Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરિયોગ્રાફર સરોજ ખાનના જીવન પર બનશે ફિલ્મ : ભૂષણ કુમારે કરી જાહેરાત.

Share

કોરિયોગ્રાફર સરોજ ખાનના જીવન પર ફિલ્મ બનવા જઈ રહી છે. આ વાતની જાહેરાત ટી-સિરીઝના માલિક ભૂષણ કુમારે કરી છે. સરોજ ખાનનું નિધન થઈ ચુક્યુ છે. હવે સરોજ ખાનના જીવન પર ફિલ્મ બનશે. તેમની પ્રથમ પુણ્યતિથિ પર ભૂષણ કુમારે આ વાતની જાહેરાત કરી છે. ટી સિરીઝે બાયોપિક સાથે જોડાયેલા રાઇટ્સ પણ ખરીદી લીધા છે. સરોજ ખાન ભારતના પ્રથમ મહિલા કોરિયોગ્રાફર હતા. ટી-સિરીઝ ન માત્ર ફિલ્મનું નિર્માણ કરશે પરંતુ તેમણે ફિલ્મોના રાઇટ્સ પણ સરોજ ખાનના બાળકો પાસેથી ખરીદી લીધા છે. સરોજ ખાનના પુત્ર રાજૂ ખાન પણ કોરિયોગ્રાફર છે.

સરોજ ખાનની પુત્રી સુકૈના ખાને એક અખબારી યાદીમાં કહ્યું- મારા માતાનું ખુબ સન્માન કરવામાં આવ્યું. પરંતુ અમે ખુબ નજીકથી તેમનો સંઘર્ષ અને લડાઈ જોઈ છે. મને આશા છે કે આ બાયોપિકના માધ્યમથી ભૂષણ જી તેમની કહાની કહી શકશે. તેમને ડાન્સને લઈને જનૂન હતું. તે બધા કલાકારોનું સન્માન કરતા હતા. તો રાજૂ ખાને કહ્યુ- મારા માતાને ડાન્સ કરવો પસંદ હતો.

તેમણે તેના માટે પોતાનું જીવન સમર્પિત કર્યુ છે. મને ખુશી છે કે હું તેમના પગલા પર ચાલ્યો છું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમનું સન્માન કરવામાં આવ્યું. મને ખુશી છે કે ભૂષણ કુમારે તેમના જીવન પર ફિલ્મ બનાવવાનો નિર્ણય લીધો છે. ભૂષણ કુમારે કહ્યુ- સરોજ જી એ પોતાની છબી દર્શકો સિવાય કલાકારોના દિલમાં છોડી છે.

Advertisement

તેમણે કોરિયોગ્રાફીને નવી ઉંચાઈ આપી છે. તે દર્શકોના સિનેમાઘરોમાં લાવવામાં સફળ થયા છે. સરોજ ખાને માધુરી દીક્ષિતની સાથે ફિલ્મ કલંકમાં કામ કર્યું હતું. આ તેમની છેલ્લી ફિલ્મ હતી.

તેમનું ત્રણ વખત રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ 3500 થી વધુ ગીત કોરિયોગ્રાફ કરી ચુક્યા છે. સરોજ ખાન 10 વર્ષના હતા ત્યારે ડાન્સર બન્યા હતા. 12 વર્ષની ઉંમરે તેમણે આસિટન્ટ કોરિયોગ્રાફર તરીકે કામ શરૂ કર્યું હતું. તેમણે માધુરી દીક્ષિત સાથે અનેક ગીતોમાં કામ કર્યું હતું.


Share

Related posts

વાલિયાના કોંઢ ગામના દેસાઈ ફળિયામાં નજીવી બાબતે બે જુઠ્ઠ વચ્ચે અથડામણ થતા વાહનોમાં તોડફોટ અને છ વ્યક્તિઓને ઈજાઓ થવા પામી હતી બનાવ અંગે વાલિયા પોલીસ મથકે સામ-સામે પોલીસ ફરિયાદ નોધાવા પામી છે

ProudOfGujarat

મોરબી-રાજકોટ હાઈવે પર જુગારધામમાં દરોડો-૩૩ જુગારી લાખ્ખો ના મુદ્દામાલ સાથે ઝડપાયા…..

ProudOfGujarat

સુરતમાં નરાધમ પિતાએ સગી પુત્રી ઉપર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવ્યા બાદ હત્યા કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!