Proud of Gujarat
INDIAFeaturedGujarat

Payal Rohatgi Arrested : સોસાયટીના સભ્યોને અશ્લીલ ગાળો બોલવાની અને મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ.

Share

બીગ બોસથી જાણીતી થયેલી અને ટીવી અને બોલીવૂડમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ પાયલ રોહતગીની અમદાવાદ પોલીસે ધરપકડ કરી છે. આજે સેટેલાઈટ પોલીસે ધરપકડ કરી છે. સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં એક્ટ્રેસ પાયલ રોહતગી સામે ફરિયાદ થઈ હતી. બોલિવૂડની એક્ટ્રેસ પાયલ રોહતગી ફરી એક વખત વિવાદમાં આવી છે. સેટેલાઇટ વિસ્તારમાં પોતાની સોસાયટીના સભ્યોની વિરુદ્ધમાં સોશિયલ મીડિયામાં અભદ્ર અને બીભત્સ ભાષામાં કૉમેન્ટ લખી ડીલિટ કરી નાખી હતી.

એક્ટ્રેસ સોસાયટીની મીટીંગમાં સભ્ય ન હોવા છતાં આવીને સભ્યો સાથે બોલાચાલી કરી જાનથી મારી નાંખવાની ધમકી ઉપરાંત ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા સોસાયટીના ચેરમેને તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા સેટેલાઇટ પોલીસે ગુનો નોંધવતા પોલીસે તેની ધરપકડ કરી છેસોસાયટીનાં સભ્ય પરાગ શાહ નામનાં તબીબે ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

સોશિયલ મીડિયા પર સોસાયટીનાં ચેરમેન વિશે લખાણ લખ્યું હતું. વ્હોટસએપ ગૃપમાં અશ્લીલ મેસેજ કરીને ગાળો આપી હતી. કોમન પ્લોટમાં રમવા બાબતે ટાંટીયા ભાંગી નાખવાનુ કહ્યુ હતું. ખોટા કેસમાં ફસાવી દેવાની સોસાયટીના સભ્યોને ધમકી આપી હતી. પાયલ રોહતગી સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને તે કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, સેટેલાઈટ સુંદરવન એપાર્ટમેન્ટમાં એક્ટ્રેસ પાયલ રોહતગી તેના માતા-પિતા સાથે રહે છે. ફલેટમાં ડોકટર પરાગભાઇ શાહ રહે છે. તેઓ સોસાયટીમાં છ મહિનાથી ચેરમેન છે. 20 મી જૂનના દિવસે સોસાયટીના સભ્યોની એજીએમ (મીટીંગ) હતી. જેમાં સોસાયટીમાં સભ્યોને બોલાવવામાં આવ્યા હતા. જોકે, પાયલ સભ્ય ન હોવા છતાં બેઠકમાં આવી હતી. જેથી ચેરમેને તેણીને કહ્યું હતું કે, તમારા માતાપિતા સભ્ય છે. તમારા માતા હાજર છે, તમે સભ્ય ન હોવાથી વચ્ચે ન બોલશો. આમ કહેતા જ પાયલે સભ્યો સાથે બીભત્સ ભાષામાં વાત કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ સાથે જ પાયલ રોહતગીએ વીડિયો રેકોર્ડિંગ શરૂ કર્યું હતું.

એક્ટ્રેસે સોસાયટીના વોટસએપ ગ્રુપમાં પણ અભદ્ર અને બીભત્સ મેસેજ મૂક્યા હતા. જેમાં સભ્યોની ટકોર બાદ તે ડીલિટ કર્યા હતા. પાયલે માર્ચ મહિનાથી ઈન્સ્ટાગ્રામ પર સોસાયટીના જે સભ્યોને ચાર-પાંચ બાળકો હોય તેમના પર વીડિયો અપલોડ કરી હિન્દી ભાષામાં કહ્યું હતું કે, “ફેમિલી પ્લાનિંગ નથી કરતા.

અમારા સોસાયટીમાં અમુક લોકો ફેમિલી પ્લાનિંગ વિશે વિચારતા નથી. હમારી સોસાયટી કા ચેરમેન હૈ વો ગુંડાગીરી કરતા હૈ.” પાયલે આવી પોસ્ટ ઈન્સ્ટાગ્રામ પર મૂકી હતી. એક્ટ્રેસ પાયલ રોહતગી મૂળ હૈદરાબાદની છે. તે વર્ષ 2008 માં બીગ બોસની કન્ટેસ્ટન્ટ હતી અને આ જ શોથી તે પ્રસિદ્ધ થઈ હતી. પાયલે તોબા તોબા, ઢોલ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.


Share

Related posts

વિસાવદર : મહાશિવરાત્રી પૂર્ણ થતાં સાધુ સંતોનું સતાધાર તરફ પરિયાન સતાધાર મહંત વિજયબાપુ દ્વારા ભવ્ય ભંડારાનું આયોજન.

ProudOfGujarat

ભરૂચના નેશનલ હાઇવે ૪૮ પર આઇસર ટેમ્પો અને પિકઅપ વચ્ચે અકસ્માતમાં ૮ જેટલા લોકો ઘાયલ.

ProudOfGujarat

મોબાઈલ ચોરીના ગુનામાં છેલ્લા પાંચ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!