ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાંનો એક હોવાથી વૈશ્વિક ઇકોસિસ્ટમ સાથે નજીકથી સંકળાયેલો છે. જોકે, આમ હોવા છતાં, વૈશ્વિક ઈક્વિટી બજારમાં ભારત હજી લગભગ 3 ટકા ફાળો આપે છે. તેનો અર્થ એ છે કે ભારતીય રોકાણકારો, પહેલું – વૈશ્વિક તકો મેળવવા, બીજું, ભારતીય સિમાડાથી આગળ વધીને તેમના પોર્ટફોલિયોને વૈવિધ્યસભર બનાવવા માટે – રોકાણના એક વિશાળ વૈશ્વિક ફલકમાં પ્રવેશ્યા નથી. રોકાણકારો વિવિધ કારણોસર વૈશ્વિક બજારો તરફ વળી શકે છે, એક અથવા અનેક દેશોમાં રોકાણ કરવા અથવા કોઈ ચોક્કસ ક્ષેત્રો અથવા વિકસતી થીમમાં રોકાણ માટે, જે તેમને સ્થાનિક સ્તરે ઉપલબ્ધ નથી.
વૈશ્વિક રોકાણ તમારા પોર્ટફોલિયોમાં સંપત્તિ સર્જનનો એક વધારાનો સ્રોત પ્રદાન કરે છે અને જોખમને વહેંચી નાંખીને ઘટાડે છે. વૈશ્વિક સ્તરે, જુદા જુદા સમયગાળામાં જુદા જુદા બજારોએ બહેતર પ્રદર્શન કર્યું છે અને જુદા જુદા ક્ષેત્રોમાં શ્રેષ્ઠતમ પ્રદર્શન થતું રહે છે કારણ કે પ્રદર્શક અને પાછળ રહી જનાર વાર્ષિક ધોરણે બદલાય છે. હકીકતમાં, જો આપણે બેંચમાર્ક સૂચકઆંકોની સરખામણી કરીએ તો યુએસ બજારોએ તેના સ્થાનિક ચલણમાં અગાઉના 3, 5, 10 વર્ષના ગાળામાં ભારતીય બજારો કરતાં રોકાણકારો માટે વધુ સંપત્તિ સર્જી છે અને જો આપણે ભારતીય રૂપિયાની દ્રષ્ટિએ વળતર જોઈએ તો વળતર વધુ ઊંચું છે. રોકાણકારોએ નોંધવું જોઈએ કે યુ.એસ. ડોલર જેવા મજબૂત ચલણ સામે લાંબા ગાળે રૂપિયાનું અવમૂલ્યન વળતરમાં વધારો કરશે અને તે સામે વિપરીત સ્થિતી પણ હોઈ શકે. રોકાણકારની જોખમ સહન કરવાની સ્થિતીમાં બંધબેસતું હોય તો સ્થાનિક રોકાણનો આગ્રહ રાખનારાએ રોકાણકારોને આ તકને ઝડપી લેતા અટવવા જોઈએ નહીં.
હવે મહત્ત્વની વાત એ છે કે, વિવિધ વિસ્કતારો-દેશો રોકાણની વિવિધ તકો આપે છે. ભારતીય અર્થવ્યવસ્થા હજી પણ આઇટી કન્સલ્ટન્સી, બીએફએસઆઈ, ઓઇલ એન્ડ ગેસ વગેરે જેવા પરંપરાગત ક્ષેત્રો દ્વારા દોરાઈ રહી છે, ત્યારે, વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન ટેકનોલોજી કેન્દ્રિત કંપનીઓ પર છે જે વિવિધ મેગા ટ્રેન્ડ્સનો ભાગ છે જે તદ્દન અનોખા છે અને કામકાજના મૂળમાં અનેક બદલાવ લાવી રહ્યાં છે. વૈશ્વિક સ્તરે જે થીમ લોકપ્રિય બની રહી છે તેમાં રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇલેક્ટ્રિક વ્હીકલ, ઔદ્યોગિક ઓટોમેશન્સ, બ્લોક ચેન, ડિજિટલ ઇકોનોમી સહિતની અનેક બાબતોનો સમાવેશ છે. આ વિકસતી થીમ્સ વધુને વધુ વૈશ્વિક રોકાણકારોના પોર્ટફોલિયોનો ભાગ બની રહી છે. ભારતીય ઇક્વિટીઝ જૂની આર્થિક થીમ્સમાં રોકાણ કરે છે, ત્યારે, વ્યક્તિએ આવી થીમ્સ અને મેગા-ટ્રેન્ડમાં ભાગ લેવા વૈશ્વિક રોકાણ યોગ્ય ફલક તરફ ધ્યાન આપવાની જરૂર છે.
