Proud of Gujarat
FeaturedGujaratINDIA

બહેન પ્રત્યેનો પ્રેમ : અક્ષય કુમારે પોતાની બહેન અલકાને ‘રક્ષા બંધન’ ફિલ્મ ડેડિકેટ કરી : ફિલ્મમાં ભૂમિ પેડનેકર લીડ રોલમાં દેખાશે..!

Share

એક્ટર અક્ષય કુમારે અપકમિંગ ફિલ્મ ‘રક્ષા બંધન’નું શૂટિંગ 21 જૂન સોમવારથી શરૂ થઈ ગયું છે. આ વાતની જાણકારી અક્ષયે જાતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને તેના ફેન્સને આપી છે. તે ઉપરાંત અક્ષયે પોસ્ટમાં એમ પણ કહ્યું છે કે, તેણે આ ફિલ્મને પોતાની રિયલ લાઈફ સિસ્ટર અલકા ભાટિયાને ડેડિકેટ કરી છે.

અક્ષય કુમારે પોસ્ટ શેર કરતા લખ્યું, જ્યારે હું મોટો થયો, તો મારી પહેલી મિત્ર મારી બહેન અલકા હતી. તે સૌથી સારી મિત્રતા હતી. આનંદ એલ રાયની ‘રક્ષા બંધન’ હું મારી બહેનને ડેડિકેટ કરું છું અને આ ફિલ્મ તે સ્પેશિયલ બોન્ડનું સેલિબ્રેશન છે. સોમવારે આ ફિલ્મના શૂટિંગનો પહેલો દિવસ હતો, તમારા પ્રેમ અને શુભેચ્છાઓની જરૂર છે.

અક્ષયે પોતાની આ પોસ્ટમાં રક્ષા બંધનના સેટનો એક ફોટો પણ શેર કર્યો છે. જેમાં તે ડાયરેક્ટર આનંદ એલ રાયની સાથે ઘડિયાળની દુકાનની બહાર સીડી પર બેસીને વાતચીત કરતો જોવા મળે છે. અક્ષયે માથા પર તિલક લગાવ્યું છે અને પીળા કલરનો કૂર્તો, ગ્રે ટ્રાઉઝર, ચપ્પલ, અને હાથમાં ઘડિયાળ પહેરેલી જોવા મળી રહી છે. તેમજ આનંદે વ્હાઈટ શર્ટ અને બ્લૂ જીન્સ પહેર્યું છે.

Advertisement

અક્ષયના આ લુકને જોતા અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તે ફિલ્મમાં ઘડિયાળ વેચનાર દુકાનદારની ભૂમિકામાં જોવા મળી શકે છે.’રક્ષા બંધન’માં અક્ષય સિવાય ભૂમિ પેડનેકર પણ લીડ રોલમાં છે. તેમજ સહજમીન કૌર, દીપિકા ખન્ના, સાદિયા ખાતીબ અને સ્મૃતિ શ્રીકાંત ફિલ્મમાં અક્ષયની બહેનોની ભૂમિકામાં જોવા મળશે. આનંદ એલ રાયની સાથે ‘અતરંગી રે’ બાદ અક્ષયની આ બીજી ફિલ્મ હશે.

‘અતરંગી રે’માં અક્ષય સિવાય સારા અલી ખાન અને ધનુષ પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ મેકર દ્વારા આ ફિલ્મની રિલીઝની તારીખ જાહેર કરવાની બાકી છે. તે સિવાય અક્ષયની ‘બેલ બોટમ’ 27 જુલાઈએ રિલીઝ થવાની છે. આ ફિલ્માં વાણી કપૂર, હુમા કુરેશી અને લારા દત્તા પણ મુખ્ય ભૂમિકામાં છે. બેલ બોટમ સિવાય અક્ષય ‘બચ્ચન પાંડે’ અને ‘રામસેતુ’માં જોવા મળશે.


Share

Related posts

વડોદરાનાં ગણેશપુરામાં 10 થી 12 લોકોને બચકાં ભરનાર કપિરાજ પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો

ProudOfGujarat

રાજપીપળાનાં સેવાભાવી મુસ્લિમો દ્વારા અનાજ- શાકભાજી -ફ્રુટ કિટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

ભરૂચ : માત્ર 9 વર્ષની નાની ઉંમરમાં જિંદગીનો એક મહિનાનો રોજો રાખી ખુદાની બંદગી કરતી સૈયદ ફલક અસદ અલી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!