Proud of Gujarat
FeaturedGujaratINDIA

દિલીપ કુમારને અલવિદા: આવો હતો ટ્રેજેડી કિંગનો શાનદાર ફિલ્મી સફર.

Share

બોલિવુડમાં દિલીપ કુમાર એક એવા અભિનેતાના રૂપમાં જાણીતા રહ્યા. જેમણે પોતાના દમદાર અભિનય અને જબરદસ્ત ડાયલોગ દ્વારા પોતાના ચાહકોના દિલ પર અમીટ છાપ છોડી. અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના, ધર્મેન્દ્ર તે સમયે શાનદાર ફિલ્મો આપી ચૂક્યા હતા. પરંતુ દિલીપ કુમારે પોતાના અભિનય થકી લોકોના દિલમાં સુપરસ્ટારનું નામ છપાવી દીધું. તે સમયે એવું કહેવાતું હતું કે ભારતમાં બે વસ્તુ જોવા જેવી છે એક તાજમહલ અને બીજા દિલીપ કુમાર.

11 ડિસેમ્બર 1922 ના રોજ પાકિસ્તાનના પેશાવરમાં જન્મેલા યુસૂફ ખાન ઉર્ફે દિલીપ કુમાર પોતાના માતા-પિતાના 13 સંતાનોમાંથી ત્રીજા સંતાન હતા. તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ પુણે અને દેવલાલીમાંથી મેળવ્યું. તેના પછી તે પોતાના પિતા ગુલામ સરવર ખાનના ફળોના વેપારમાં મદદ કરવા લાગ્યા. થોડાક સમય પછી ફળના વેપારમાં મન ન લાગતાં દિલીપ કુમારે આ કામ છોડી દીધું અને પુણેમાં કેન્ટીન ચલાવવા લાગ્યા. વર્ષ 1943 માં તેમની મુલાકાત બોમ્બે ટોકીઝના સંચાલક દેવિકા રાની સાથે થઈ. જેમણે તેમની પ્રતિભાને ઓળખીને મુંબઈ આવવાનું આમંત્રણ આપ્યું. પહેલા તો દિલીપ કુમારે આ વાતને હળવાશથી લીધી. પરંતુ કેન્ટીનના ધંધામાં મજા ન આવતાં તેમણે દેવિકા રાનીને મળવાનો નિર્ણય કર્યો.

દેવિકા રાનીએ યુસૂફ ખાનને સૂચન કર્યું તે જો તે પોતાનું ફિલ્મી નામ બદલે તો તે પોતાની નવી ફિલ્મ જ્વાર-ભાટામાં અભિનેતા તરીકે કામ આપી શકે છે. દેવિકા રાનીએ યુસૂફ ખાનને વાસુદેવ, જહાંગીર અને દિલીપ કુમારમાંથી એક નામ પસંદ કરવા કહ્યુ. વર્ષ 1944 માં જ્વાર-ભાટાથી અભિનેતા તરીકે દિલીપ કુમારે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી. ફિલ્મ જ્વાર-ભાટાની નિષ્ફળતા પછી દિલીપ કુમારે પ્રતિમા જુગનુ, અનોખા પ્યાર, નૌકા ડૂબી જેવી કેટલીક બી ગ્રેડ અને સી ગ્રેડની ફિલ્મોમાં અભિનેતા તરીકે કામ કર્યું. પરંતુ આ ફિલ્મોથી તેમને કંઈ ખાસ ફાયદો થયો નહીં. ચાર વર્ષ સુધી માયાનગરી મુંબઈમાં સંઘર્ષ કર્યા પછી 1948 માં ફિલ્મ મેલાની સફળતા પછી દિલીપ કુમાર અભિનેતા તરીકે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવવામાં સફળ થયા.

