Proud of Gujarat
FeaturedGujaratINDIA

આઈટીઆઈ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા આઇટીઆઈ ડાયનેમિક બોન્ડ ફંડની રજૂઆત.

Share

• આ ફંડ ગૃહ દ્વારા પ્રસ્તુત આ 13મું ફંડ છે

• અગાઉની યોજના મુજબ અમે 44 શહેરમાં કામ કરી રહ્યા છીએ

Advertisement

• એનએફઓ 25 જૂને ખુલે છે અને 9 જુલાઈ, 2021 ના રોજ બંધ થાય છે

આઈટીઆઈસી મ્યુચ્યુઅલ ફંડે તેની કામગીરી એપ્રિલ 2019માં શરૂ કરી છે અને અત્યાર સુધી રોકાણકારોને સબંધી હોય તેવી 12 મુખ્ય પ્રોડક્ટ્સ રજૂ કરી છે. આ એએમસીને પરાંપરાગત વિચારસરણી દોહરાવતા રોકડ સમૃદ્ધ વેપારી ગૃહનું પીઠબળ છે. આટલા ટૂંકા સમયગાળામાં આ ગૃહે એએમસીમાં સંચાલન, કર્મચારીગણ, કાર્યપધ્ધતિ અને માળખાની સારી રચના થાય તેની તકેદારી આ ગૃહે રાખી છે જેથી તમામ રોકાણકારોને સરળતાથી રોકાણ કરવાનો લાભ લાંબા સમય સુધી મળતો રહે.

આઈટીઆઈ મ્યુચ્યુઅલ ફંડ નવી ફંડ ઓફર (એનએફઓ), આઈટીઆઈ ડાયનેમિક બોન્ડ ફંડ લોન્ચ કરી રહ્યું છે અને એનએફઓ 25 જૂને ખુલે છે અને 9 જુલાઈ, 2021 ના રોજ બંધ થાય છે. આ ફંડમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી રકમ રૂ. 5000 છે અને ત્યારબાદ રૂ. 1 રૂપિયાના ગુણોત્તરમાં તેમાં રોકાણ કરી શકાશે. બોન્ડ ફંડ ક્રિસિલ ડાયનેમિક ડેબિટ ઇન્ડેક્સ સામે બેંચમાર્ક રહેશે.

ફંડનો ઉદ્દેશ ડેબ્ટ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ધરાવતા પોર્ટફોલિયોમાં સક્રિય રોકાણ દ્વારા મહત્તમ વળતર મેળવવાનું છે. ફંડ એક સુગઠિત વ્યૂહરચનાને અનુસરશે જે લવચીક અસ્કયામત ફાળવણી અને સક્રિય મુદત મેનેજમેન્ટ દ્વારા રોકાણકારોને ગતિશીલ ફંડ મેનેજમેન્ટનો લાભ પ્રદાન કરે છે.

નવા એનએફઓની રજૂઆત વિશે જણાવતાં, આઇટીઆઈ મ્યુચ્યુઅલ ફંડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) અને ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર (સીઆઈઓ) જ્યોર્જ હેબર જોસેફે જણાવ્યું કે, “અમે અમારી યોજનાઓ અને ફંડ મેનેજમેન્ટ દ્વારા રોકાણકારોને અનોખા રોકાણ અનુભવ આપવા ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. . આઈટીઆઈ ડાયનેમિક બોન્ડ ફંડ સાથે, અમે એવા રોકાણકારોની જરૂરિયાતોનો ઉકેલ લાવવાનું લક્ષ્ય રાખીએ છીએ જેઓ દરેક સ્થિતીમાં રોકાણ કરી શકે અને ડેબ્ટ અને મની માર્કેટનાં સાધનોમાં રોકાણ કરીને સ્થિર વળતર આપે.