વ્યક્તિના લક્ષ્ય અને ઉદ્દેશ્યના આધારે વૈશ્વિક રોકાણ એ રોકાણકારોની સંપત્તિ ફાળવણીનો એક ભાગ હોઈ શકે છે. ભારતમાં ટેક શેરોમાં રોકાણનો અભાવ છે તેથી રોકાણકારો તેમાં સ્થિર રોકાણ કરવા માંગે છે કે અથવા તે સરળ સાદું-સીધું રેકાણ ઇચ્છે, તે રોકાણકારોના જોખમ અને વળતરની પ્રોફાઇલ પર આધારિત છે.
યુએસ જેવા વિકસિત દેશોમાં, નાણાકીય બજારો માહિતીના આધારે કાર્યક્ષમ છે, જેના પરિણામે એક્ટિવ ફંડસ બેંચમાર્ક કરતાં સારી કામગીરી કરવામાં મુશ્કેલી અનુભવે છે અને તે પણ સાતત્ય અને ખર્ચના ધોરણે. ઉ.દા. તરીકે, અમેરિકાને આવરી લેતાં એસપીઆઈવીએના વર્ષ 2020 ના અહેવાલ પ્રમાણે, સતત 11 મા વર્ષે સક્રિય લાર્જ-કેપ ફંડ્સએ એસએન્ડપી 500 જેવા બ્રોડ-બેસ્ડ સૂચકાંકોનો સરેરાશ પ્રભાવ ઘટાડ્યો છે. સક્રિય ફંડ્સમાં રોકાણ કરનારા ફીડર ફંડ્સ પણ ખર્છાળ હોય છે અને બેંચમાર્ક કરતાં ઉતરતી કામગીરીનું જોખમ ધરાવે છે.
ઇટીએફ જેવા પેસિવ પ્રોડક્ટ્સ અથવા ઇટીએફ આધારિત ફંડ ઓફ ફંડ જે સૂચકાંકના પ્રદર્શનને અનુસરે છે તે ઓછા ખર્ચાળ અને પારદર્શક પોર્ટફોલિયોને કારણે તથા જાણીતી પદ્ધતિ હોવાથી રોકાણ માટે યોગ્ય છે. વધુમાં, પેસિવ પ્રોડક્ટ દ્વારા રોકાણ કરીને, રોકાણકારો ફંડ મેનેજરના જોખમને નહિવત અથવા ઘટાડી શકે છે, જેના પરિણામે કામગીરી ઊણી ઉતરી શકે છે. ઇટીએફ આધારિત ફંડ ઓફ ફંડ, રોકાણકારોને સામાન્ય મ્યુચ્યુઅલ ફંડ માર્ગે લમ્પસમ અથવા એસઆઈપી અથવા એસટીપી દ્વારા સ્થિર રીતે ઇટીએફમાં રોકાણ કરવાની તક પૂરી પાડે છે.
વિદેશી બજારમાં રોકાણ કરવા માટે, રોકાણકારે પહેલા તેની જોખમ પ્રોફાઇલ અને રોકાણના ઉદ્દેશ્ય વિશે જાગૃત હોવું જોઈએ. તમારી પ્રોફાઇલ અને લક્ષ્ય સાથે મેળ બેસે તેવું એક ફંડ પસંદ કરો અને ખર્ચને પણ ધ્યાનમાં રાખો. આદર્શ રીતે, રોકાણકાર પહેલા ઓછા રોકાણ (ઉ.દા. તરીકે 5 ટકા) દ્વારા શરૂઆત કરી શકે છે અને જો તે યોગ્ય હોય તો સમયાંતરે ફાળવણી વધારતા જાવ. સક્રિય મ્યુચ્યુઅલ ફંડ્સમાં અને હવે ઇટીએફ જેવા ઓછા ખર્ચે પેસિવ પ્રોડક્ટ્સમાં પણ ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ હોવાને કારણે, આવા રોકાણ લેવાનું ક્યારેય સરળ નહોતું.
સૂચિત્રા અયારે