Advertisement

1940 માં મોટા ભાગની ફિલ્મો રહી ફ્લોપ
જ્વારા ભાટા દિલીપ કુમારે બીજી અનેક ફિલ્મ કરી પરંતુ તેમાંથી મોટાભાગની ફ્લોપ રહી. 1947 માં રીલિઝ થયેલી ફિલ્મ જુગનુથી તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક ઓળખ બનાવી. આ ફિલ્મમાં તેમની સાથે અભિનેત્રી નૂરજહાં હતી. તે ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી. ત્યારબાદ દિલીપ કુમારે શહીદ, મેલા જેવી હિટ ફિલ્મ આપી. 1949 માં મળ્યો મોટો બ્રેક 1949 માં રિલીઝ થયેલી ફિલ્મ અંદાજે તેમની કરિયરને મોટો બ્રેક આપ્યો. આ ફિલ્મ મહબૂબ ખાને બનાવી હતી. જેમાં તેમની સાથે નરગિસ અને રાજકપૂર હતા. ત્યારબાદ તે જ વર્ષે શબનમ રિલીઝ થઇ. આ ફિલ્મ પણ સુપરહિટ રહી.

1950 માં અનેક હિટ ફિલ્મો આપી
1950 માં પણ દિલીપ કુમારે અનેક હિટ ફિલ્મો આપી જેમાં જોગન, બાબુલ, હલચલ, દીદાર, દાગ, શિકસ્ત, તરાના,સંગદિલ, અમર, ઉડન ખટોલા, ઇન્સાનિયત, દેવદાસ, નવા દૌર, યહુદી, મધુમતી અને પેગામ (1059) આ ફિલ્મો બાદ જ તેમને ટ્રેજેડી કિંગનું નામ મળ્યું હતું.

1960 ફિલ્મ મુગલે આઝમે રચ્યો ઇતિહાસ
1960 માં આસિફની ફિલ્મ Mughal-e-Azamમાં દિલીપ કુમારે પ્રિન્સ સલીમનો રોલ કર્યો. આ રોલે ઇતિહાસ રચી દીધો. તે જમાનાની આ highest-grossing ફિલ્મ પણ બની હતી. 11 વર્ષ સુધી આ ફિલ્મનો કોઇ રેકોર્ડ તોડી શક્યું ન હતું. 1971 માં રિલીઝ થયેલી ફિલ્મ હાથી મેરે સાથી અને 1975 માં રિલીઝ થયેલી ફિલ્મ શોલેએ આ ફિલ્મનો રેકોર્ડ બ્રેક કર્યો હતો. આ ફિલ્મ બ્લેક એન્ડ વ્હાઇટ હતી. જોકે ફિલ્મના કેટલાક સીન કલર હતા. આ ફિલ્મને સંપૂર્ણ કલર ફિલ્મ તરીકે ફરી 2004 માં રિલીઝ કરવામાં આવી હતી.

ટ્રેજેડી કિંગ બન્યા બાદ દિલીપ કુમાર ખૂબ જ પરેશાન રહેવા લાગ્યાં તેની રિલ લાઇફની અસર તેમની રિયલ લાઇફ અને તેમની માનસિકતા પર પણ પડવા લાગી. મનોચિકિત્સકે તેમને હલકી ફુલ્કી ફિલ્મ કરવાની સલાહ આપી. ત્યારબાદ 1952 માં મહેબૂબ ખાનની કોમેડી ફિલ્મમાં તેમને કામ કર્યું. જેને લોકોએ ખૂબ પસંદ કર્યો. ત્યારબાદ તેમને હિટ પર હિટ ફિલ્મો આપી ફિલ્મ દાગ માટે તેમને પહેલી વખત ફિલ્મ ફેયર અવોર્ડ મળ્યો.


Share

Related posts

લીંબડી ક્ષત્રિય રાજપૂત સમાજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન સમારોહ યોજાયો.

ProudOfGujarat

સુરતમાં શાળા શરૂ થયા છતાં બજારમાં હજી પણ પાઠ્યપુસ્તકોની અછત.

ProudOfGujarat

ભરૂચ : ઓપેલ કંપનીના કિંમતી કેટાલીસ્ટ પાવડર ચોરીનો ભેદ ઉકેલાયો : પાંચ આરોપીઓની કરાઈ ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!