Proud of Gujarat
GujaratFeaturedINDIA

બેન્કિંગ અને પીએસયુ ફંડ્સમાં રોકાણ કરવાનો યોગ્ય સમય.

Share

બેન્કિંગ અને પીએસયુ ફંડ્સ ડેબ્ટ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ છે જે બેન્ક્સ, પબ્લિક સેક્ટર અંડરટેકિંગ (પીએસયુ) અને પબ્લિક ફાઈનાન્સિયલ ઈન્સ્ટિટ્યૂશન્સ (પીએફઆઈ) દ્વારા ઈશ્યુ કરાયેલ ડેબ્ટ અને મની માર્કેટ ઈન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરે છે. સેબીની મ્યુચ્યુઅલ ફંડ ક્લાસિફિકેશન માર્ગરેખા પ્રમાણે બેન્કિંગ અને પીએસયુ ફંડ્સે આવી ઈન્સ્ટિટ્યૂશન્સ દ્વારા ઈશ્યુ કરાયેલ ડેબ્ટ ઈન્સ્ટ્રુમેન્ટ્સમાં તેમની એસેટ્સના ઓછામાં ઓછા 80 ટકા રોકાણ કરવાનું હોય છે.

બેન્કિંગ અને પીએસયુ ફંડ્સ કઈ રીતે કામ કરે છે ?

Advertisement

• બેન્કિંગ અને પીએસયુ ફંડ્સે બેન્ક્સ, પબ્લિક સેક્ટર અંડરટેકિંગ (પીએસયુ) અને પબ્લિક ફાઈનાન્સિયલ ઈન્સ્ટિટ્યૂશન્સ (પીએફઆઈ) દ્વારા ઈશ્યુ કરાયેલ ડેબ્ટ ઈન્સ્ટ્રુમેન્ટ્સમાં ફરજીયાત તેમની એસેટ્સના ઓછામાં ઓછા 80 ટકા રોકાણ કરવાનું હોય છે.

• ફંડ મેનેજર્સ પાસે વળતરની દ્રષ્ટિએ આકર્ષક હોય તેવા સમયગાળા પ્રમાણે રોકાણ કરવાની સુગમતા હોય છે.

• બેંકિંગ અને પીએસયુ ફંડ્સના ફંડ મેનેજર્સ તેમના વ્યાજના દૃષ્ટિકોણના આધારે પણ સક્રિય સમયગાળા પ્રમાણે નિર્ણય લે છે. જો વ્યાજ દરની સંભાવના અનુકૂળ હોય તો બેંકિંગ અને પીએસયુ ફંડ્સ તેમના સમયગાળાને લંબાવી શકે છે અને તેનાથી વિરુદ્ધ પ્રતિકુળ હોય તો ઘટાડી શકે છે. ફિક્સ્ડ ઈનકમની સિક્યોરિટીઝની કિંમતો સીધી રીતે વ્યાજ દરમાં ફેરફાર સાથે સંકળાયેલી છે. ડેબ્ટ ઈન્સ્ટ્રુમેન્ટ્સની મુદત જેટલી લાંબી છે, તેટલા તે વ્યાજના દરના ફેરફાર સાથે વધુ સંવેદનશીલ છે.

• ધિરાણનું જોખમ – બેન્ક્સ, પીએસયુ અને પીએફઆઈ દ્વારા ઈશ્યુ કરાયેલ ડેબ્ટ અને મની માર્કેટ ઈન્સ્ટ્રુમેન્ટ્સ સામાન્ય રીતે ઊંચી ધિરાણ ગુણવત્તા ધરાવે છે. પીએસયુ અને કેટલીક પીફએઆઈ સરકાર હસ્તક કંપનીઓ હોય છે. આ ડેબ્ટ અને મની માર્કેટ સિક્યુરિટીસ ક્વોસી સોવરીન સ્ટેટસ ધરાવે છે. તેથી તેનું ધિરાણનું જોખમ ઘણું ઓછું હોય છે. બેન્ક અને પીએફઆઈ (જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર બંને) ઊંચું ક્રેડિટ રેટીંગ ધરાવે છે કારણકે તે નિયંત્રણ હેઠળની કંપનીઓ છે અને સામાન્ય રીતે પૂરતી મૂડી હોય છે.

બેન્કિંગ અને પીએસયુ ફંડ્સનું ટેક્સેશન

જો તમારા રોકાણનો સમયગાળો ત્રણ વર્ષથી ઓછો હોય, તો તમારી આવકમાં મૂડી લાભ ઉમેરવામાં આવશે અને લાગુ થતાં આવકવેરા સ્લેબ રેટ અનુસાર કર લગાવાશે. ઇન્ડેક્સેશન બેનિફિટ્સને મંજૂરી આપ્યા પછી લાંબા ગાળાના મૂડી લાભો (ત્રણ વર્ષ અથવા તેથી વધુ સમય સુધી રોકાણ જાળવી રાખ્યું હોય ) પર 20% પર લાગુ કરવામાં આવશે. બેન્કિંગ અને પીએસયુ ફંડ્સ દ્વારા ચૂકવવામાં આવતા ડિવિડન્ડ (ઈનકમ ડિસ્ટ્રીબ્યુશન કમ વિડ્રોવલ તરીકે ઓળખાય છે) તમારી આવકમાં ઉમેરવામાં આવશે અને તમારા આવકવેરા દર પ્રમાણે વેરો લાગશે.

