Proud of Gujarat
FeaturedGujaratINDIA

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પોપટલાલનું પાત્ર ભજવતા શ્યામ પાઠકે પરિવાર સાથે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી.

Share

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પોપટલાલનું પાત્ર ભજવતા શ્યામ પાઠકે આજે પરિવાર સાથે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. સ્ટેચ્યૂ ઓફ યુનિટી હવે દેશ-વિદેશમાં પ્રસિદ્ધી પામી રહ્યું છે વર્ષ-2018 માં સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું, ત્યારબાદ આ 3 વર્ષમાં 50 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે.

ખાસ કરીને સ્ટેચ્યૂ ઓફ યુનિટી તો વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે જ પણ ત્યાં જંગલ ખાતા દ્વારા બનાવવામાં આવેલ સરદાર પટેલ જુઓલોજીકલ પાર્ક પણ ખૂબ સરસ છે, જ્યારે બાળકો માટે બનાવવામાં આવેલ ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કના પણ શ્યામ પાઠકે ખૂબ વખાણ કર્યાં હતા. આમ તો અહીંના તમામ પ્રોજેક્ટ એક અજાયબી જેવા જ છે અને અહીં ફરી આવાનું મન થાય તેવા પ્રોજેકટ રાજ્ય સરકારે નિર્માણ કર્યાં છે.વર્ષ 2019 માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સમગ્ર ટીમે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પતંગ ઉત્સવની પણ મજા માણી હતી.

Advertisement

તારક મહેતાના ડાયરેક્ટર અસિતકુમાર મોદીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તારમાં શૂટિંગ પણ કર્યું હતું. હાલ કોરોના કાળમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યું હતું, ત્યારે શૂટિંગ કરવાની મંજૂરી પણ નોહતી આપી, જેના માટે દમણ ખાતે એક મહિનાથી તારક મહેતાનું શૂટિંગ એક ખાનગી રિસોર્ટ ખાતે ચાલી રહ્યું હતું, ત્યારે આજે તારક મહેતામાં પોપટલાલનું પાત્ર ભજવતા શ્યામ પાઠક પરિવાર સાથે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે લીધી હતી. 2019 માં શ્યામ પાઠક શૂટિંગ માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી આવ્યા હતા.

સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી પ્રભાવિત થઇને શ્યામ પાઠકે ફરીથી લગભગ 3 વર્ષ બાદ પરિવાર સાથે ફરીથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોઈને મંત્રમુગ્ધ થઈ ગયેલા પોપટલાલ એટલે કે શ્યામ પાઠકે જણાવ્યું હતું કે, આ એક વિરાટ પુરુષની વિરાટ પ્રતિમા છે, જેને જોવા માટે વારે વારે આવાનું મન થાય છે, જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલના દિલમાંથી એટલે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરીમાંથી ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમનો નજારો પણ અદભુત લાગી રહ્યો હતો.


Share

Related posts

બળાત્કારના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારતી નડિયાદની પોકસો અદાલત.

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં દેગડિયા ગામે દીપડાએ બે વાછરડાનો શિકાર કર્યો.

ProudOfGujarat

જામનગરમાં મહિલાઓ માટે આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે વિનામૂલ્ય વોકેથોનું આયોજન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!