશે.
· જો યુનિટ્સને ડેબ્ટ સ્કીમ્સ / પીજીઆઈએમ ઇન્ડિયા આર્બીટ્રેજ ફંડમાં ફાળવણીની તારીખથી 90 દિવસની અંદર ઉપરોક્ત મર્યાદાથી વધારે પ્રમાણમાં રીડિમ કરાય / ફેરવવામાં આવે તો કોઈપણ રિડમ્પશન્સ / ફેરવણીમાં 0.50% નો એક્ઝિટ લાગુ થશે.
· બિલકુલ નહીં – જો યુનિટ્સ ફાળવણીની તારીખથી 90 દિવસ પછી તેને રિડીમ / ફેરવવામાં આવે.
યોજનાઓ અને વિકલ્પો: રેગ્યુલર પ્લાન અને ડાયરેક્ટ પ્લાન. ગ્રોથ, પેઆઉટ ઓફ ઈનકમ ડિસ્ટ્રીબ્યુશન કમ કેપિટલ વિડ્રોવલ ફેસિલિટી (આઈડીસીડબ્લ્યુ-પેઆઉટ) અને રિઈન્વેસ્ટમેન્ટ ઈનકમ ડિસ્ટ્રીબ્યુશન કમ કેપિટલ વિડ્રોવલ ફેસિલિટી (આઈડીસીડબ્લ્યુ- રિઈન્વેસ્ટમેન્ટ).
રોકાણની ન્યૂનતમ રકમ: પ્રારંભિક ખરીદી – ઓછામાં ઓછા રૂ. 5,000/ – અને ત્યારબાદ રૂ.1 / – ના ગુણાંકમાં.
વધારાની ખરીદી – ઓછામાં ઓછા રૂ .1,000 / – અને ત્યારબાદ રૂ. 1 / – ના ગુણાંકમાં.
સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી): રૂ. 1,000 / – ના ઓછામાં ઓછા પાંચ હપ્તા. અને ત્યારબાદ રૂ .1 / – ના ગુણાંકમાં માસિક અને ત્રિમાસિક એસઆઈપી.
માસિક અને ત્રિમાસિક એસઆઈપી માટે ન્યૂનતમ એસઆઈપી ટોપ અપની રકમ રૂ. 100 / – અને રૂ.1 /- ના ગુણાંકમાં.
સૂચિત્રા આયરે