Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઈરફાન ખાનના દીકરા બાબિલ ખાને અધવચ્ચે કોલેજ છોડી : ડેબ્યૂ ફિલ્મ બાદ શૂજિત સરકારની ફિલ્મ સાઇન કરી.

Share

દિવંગત એક્ટર ઈરફાન ખાનના દીકરા બાબિલે અધવચ્ચે જ પોતાની કોલેજ છોડવાનો નિર્ણય કર્યો છે. તે લંડનની યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટરમાંથી ફિલ્મનો કોર્સ કરતો હતો. બાબિલે ફિલ્મ સ્કૂલ છોડવા અંગેની માહિતી સો.મીડિયામાં આપી હતી. તેણે કહ્યું હતું કે હવે તે માત્ર એક્ટિંગ પર ફોકસ કરવા માગે છે. આથી જ તેણે ફિલ્મ કોર્સ અધવચ્ચે છોડવાનો નિર્ણય લીધો છે.

બાબિલે પોતાના કોલેજના મિત્રોને પણ યાદ કર્યા હતા. બાબિલ ખાને કોલેજના દિવસોમાં વીડિયો કેમેરા હેન્ડલ કરતો હોય તે તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘મારા પ્રેમાળ મિત્રોની મને ઘણી જ યાદ આવશે. મુંબઈમાં મારે વધારે મિત્રો નથી. કુલ મળીને માંડ 2-3 હશે. તમે બધાએ મને હુંફ આપી, ઘર આપ્યું અને મને એ ફીલ કરાવ્યું કે હું તમારો જ છું. થેંક્યુ. લવ યુ. હું આજે મારું ફિલ્મ BA અધવચ્ચે જ છોડી રહ્યો છું. આના 120 થી વધુ કારણો છે, તેમાંથી સૌથી મોટું કારણ એ કે હવે હું ભવિષ્યમાં મારું પૂરું ફોકસ એક્ટિંગ પર જ કરવા માગું છું. ગુડબાય યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટર. હું તને ઘણો જ પ્રેમ કરું છું. મારા સૌથી પાક્કા મિત્રો.’ ઉલ્લેખનીય છે કે બાબિલ અહીંયા ત્રણ વર્ષનો ફિલ્મ BA નો કોર્સ કરતો હતો.

Advertisement

અનુષ્કા શર્માના પ્રોડક્શન હાઉસ ક્લીન સ્લેટ ફિલ્મ તથા ડિજિટલ પ્લેટફોર્મ નેટફ્લિક્સની સુપરનેચરલ થ્રિલર ફિલ્મ ‘કાલા’થી બાબિલ ડેબ્યૂ કરશે. આ ફિલ્મમાં તેની સાથે તૃપ્તિ ડિમરી જોવા મળશે. તૃપ્તિ આ પહેલાં ‘લૈલા મજનૂ’ સહિત ઘણી ફિલ્મમાં જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે અનુષ્કાની ફિલ્મ ‘બુલબુલ’માં પણ તૃપ્તિ મહત્ત્વના રોલમાં જોવા મળી હતી. ‘કાલા’માં સ્વસ્તિકા મુખર્જી પણ લીડ રોલમાં જોવા મળશે.


Share

Related posts

રાજપારડી સિટી સર્વે કચેરીમાં ઓનલાઇન સુવિધાનાં અભાવે જનતાને હાલાકી.

ProudOfGujarat

રાજપીપળા : હરીપુરા ગામેથી વધુ એક બોગસ ડોકટરને પકડતી ગરૂડેશ્વર પોલીસ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના રાજકારણના મોટા સમાચાર, ચૂંટણીમાં ઉમેદવાર તરીકે મળી શકે છે નવા ચેહરાઓને તક..? જુઓ કંઈ બેઠક પર સંભાવના.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!