Proud of Gujarat
INDIAFeaturedGujarat

બોલિવુડ એક્ટ્રેસ મંદિરા બેદીના પતિ અને ફિલ્મ મેકર રાજ કૌશલનું હાર્ટ-અટેકથી અવસાન.

Share

બોલિવૂડ એક્ટ્રેસ મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું હાર્ટ-અટેકને કારણે અવસાન થયું છે. નાના પડદાથી લઈને મોટા પડદા અને ક્રિકેટ જગતમાં પોતાની ઓળખ બનાવી ચૂકેલી અભિનેત્રી મંદિરા બેદી પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. તેમના પતિ રાજ કૌશલનું બુધવારે અચાનક નિધન થઈ ગયું. હજુ સુધી તેમના નિધન અંગે કોઈ અધિકૃત જાણકારી સામે આવી નથી.

આજે સવારે હાર્ટ-અટેક આવતાં ફિલ્મમેકર રાજ કૌશલે દુનિયાને અલવિદા કહ્યું. રાજ કૌશલના ખાસ મિત્રએ આ ન્યૂઝ કન્ફર્મ કર્યા છે. તેમને સવારે 4:30 વાગ્યે હાર્ટ-અટેક આવ્યો અને હોસ્પિટલ લઈ ગયા એ પહેલાં જ તેમણે ઘરે અંતિમ શ્વાસ લીધા. રાજ કૌશલ પ્રોડ્યુસર અને સ્ટંટ ડિરેક્ટર હતો. તેણે કરિયરની શરૂઆત એક્ટર તરીકે કરી હતી. રાજ કૌશલની અચાનક વિદાયથી બોલિવૂડ સેલેબ્સે શોક વ્યક્ત કર્યો છે. રિપોર્ટ્સ મુજબ રાજ કૌશલના મોતનું કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાય છે. નોંધનીય છે કે એવી પણ જાણકારી સામે આવી છે કે રાજે રવિવારે જ પોતાના મિત્રો સાથે પાર્ટી કરી હતી. આ પાર્ટીની તસવીરો પણ તેમણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

Advertisement

મંદિરાએ પ્રેમના પ્રતીકનો દિવસ એટલે કે વેલેન્ટાઈન્સ ડેના દિવસે લગ્ન કર્યા હતા. 14 ફેબ્રુઆરી, 1999ના રોજ તેણે ફિલ્મ મેકર રાજ કૌશલ સાથે ફેરા ફર્યા. તેના દીકરાનો જન્મ 19 જૂન, 2011 ના રોજ થયો હતો. કરિયર માટે મંદિરા લગ્નના 11 વર્ષ પછી માતા બની હતી. તેણે દીકરાનું નામ વીર રાખ્યું છે. એ પછી મંદિરાએ જુલાઈ 2020 માં એક દીકરી દત્તક લીધી અને તેનું નામ તારા રાખ્યું છે. અત્રે જણાવવાનું કે વ્યવસાયે રાજ ડાઈરેક્ટર અને પ્રોડ્યુસર હતા. રાજે પ્યારમે કભી કભી, શાદી કા લડ્ડુ જેવી ફિલ્મો ડાઈરેક્ટ અને પ્રોડ્યુસ કરી છે.


Share

Related posts

ભરૂચ : નેત્રંગ મોવી રોડ પર પાર્ક કરેલ ફોરવ્હીલમાંથી ત્રણ લાખ ત્રીસ હજાર ઉપરાંતનાં દાગીના સહિત રોકડ રકમની ચોરી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાની હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે ખાદી ફોર નેશન – ખાદી ફોર ફેશન અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચમાં સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં જિલ્લામાં કુલ 16 મિમી વરાસાદ નોંધાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!