અત્યારે શા માટે તેમાં રોકાણ કરવું ?

યુએસ ફેડરલ રિઝર્વ હજી પણ શૂન્યની નજીક વ્યાજ દર ધરાવે છે અને તેનો બોન્ડ ખરીદવાનો કાર્યક્રમ જાળવી રાખ્યો હોવાથી યુએસ ટ્રેઝરી બોન્ડ્સ હજુ પણ નીચા છે. પરંતુ એવા સંકેત છે કે યુએસ અર્થતંત્રમાં ફરી સુધારના સંકેત હોવાથી એવો અંદાજ મળે છે કે ફેડ તેની અનુકૂળ નાણાકીય નીતિને કડક કરવાનું શરૂ કરશે. યુ.એસ. ના આર્થિક ડેટામાં સુધારો થતાં, ફેડ તેનું ધ્યાન વૃદ્ધિથી હટાવીને ફુગાવા ઉપર આપશે. પરિણામે, યુ.એસ.ના વ્યાજ દરો અને ટ્રેઝરી બોન્ડના વળતર નજીકથી મધ્યમ ગાળા વધવાની સંભાવના છે.

આની અસર ભારતીય ગવર્નમેન્ટ સિક્યુરિટીસ (જી-સેક) ઉપર થશે. 10-વર્ષના જી-સેકની યિલ્ડ તેના 10 વર્ષના નીચા સ્તરે છે અને એક સમયે તે વધવાનું શરૂ થવાની ધારણા છે. બોન્ડના ભાવનો સીધો સંબંધ યિલ્ડ સાથે છે. જેમ યિલ્ડ વધે તેમ બોન્ડના ભાવ ઘટે. ટૂંકી મુદતના બોન્ડ્સની સરખામણીએ લાંબી મુદતના બોન્ડ્સ વ્યાજદરના ફેરફાર સાથે વધુ સંવેદનશીલ હોય છે. બેન્કિંગ અને પીએસયુ ફંડ્સ વિવિધ મુદતના બોન્ડ્સમાં રોકાણ કરવાની સુવિધા ધરાવે છે. વ્યાજદરની સંભાવનાને જોતાં ફંડ્સ સક્રિય મુદતમાં રોકાણ કરવાનો નિર્ણય લે છે. જો વ્યાજ દર વધવાની સંભાવના હોય તો વ્યાજ દરના જોખમને ઘટાડવા માટે બેન્કિંગ અને પીએસયુ ફંડ્સ તેમની મુદત ટૂંકાવી શકે છે. તેઓ જોખમો / વળતર વેપારની વ્યવસ્થા કરતી વખતે ક્રેડિટ સ્પ્રેડ આકર્ષક હોય એવી મુદતના બોન્ડ્સમાં રોકાણ કરે છે. વધુમાં બેંકિંગ અને પીએસયુ ફંડ્સમાં ક્રેડિટ જોખમ ઓછું હોય છે કારણ કે આ સ્કીમ્સની અંતર્ગત સિક્યોરિટીઝ ઈશ્યુ કરનાર ઊંચા ક્રેડિટ રેટિંગ્સ ધરાવે છે.

કોણ રોકાણ કરી શકે ?

• એવા રોકાણકારો કે જેઓ મુખ્યત્વે આવક મેળવવા ઉપરાંત અને વ્યાજ દરની અનુકૂળ સ્થિતીમાં મૂડી વૃદ્ધિ ઈચ્છતા હોય.

• મધ્યમ જોખમ પચાવવાની ક્ષમતા ધરાવતા રોકાણકારો.

• ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી રોકાણ જાળવી રાખી શકે તેવા રોકાણકારો.

જો બેન્કિંગ અને પીએસયુ ફંડ્સ તેમની રોકાણોની જરૂરિયાતો માટે યોગ્ય હોય તો તેમાં રોકાણ કરવા માટે રોકાણકારોએ તેમના નાણાકીય સલાહકારોની સલાહ લેવી જોઈએ.

વિવિધ ડેટા પોઇન્ટ્સ માટે સ્રોત: 31 મે 2021 પ્રમાણે બ્લૂમબર્ગ અને એસીઈ એમએફ

મ્યુચ્યુઅલ ફંડ રોકાણો બજારના જોખમોને આધિન છે, યોજના સંબંધિત તમામ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચવા જોઈએ.


Share

Related posts

ગુજરાત એગ્રો સેન્ટર ના કામદારોના પ્રશ્નોનું નિરાકરણ લાવતા માંગરોળ તાલુકાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા.

ProudOfGujarat

પાકિસ્તાનના વિદેશ મંત્રીએ PM મોદીને કસાઈ કહેતા ભરૂચ જિલ્લા ભાજપનો ઉગ્ર વિરોધ, પૂતળા દહન કરાયું.

ProudOfGujarat

બિહાર હિંસા : દરભંગામાં પથ્થરમારાની વચ્ચે ફસાઈ સ્કૂલ બસ, રડતા બાળકોનો વીડિયો થયો વાયરલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!