અમારી પારદર્શક વાતચીત અને દેશભરમાં અમારા ભાગીદારો સાથે સતત સંકળાયેલા રહેવાથી અમને બજારમાં અનુકુળ રીતે વિકસવામાં મદદ મળી છે. અમને જ્યાંથી વધુ ટ્રાન્ઝેક્શન્સ મળ્યાં છે તેવા ટી30 નગરો અને કેટલાક બી30 સ્થળો ઉપર અમે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છીએ. એક ટીમ તરીકે અમારા ભાગીદારો અને રોકાણકારોને સર્વસમાવેશક ધોરણે શ્રેષ્ઠ આપવા પ્રતિબદ્ધ છીએ, એમ જોસેફે ઉમેર્યું હતું.

આઈટીઆઈ મ્યુચ્યુઅલ ફંડએ અત્યાર સુધીમાં 12 યોજનાઓ શરૂ કરી છે – આઇટીઆઈ મલ્ટી કેપ ફંડ, આઈટીઆઈ લોંગ ટર્મ ઇક્વિટી ફંડ (ઇએલએસએસ- ટેક્સ સેવિંગ ફંડ), આઈટીઆઈ આર્બિટ્રેજ ફંડ, આઈટીઆઈ લિક્વિડ ફંડ, આઈટીઆઈ ઓવરનાઇટ ફંડ, આઈટીઆઈ બેલેન્સડ એડવાન્ટેજ ફંડ, આઈટીઆઈ સ્મોલ કેપ ફંડ, આઈટીઆઈ બેંકિંગ અને પીએસયુ ડેબ્ટ ફંડ, આઈટીઆઈ લાર્જ કેપ ફંડ, આઈટીઆઈ મિડ કેપ ફંડ, આઈટીઆઈ અલ્ટ્રા શોર્ટ ડ્યુરેશન ફંડ અને આઈટીઆઈ વેલ્યુ ફંડ. આઈટીઆઈ ડાયનેમિક બોન્ડ ફંડ એ 13 મી એનએફઓ છે જે ફંડ હાઉસ રજૂ કરી રહ્યું છે. તેના અગાઉના એનએફઓને મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો દ્વારા ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે.

કામકાજના બે વર્ષના ગાળામાં , તેણે 13870 થી વધુ એમએફડી વિસ્તર્યા છે અને 25 શાખાઓ શરૂ કરી છે. દેશભરના એમએફડી સાથે જોડાવા માટે ફંડ હાઉસે થોડા વર્ષમાં 48 બ્રાન્ચ ઓફિસ ખોલવાનું લક્ષ્ય નિર્ધાર્યું છે.

આઈટીઆઈ મ્યુચ્યુઅલ ફંડનું લક્ષ્ય છે રોકાણકારોને યોગ્ય સમયે યોગ્ય પ્રોડક્ટ પૂરી પાડવી અને આ દ્વારા એસેટ મેનેજમેન્ટ ક્ષેત્રે એક અનોખી રોકાણ ફિલસૂફી – એસક્યુએલ (એસ – માર્જિન ઓફ સેફ્ટી, ક્યૂ – બિઝનેસની ગુણવત્તા અને એલ -લો લીવરેજ) પર ધ્યાન કેન્દ્રિત કરીને એક નવો દાખલો બેસાડવો. ફંડ હાઉસે તેના પોટર્ફોલિયોમાં યોગ્ય શેર્સની પસંદગી કરવા માટે ઊંડાણપૂર્વકના સંશોધન આધારિત પદ્ધતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને અતિ સક્ષમ જોખમ વ્યવસ્થાપન માળખું બનાવ્યું છે અને નક્કર રોકાણ પ્રક્રિયાઓ તૈયાર કરી છે.


Share

Related posts

નર્મદા જિલ્લામાં ધોરણ- ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાઓમાં ૨૪ કેન્દ્રો ખાતે કુલ-૧૪,૬૨૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

ProudOfGujarat

ઘોઘંબા : રાજગઢ પોલીસે કતલ કરવાના ઇરાદે લઈ જવાતા સાત ગૌવંશોને બચાવી લીધા.

ProudOfGujarat

SBI સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મુખ્ય શાખા અમદાવાદ ખાતે ભરતભાઈ ચૌધરીને ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!