Proud of Gujarat
FeaturedGujaratINDIA

તારક મેહતા શો છોડી હવે આ કામ કરવા લાગ્યો ટપ્પૂ : 9 વર્ષ સુધી સીરિયલમાં કર્યું હતું કામ.

Share

ટીવીના ફેમસ કોમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં ક્યારેક ટપ્પૂની ભૂમિકા ભજવનાર ભવ્ય ગાંધીને કોણ ભૂલી શકે છે. જૂનો ટપ્પૂ ઉર્ફે ભવ્યને ફૂંક મારીને વાળ ઉડાળતો જોવા માટે દર્શકો આતૂર હતા. આજે અમને ભવ્ય ગાંધી વિશે કેટલીક વાતો જણાવીશું.

ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કોઈ જાણીતું થયું હોય તો ટપ્પૂ સેના છે. ભવ્ય ગાંધીએ આઠ વર્ષ સુધી ટપ્પૂ બની દર્શકોનું મનોરંજન કર્યું. તેમણે પોતાની એક્ટિંગથી બધાનું દિલ જીત્યું છે. પરંતુ 9 વર્ષ બાદ અભિનેતાએ શોને છોડવાનો નિર્ણય કર્યો હતો. ભવ્યનો નિર્ણય તેમના ફેન્સ માટે ચોંકાવનારો હતો. ટપ્પૂ ઉર્ફે અને તેણે ફિલ્મ કરવાનો પ્લાન કર્યો. શોને અલવિદા કરવાનો નિર્ણય ટપ્પૂએ જ્યારે કર્યો તો ફેન્સ નારાજ તો થયા, પરંતુ જ્યારે તેમણે ગુજરાતી ફિલ્મોમાં આવવાની જાહેરાત બધા માટે સરપ્રાઇઝ હતી. ભવ્યએ પપ્પા તમને નહીં સમજાય અને બહુ ન વિચાર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

Advertisement

બન્ને ફિલ્મોને ગુજરાતમાં સારો પ્રતિસાદ મળ્યો હતો. આમ તો તારક મેહતા કા ઉલ્ટા ભવ્ય ગાંધીએ પાછલા વર્ષે સીરિયલ શાદી કે સિયાપે દ્વારા નાના પડદા પર વાપસી કરી હતી, પરંતુ ન તો તે સીરિયલને વધુ પસંદ કરવામાં આવી અને ન ભવ્યના પાત્રને. ભવ્ય આ સમયે પોતાનું પૂરુ ધ્યાન ગુજરાતી ફિલ્મો તરફ લગાવી રહ્યો છે.


Share

Related posts

કેવડીયા કોલોની ખાતે લાખોના ખર્ચે બેસાડેલી સ્ટ્રીટ લાઈટો ક્યારે ચાલું કરાશે?

ProudOfGujarat

અમદાવાદ : નોકરીયાત અને વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી મેટ્રોના સમયમાં કરાયો ફેરફાર

ProudOfGujarat

અંકલેશ્વરની અમરાવતી નદીમાં પ્રદુષિત પાણીના કારણે અસંખ્ય માછલીઓનાં મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!